Sad Songનાં સુરો

June 24, 2008નાં પોસ્ટ કરેલી જુન ૨૦૦૬નાં અરસામાં બનાવેલી આ સુરતી કવિતાની એક પંક્તિ,

sad song લખવાને ગાવાનું તાં હુધી તો ઠીક ઉ’તુ.
પન જ્યારે બી એનું દિલ ટૂટી જાય, તો કેહે કે આજે ખાવાનું ની મલે.

માં કહ્યું છે એ પ્રમાણે મારો એક મિત્ર રવિ પારેખ(ઉર્ફ Smashy) એવું માનતો હતો(એવું હું માનું છું કદાચ એ નાં પણ માનતો હોય 😉 ) કે હિન્દી ફિલ્મોમાં જેમ કોઈ પણ situation માટે ગીત હોય છે એમ real lifeમાં પણ હોય, અને દરેક ફિલ્મમાં જેમ દરેક situation માટે નવા ગીત બનતા હોય છે એમ રવિ(અહીં ‘આપણો હીરો’ વાંચવું)પણ ગીતો બનાવતો. બનાવાવાની એની પ્રક્રિયામાં ગીતના બોલ, સંગીત અને ગાયિકી બધું જ બનાવતો અને એના સોની એરિક્સન ફોનમાં રેકોર્ડ કરીને રાખતો. કોઈને એણે આવું કહેલું નહિ, પણ ૧૦ વિદ્યાર્થીઓ એક ઘરમાં રહેતા હોય ત્યારે ઘણું બધું છુપાવવું મુશ્કેલ હોય છે. એક દિવસ એનો ફોન મચેડતાં મચેડતાં મારા હાથમાં આ ગીત આવી ગયેલું.

એ ગીત આજે પાંચેક વર્ષ પછી ફરીથી યાદ આવી ગયું. પછી તો શું જોઈએ, થોડો ટાઈમ, થોડા ઓડિયો એડીટીંગ-રેકોર્ડીંગ સોફ્ટવેર, યુ-ટ્યુબ અને વર્ડપ્રેસ…

– સાક્ષર (ઉર્ફ બબુ)

તા.ક. – ટીંગ ટીંગ ટીંગ…ટીંગ ટીંગ ટીંગ ટીંગ ટીંગ ટીંગ… ટીંગ ટીંગ ટીંગ…

સુરતી કવિતા

એમ તો હું વડોદરાનો છું પણ મને સુરતી ભાષા બહુ જ ગમે છે અને એવામાં હું વિદ્યાનગર ભણ્યો ત્યારે મારા ત્રણ રુમ પાર્ટનર સુરતી બોલવાવાળા હતાં. પ્રશાંત પટેલ (ચિખલી), રવિ પારેખ (નવસારી) અને વિનીત નાયક(ગણદેવી). તો એ લોકો સાથે હું સુરતીમાં જ વાત કરતો અને મજા આવતી. ઘણી ભૂલો પણ કરતો, પણ એમાં પણ મજા આવતી. હવે આ ત્રણ મિત્રોમાં રવિની વાત કરું તો, અમે જ્યારે પણ રાત્રે સાથે જમવા જઇએ ત્યારે અમુકવાર સાથે નહોતો આવતો કારણકે કોલેજથી છૂટીને નાસ્તો કરતો અને એમાં જ એનું પેટ ભરાઇ જતું. તો એ જ્યારે પણ ના આવા નો હોય ત્યારે એ કહેતો કે “આજે ખાવાનું ની મલે” પણ અમે તો એને એમ જ કહેતાં કે તું રિસાઇ ગયો છે અમારાથી એટલે ખાતો નથી. એટલે પછી તો અમે જ્યારે પણ જમવા જતાં ત્યારે હું એને પૂછતો કે, ” ચાલ ની આવાનો કે? કે પછી તારે આજે બી ખાવા નું ની મલે?”

પછી એવા અરસામાં એક ઇમેલ માં રઇશ મણીયારની સુરતી હઝલ મળી. એ મને ખૂબ ગમી. તો મેં એમાંથી પ્રેરણા લઇ સુરતીમાં જ આ મારા મિત્રનાં થોડા ગુણધર્મોને ધ્યાનમાં અને “ખાવાનું ની મલે” ને કેન્દ્ર માં રાખી ને આ કવિતા બનાવી હતી. અહીં સ્મેશી એનું હુલામણું નામ છે
થોડી થોડી વાતે કંઇ થાય, તો કેહે કે આજે ખાવાનું ની મલે.
જ્યારે બી સ્મેશી અડ્ડાય, તો કેહે કે આજે ખાવાનું ની મલે.

આજે હું ખાવાનાં પાંઉભાજી કે ઢોસા?
એવું પુછે કોઇ તો પહેલા બઘવાય, પછી કેહે કે આજે ખાવાનું ની મલે.

sad song લખવાને ગાવાનું તાં હુધી તો ઠીક ઉ’તુ.
પન જ્યારે બી એનું દિલ ટૂટી જાય, તો કેહે કે આજે ખાવાનું ની મલે.

કવિતા બો અગાડી ચલાવાની તો હિમ્મત ની ચાલે,
ની તો ચડાવી દેહે એ બાંય, અને કેહે કે આજે ખાવાનું ની મલે.

– સાક્ષર