પુર્ણવિરામ

૭૦,
૮૦,
૯૦,
૧૦૦,
જમણી બાજુથી ઓવરટેક,
ડાબી બાજુથી ઓવરટેક,
એમ તો થોડી કંઈ જોઈ શકાય બીજાની પ્રગતિને!
પાછળ પાડવા જ પડેને , ગમે તે ભોગે…
અને અચાનક રોડ પર ટ્રાફિક જામ,
ગમ્મે એટલા હોર્ન મારો,
અડચણો એમ થોડી દુર થાય છે!
પછી ૨૦ની સ્પીડ સાથે પસાર થતા
અને અકસ્માત જોતા જોતા,
ટેપમાં વાગતું ગીત
“યું હી ચલા-ચલ રાહી… યું હી ચલા-ચલ રાહી,
કિતની હસીન યે દુનિયા…”
સાંભળતા સાંભળતા,
દુનિયાની બધી જ ટ્રાફિક સેન્સ આવી જાય છે,
7 મીનીટ ને ૨૮ સેકંડ સુધી,
જ્યાં સુધી પેલું ગીત ચાલે છે ત્યાં સુધી,
અને પછી ટ્રાફિક ક્લીયર,
ફરી થી,
૭૦,
૮૦,
૯૦,
અને
મોત
.

-સાક્ષર

તા.ક. –
વિડીયોગેમ માં ૩ લાઈફ હોય છે…

(પુના-વડોદરા રસ્તામાં જોયેલો એક એક્સીડેન્ટ જોયા બાદ આવેલો વિચાર)