માઉસ

“આ કાઈ નવું નથી પહેલેથી જ લોકો આવું કરે છે,
દુર્યોધન એ શકુનીથી ને સોનિયાથી મનમોહન ડરે છે,
માઉસના ઇશારે ચાલતા સ્ક્રીન પર ના કર્સરો છે બધા,
માઉસ આમ ફેરવે તો આમ ને તેમ ફેરવે તો તેમ ફરે છે.”

———

તા.ક. –

” Zindagi aur maut upar wale ke haath mein hai..Ise na to aap rok sakte hain na hi main…hum sab to rang manch ki kathputaliyan hain jinki dor upar wale ke ungaliyon mein bandhi hui hai.. Kab kaun aur kahan uthega …isse koi nahi bata sakta hai.. ” – Anand (From movie Anand (1971) )

વાર્તામાં વળાંક : સાત પુછડી વાળો ઉંદર

સાત પુછડી વાળો ઉંદર – મિત્રો નુ ચીડવવુ – કંટાળી રોજ એક પૂછડી કાપવી – બધી પુછડી કપાઇ જવા બાદ પણ મિત્રો નુ ચીડવવુ – બોધ

એકવાર એક સાત પુંછડીવાળો ઉંદર હતો. એ શાળા એ જતો તો એને બધા મિત્ર ઉંદર ચીડવતા હતા, “સાત પુંછડી વાળો”. તો ઘરે આવીને એણે એના પપ્પાને કહ્યું. એના પપ્પા ડોક્ટર હતા, તો ઓપરેશન કરીને એક પુંછડી કાઢી દીધી. બીજા દિવસે એ સ્કુલે ગયો તો બધા છ પુછડીવાળો ઉંદર એમ કહી ને ચીડવવા લાગ્યા ફરીથી એના પપ્પાએ ઓપરેશન કરીને બીજી પુછડી કાઢી દીધી. આવુ છ દિવસ ચાલ્યુ, અને છ પુછડી કપાઇ ગઇ. હવે સાતમા દિવસે ઉંદર ગયો અને બધા ઉંદર એને એક પુછડી વાળો કહેવા લાગ્યા, તો પછી એ પણ બધા ઉંદર ને ચીડવવા લાગ્યો કે તમારે પણ એક જ પુછડી. તો બધા ઉંદર એને ચીડવવાનુ બંધ કરી દીધુ , અને ઉંદર ના પપ્પાએ એ કાપેલી છ પુછડી નું દાન “પુચ્છવિહીન ઉંદર શાળા”નાં ઉંદરો ને કરી દીધુ, જેથી છ બાડા ઉંદરને નવી પુછડી મળી ગઇ.

બોધ – પુછડિદાન એ મહાદાન છે. તમારી પુછડી કોઇ પુચ્છવિહીન ઉંદરને નવું જીવન(પુછડી) અપાવી શકે છે.

(નોંધ – આ બોધ ઉંદરો માટે છે, એટલે વધારે ઇમ્પ્રેસ થઇ, પોતાની પાછળ પુછડી શોધવાનાં વ્યર્થ પ્રયત્નો ન કરવા, અને તો પણ મળી જાય પુછડી તો, “પુછડીદાન એ મહાદાન છે” )