કપાયેલા પતંગની આત્મકથા

આવો લોકો તમને સંભળાવુ વાત કપાયેલા પતંગની,
જે દિવસે હું કપાયો એ દિવસના આકાશીજંગની.

ખંભાતમાં મારી બનાવટ થઇ ને લઇ જવાયો હું અમદાવાદ,
ભીનો થઇ ગયો પહેલા જ દિવસે જ્યારે પડ્યો નાગો વરસાદ.

માલિકે મને તડકે સુકવ્યો, ને સાથે ચાલુ કર્યો ફેન,
સુકાયો પછી મને વેચવા પાડી બુમો, “લઇ લેજો ભાઇ, લઇ લેજો બેન”

લઘર વઘર નામે એક ભાઇ ની મારી પર નજર દોડી,
મારા જેવા જ ભાઇઓ સાથે લઇ લીધી ૪ કોડી.

૧૩ જાન્યુઆરી રાતે મારા લગન થયાને બાંધી મને એક કન્યા,
સાંકળ ૮ નુ પાયરેટેડ વર્સન હતુ એ નામ હતું “અનન્યા”.

૧૪ જાન્યુઆરીનુ સવાર હતું ને હતી ઘણી તેજ હવા,
લઘરવઘરના એક જ ઠુમકે મંડ્યો હું તો ચગવા.

હજુ તો હવાની મજા લેતો તો ને બીજી પતંગ નજીક આવી,
લઘરવઘરનાં ઘણા પ્રયત્ન છતાં મારી દોરી રંગ ના લાવી.

આ ન્યાય મને ન ફાવ્યો, કેવું છે આ વ્યંગ.
દોરીના વાંકે હું કહેવાઉ છુ કપાયેલો પતંગ.

તમારી ગેરસમજણ દુર કરવાજ કીધી મેં આ સ્ટોરી,
પતંગ કોઇ’દી કપાતો નથી, કપાય છે ખાલી દોરી.

-સાક્ષર ઠક્કર

17 thoughts on “કપાયેલા પતંગની આત્મકથા

  1. આ ન્યાય મને ન ફાવ્યો, કેવું છે આ વ્યંગ.
    દોરીના વાંકે હું કહેવાઉ છુ કપાયેલો પતંગ.

    તમારી ગેરસમજણ દુર કરવાજ કીધી મેં આ સ્ટોરી,
    પતંગ કોઇ’દી કપાતો નથી, કપાય છે ખાલી દોરી.

    Gr8 piece of work….

    1. જ્યારે જ્યારે ધર્મનો નાશ અને કોપી-પેસ્ટનો ઉદભવ થાય છે ત્યારે ત્યારે ધર્મની સંસ્થાપના માટે વિનય ખત્રી પ્રગટ થાય છે અને કોપી-પેસ્ટ વાળા બ્લોગનો સંહાર કરે છે… 🙂

      1. મારો ઈરાદો કૉપી-પેસ્ટ વાળા બ્લૉગનો સંહાર કરવાનો નહીં પણ કૉપી-પેસ્ટ વાળી પોસ્ટનો સંહાર કરવાનો હતો. ભાઈ સાહેબ મેદાન છોડીને ભાગી ગયા. ખેર જે થયું તે.

        ફરી તેઓ નવપલ્લિત થઈને પોતાના વિચારો વ્યક્ત કરતો બ્લૉગ શરુ કરશે ત્યારે મને ખરો આનંદ થશે.

  2. પતંગ કોઇ’દી કપાતો નથી, કપાય છે ખાલી દોરી.

    દોરીના વાંકે હું કહેવાઉ છુ કપાયેલો પતંગ.

    બહુ જ સરસ ! આપની આ બે પંક્તિઓ જીવનની વાસ્તવિકતા તાદ્રુશ કરે છે. ધન્યવાદ ! આવજો ! ફરી મળીશું !

    સ-સ્નેહ
    અરવિંદ
    આપને મારાં બ્લોગની મુલાકાત લેવાનું ભાવભર્યું નિમંત્રણ છે. આપના પ્રતિભાવની હું ઉત્સુકત પૂર્વક રાહ જોઈશ !બ્લોગની લીંક
    http.arvindadalja.wordpress.com

Leave a comment