જાડ્ડી કન્યાની ડોલી ઉંચકતા…

(આ કવિતા જાડ્ડી કન્યાની ડોલી ઉંચકતા બે ડોલીવાળાઓ વચ્ચેનો સંવાદ છે.
” ” <- આ ચિહ્નોવાળો સંવાદ Optimist ડોલીવાળાનો છે
‘ ‘ <-  આ ચિહ્નોવાળો સંવાદ અકળાયેલા ડોલીવાળાનો છે.
)

‘દિલવારા તો ખાલી દુલ્હનિયા લઇ જવા નું ગાય સે,
અહીં આઈ’ન ડોલી ઉચકે તો ખબર પડે’ક ચ્યમનું ઊંચકાય સે.’

“મુ ય માનું સુ છોડી ભારે છે, ને અહી કણે મારીય દુખે છે કેડ,
તૈણ ડગલામાં થાકી જ્યો, તૈણ કિલોમીટર ચાલવા નું છે, હેંડ.”

‘એમાં એક કિલોમીટર જ મેદાન છે, બે કિલોમીટર તો છે ટેકરી;
આને ઉપાડવા કાં તો મલ્લ જોઈએ કાં તો જોઈએ મલ્લે’શરી.’

“કંઈ નઈ ભઈલા, ગિરધારીનું નામ લે, ને લગાય તાકાત ”
‘આ કોમ ગિરધારીનું જ, આપડી નઈ કોઈ ઓકાત.’

‘હું તો આ હેંડ્યો અહીંથી, મારે હજુ રાખવાના છે હાડકા અકબંધ,
ગોમ જઈ’ન હળ ઉચકવાનું પોસાય, આજથી ડોલી ઉચકવાનું બંધ.’

– સાક્ષર

જાડ્ડી – જાડીનું ગુજરાતી superlative
મલ્લે’શરી – Karnam Malleswari – 2000 Sydney olympics Weightlifting (Bronze Medal)
કોમ – કામ
ગિરધારી – ગોવર્ધન પર્વત ધારણ કરનાર શ્રીકૃષ્ણ

તા.ક. – જાડ્ડા લોકોની મજાક ન ઉડાવવી જોઈએ. ખાસ કરીને તેમની સામે તો ક્યારેય નહિ. 😉

પ્રશ્ન – ‘ ‘ અને ” “માં થી એકને અવતરણ ચિહ્ન કહેવાય, કયા ને? અને બીજા ને કયું ચિહ્ન કહેવાય?