IPL Fever

(આજકાલ Advertisingના જમાનામાં ક્રિકેટ પણ બાકાત નથી રહ્યું (અમારા જમાનામાં તો ભૈ’સાબ ટી.વું. જ નો’તું 😉 ). સિક્સ હોય, કેચ હોય કે મેન ઓફ ધ મેચ હોય બધા જ સ્પોન્સર્ડ હોય છે. તો  એ બાબતને ધ્યાનમાં લઇને નીચેની પંક્તિઓ લખેલી છે. )

હોસ્ટેલ મળે સારી તો સારી મેસ નથી મળતી,
મહોરા મળી જાય બધા, તો ચેસ નથી મળતી,
મહેનત ભલે બધા સરખી કરે છતાં,
બધાને સીટી મોમેન્ટ ઓફ સક્સેસ નથી મળતી.

——————————————————-

નજરોને મળી નજરો, ને નજરોમાં પેચ થઇ ગયો,
ઈમેઈલ મોકલ્યો એમને, સાથે હું એટેચ થઇ ગયો,
દિલ ફંગોળ્યું હતું હવામાં મેં દિલફેંકગીરીથી,
એમના હાથમાં પડ્યું, ને કાર્બન કમાલ કેચ થઇ ગયો.

—————————————————

ઢીલો-પોચો પ્રયાસ છોડ, પ્રચંડ તારા કદમ બનાવ,
ધ્યેયને બનાવ સ્ટમ્પ અને પોતાને અક્રમ બનાવ,
બાઉન્ડરીની બહાર તો બોલ બધાના જાય છે ‘સાક્ષર’ ,
તારી દરેક Six ને ડી.એલ.એફ. મેક્સિમમ બનાવ.

તા.ક. –  “અરે યાર, મમ્મી-પપ્પા સમજતા જ નથી, મારે બોર્ડની Exam છે અને એ લોકો મેચ જોયા કરે છે, મને કહે છે કે તું ભાઈબંધને ત્યાં જઈને ભણ.” મારો એક મિત્ર, ૧૨ સાયન્સ બોર્ડ એક્ઝામ અને ૨૦૦૩ ક્રિકેટ વર્લ્ડકપ વખતે.

Related Post: ભારતીયોનો ક્રિકેટપ્રેમ – કવિતા

Advertisements