– સાક્ષર
તા.ક. –
(મમ્મી- પપ્પા માટે) કટાક્ષ ઉત્પન્ન કરવા કાલ્પનિક દર્દ નાખેલ છે… ચિંતા કરવી નહિ… 🙂
હું SAKSHAR સાક્ષર થાઉં તો ઘણું…
– સાક્ષર
તા.ક. –
(મમ્મી- પપ્પા માટે) કટાક્ષ ઉત્પન્ન કરવા કાલ્પનિક દર્દ નાખેલ છે… ચિંતા કરવી નહિ… 🙂
મારો એક મિત્ર નેહલ જેનું હુલામણું નામ પાજી છે એ યુ.એસ.એ. આવવાનો હતો, ત્યારે તે નિમિત્તે લખેલી કવિતા, સ્ટુડન્ટ લાઇફનાં અનુભવો પરથી…
હવે થઇ જશો થોડા દિવસમાં તમે મૂળા-ભાજી.
સ્વાગત છે USA માં આપનું Mr. Paji.
ઘણી બધી વાનગીઓ ખાવાની ઇચ્છા તો થશે,
પણ જાતે જ બનાવવું પડશે, દાળ-ભાત કે પાઉં-ભાજી.
સ્વાગત છે USA માં આપનું Mr. Paji.
ડોક્ટરો ગજવા ખાલી કરવા જ બેઠા છે,
એટલે તબિયત તો એની જાતે જ રહેશે સાજી.
સ્વાગત છે USA માં આપનું Mr. Paji.
વાળ કપાવવું એક history બની જશે,
ક્યારે કપાવશો વાળ ને કોણ કહેશે તાજ્જી.
સ્વાગત છે USA માં આપનું Mr. Paji.
હવે આવી જ ગયા છો તો જાતે જ સમજી જશો,
કરવી નથી વાત બહુ ઝાઝી.
સ્વાગત છે USA માં આપનું Mr. Paji.