વાર્તામાં વળાંક: Punch-તંત્ર

એક કાગડો – પુરી નો ટુકડો લઇ ઝાડ પર બેસવુ – નિચે થી શિયાળ નુ પસાર થવુ – શિયાળ દ્રારા કાગડા ના સુરીલા કઁઠ ના ખોટા વખાણ કરવા – કાગડા ના મોઢામાથી પુરી પડિ જવિ – શિયાળ નુ પુરી ખાઇ જવુ

(વાર્તામાં કંઈ નવું ન હોવાથી ટૂંક માં પતાવ્યું છે, બાકી કાગડાની ચાંચ વિષેનું વર્ણન ૨ પાનાનું કરી શકનાર લોકો પણ આ જ પૃથ્વી પર છે)

એક વખત એક શિયાળને બહુ ભૂખ લાગી હતી. ક્યાંક કશું મળે, એની તલાશમાં એ બધી તરફ નજર નાખતું નાખતું જંગલ માં ભટકતું હતું. એક વેલ પર એણે દ્રાક્ષ લટકતી જોઈ, ત્યાં જઈને કુદી ને એ દ્રાક્ષ લેવા નો પ્રયત્ન કર્યો, પણ નિરર્થક રહ્યો. ફરી થી કુદ્યો, ફરી કંઈ હાથમાં(મોઢામાં) ન આવ્યું. બહુ પ્રયત્નો બાદ એ આગળ ચાલતું થયું. હજુ સુધી શિયાળ આજુ બાજુ નજરતો નાખતું જ હતું. થોડા કદમ ચાલ્યા બાદ, એક ઝાડ ઉપર એક કાગડો મોઢામાં પૂરી લઇ ને બેઠો હતો, અને શિયાળ ને અચાનક એક વિચાર આવ્યો. એણે કાગડાની ગાયકી ના ખોટા વખાણ કરવા નું ચાલુ કર્યું અને આ સાંભળીને કાગડો ફુલાઈ ગયો અને ગીત ગાવા માંડ્યો અને તેને કારણે તેની ચાંચમાં થી પૂરી નીચે પડી. શિયાળ એ પૂરી ને ખાઈ ગયો.

બોધ – Recession નાં જંગલમાં Opportunity ની વેલ પર Job (દ્રાક્ષ)નું ઝુમખું ભલે થોડું ઊંચું લટકતું હોય અને બહુ કુદકા મારો અને હાથ માં નહિ આવે એવું લાગતું હોય, થોડા કદમ આગળ પેલી દ્રાક્ષ કરતા દસ ગણી ઊંચાઈવાળા ઝાડની ટોચ પર એક Employer (કાગડો) હમેશા તમારા માટે Job (પૂરી) લઇ ને બેઠો જ હોય છે બસ તમારા માં આવડત હોવી જોઈએ એ કઢાવવાની.

તા.ક. – “વાર્તાઓ મહત્વની નથી હોતી, એમાંથી લેવાતો બોધ મહત્વનો હોય છે. “

હું શિક્ષિત છુ પણ…

જન્મ જે દી થયો મારો,
ઘરમાં હતો તહેવાર;
આંખમાં હર્ષના આંસુ સાથે પિતાએ,
ધડ્યા ભાવીના વિચાર;

હું ના ભણ્યોતો શું થયું ?
મારા દિકરાને હું ભણાવિશ;
દાક્તર – ઈજનેરની ડિગ્રી સાથે,
મોટો સાહેબ બનાવીશ;

પેટે પાટા બાંધ્યા,
જરુરીયાતોમાં કરી કસર;
છતાંય મારા ભણતર પર,
ના આવવા દિધી અસર;

જિમ્મેદારી હું સમજ્યો,
કરી મહેનત અનરાધાર;
અવ્વ્લ મારક સાથે,
મેં લિધિ ડિગ્રી ચાર;

હવે આવ્યો વારો,
નોકરી ધંધાનો;
જીંદગી આખીના મહેનત – નાણાં નો,
વળતર લેવાનો;

દર દર હું ભટક્યો,
હાથમાં ડિગ્રીના કાગળીયા લઈ ચાર;
જવાબ મળ્યો બધું છે તારામાં,
નથી તો ખાલી ઉંચી ઓળખાણ;

આમજ સમય વિતતો રહ્યો,
બિજા વહી ગયા વર્ષ ચાર;
પરિસ્થિતીમાં કોઇ ફરક નહીં,
ખાલી થતા રહ્યા વિશ્વાસ ને સંમાન પર વાર;

ઈંન્ટર્યું માં આજ બેઠો હું ફરી એક વાર,
સુટ વાળા સાહેબે પુછ્યું,
“ચાર વર્ષ શેમાં બગાડ્યા દિકરા,
દેખાત તો તું મને સમજદાર”.

ભાવનાઓ રોકવાનો પ્રયત્ન કર્યો,
પણ રોકી ના શક્યો હું આજ;
આંખના ખુણેથી અશ્રુબિંદુએ જવાબ દિધો,
” શું વાત કરો છો સાહેબ ? તેમાં તો મેં લીધી પાંચમી ડિગ્રી,
નામ જેનુ શિક્શીત બેરોજગાર”.

Manan Mehta

બેરોજગારી

૩ વાગે ઉંઘુ છુ ને ૩ વાગે ઉઠુ છુ.
એલાર્મની ઝંઝટ નૈ, ઉંઘનો આરામ લુટુ છુ.

જોબ ચાલતી હોય તો રોજ દાઢી કરવી પડતી’તી,
દેવદાસ બનવાની ઇચ્છા ક્યાંક ખુણે જઇને પડતી’તી.

હવે તો મનને ઇચ્છા થાય એવી દાઢી રાખુ છુ,
ગાડીનું પેટ્રોલ મોંઘુ પડે છે તો વાહન પાડી(પાડાનું સ્ત્રીલિંગ) રાખુ છુ.

જતો હતો પહેલા દર શુક્રવારે થિયેટરમાં કોઇપણ કાળે,
હવે બસ સોમવારે પાયરેટેડ ડિવિડી લઇ આવુ છુ ભાડે.

બચાવો મને, આ બેરોજગારીની આ પરિસ્થિતિ હું વરસોથી સહુ છુ,
જોબની ચિંતા નથી વિડિયો પાયરસી બચાવવા માટે કહુ છુ.

-Sakshar Thakkar