છાપરે નહિ તો કંઈ નહિ, હું છાપે ચડ્યો ;)

ઉત્તરાયણ છે, પણ છાપરે ચડવા મળ્યું નહિ, એટલે હું છાપે ચડ્યો…ના ના એવું કોઈ ખોટું કામ નથી કર્યું… આ તો થયું એવું કે જય વસાવડાએ એમના આ બુધવારના ઉત્તરાયણના લેખમાં મારી એક કવિતા છાપી એટલે એમના પ્રતાપે હું છાપે ચડી ગયો…

લેખની લીંક :

કવિતાની લીંક:
History:
આ છાપવા પાછળની Historyમાં એવું છે કે: હું જય વસાવડાનો ફેન હોવાને કારણે મેં એમની ઓરકુટ કોમ્યુનીટી જોઈન કરી હતી, અને ગયા વર્ષે ઉત્તરાયણ સમયે એક ઉત્તરાયણને લગતા ફોરમમાં મારી આ કવિતા પોસ્ટ કરી હતી. જય વસાવડા પોતે પણ કોમ્યુનીટીના મેમ્બર હોવાથી એમણે પણ કવિતા જોઈ હશે અને ગમી હશે, તો આ વર્ષમાં આપડો નંબર લગાડી દીધો. 🙂 હું વધારે ખુશ એટલે થયો કે એ જ લેખમાં બીજી બધી કવિતાઓ રમેશ પારેખ, ભગવતીકુમાર શર્મા, અવિનાશ વ્યાસ અને ડો. જગદીપ નાણાવટીની છે.
તા.ક.
ગઈ ઉત્તરાયણ પર બીજી પણ એક કવિતા લખી હતી: