હવે પહેલો વરસાદ – Parody કવિતા

વડોદરાનો વરસાદ

(પ્રેરણા: હવે પહેલો વરસાદ – ભગવતીકુમાર શર્મા અને આ ફેસબુક પોસ્ટ)

હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહિ;
હવે ડાકોર ના ગોટા અને દાળવડા મોટા અને ભજીયા નો સ્વાદ એવું કાંઈ નહિ… હવે પહેલો વરસાદ…

કોઈ દોરીના ટુકડા પર ભીના ભીના લૂગડાં લટકાવે નહિ,
મને ઉની ઉની રોટલી સાથે કારેલાંનું શાક પણ ભાવે નહિ,
કોઈ પાવરકટમાં, કોઈ અંધારપટમાં, આપે માચીસને દાદ, એવું કાંઈ નહિ.
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ, એવું કાંઈ નહીં….

બધી બારીઓ બંધ, નથી માટીની ગંધ, ના’વે ફુદા ટ્યુબલાઈટ સાથે ભમવા,
મળે કાગળ તો હોડી બનાવી ય લઉં પણ ક્યાં જાઉં હોડી લઇ રમવા!!
હવે દેડકાનું ડ્રાંઉ અને ચાતકનું wow, અને મગર ને શ્વાન, એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ, એવું કાંઈ નહીં…

– સાક્ષર

તા.ક. – અમેરિકામાં વરસાદ પડે છે ત્યારે શું નથી થતું એની કવિતા…


આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ!
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.

રમેશ પારેખ

વાર્તામાં વળાંક: દો-તીન-પાંચ

 

ટ્રેન લોકલ હતી, પણ એના હાથ એક્સપ્રેસની સ્પીડમાં ફરતા હતા.
૫-૧૦ સેકંડમાં તો પત્તાની ત્રણ થોકડી  સુટકેસ પર તૈયાર હતી.

એ લોકો એ દો-તીન-પાંચ રમવાનું ચાલુ કર્યું.
સુટકેસ પર એક પછી એક દાવ રમાતા હતા અને પોતાના બનેલા “હાથ” સુટકેસના પોતાના હિસ્સા તરફ એ લોકો ઉભા-આડા કરીને ગોઠવાતા હતા.

ત્રણેયના ૨-૨(-૨) “હાથ” બની ગયા હતા. દો-તીન-પાંચ ની રમત રસાકસીની ચરમસીમાએ હતી.
જેણે ૨ હાથ કરવાના હતા(અને થઇ પણ ગયા હતા) એનો દાવ હતો, એણે કાળીના ગલ્લાની ચાલ ચાલી. આની પહેલા કાળીની એક ચાલ થઇ ચુકી હતી, પણ એક્કો નીકળ્યો નહોતો.

અને… અને અચાનક બારીમાંથી પવન સાથે વરસાદ આવવાનો ચાલુ થઇ ગયો.
બારીની નજીક જે બેસ્યો તો એણે પહેલા પતરા વાળી બારી બંધ કરવાનો પ્રયત્ન કર્યો.
એ બંધ ના થઇ એટલે કાચ વાળી બારી બંધ કરી, પણ બારી બંધ થઇ એની પહેલા પવન એટલો જોરથી ફૂંકાયો કે સુટકેસ પર પડેલા પત્તાના ૪ “હાથ” બારીની બહાર ઉડી ગયા.

વરસાદ બાજી મારી ગયો.

(સત્ય ઘટના પર આધારિત)

મુશળધાર Rain – ગુજLish કવિતા

ઇન્ટરવ્યુના દિવસે સવાર સવારમાં જ થઇ ગયો ત્રાસ;
I think my wisdom went somewhere to eat grass.

પહેરીને નીકળ્યો હતો સરસ મજાનું શર્ટ ઈમ્પોટેડ;
In rain, my new shirt’s bed got rotated.

પાછો આવ્યો, શર્ટ બદલ્યું, ને ફરી પાછો છત્રી લઇને નીકળ્યો;
my mind became yogurt when my umbrella became crow.

પછી તો ફાટી છત્રી ને છત્રી પરનું વોરંટીનું લેબલ;
The rain was not predicted to be so unગોંઠેબલ;

પછી ત્યાંથી નીકળ્યો આગળ હું પલળેલા કુકડાની માફક,
everything was alright but then came a truck;

ઉછાળ્યો કાદવ મારી પર અને બચ્યું હતું એ બધું પલડી’ગ્યું ;
after all this headache, finally i reached for the interview.

ત્યાં ઓફીસ ની બહાર આવીને આમ બોલ્યા એક બહેન ;
Interview is cancelled today, because of rain.

આટલું કર્યા પછી, અહી પહોચ્યા પછી, હું આટલું જ બોલ્યો એમની આગળ;
In taking interview today, what goes of your father?

– સાક્ષર

તા.ક. – હું જ્યાં રહું છું ત્યાંનું આવનારા ૫ દિવસનું હવામાન…

વાદળ, વીજળી ને એવું બધું…

ચાંદામામા એ વીજળીને કહ્યું, “બેટા, મારી એક વાત સાંભળશે?,
ક્યાંક બીજે જઈને અવાજ કરને, આ વાદળ જાગશે તો પછી રડશે.”

આ સાંભળી ચાતકના મોમાં પાણીના મોજા છૂટ્યા,
“મહિનાઓથી તરસ્યો હતો, હાશ! મારા રોજા તૂટ્યા.”

ધરતી પર વરસાદ પડતા જ દેડકાના મીસીજે કહ્યું, “જુઓ તો આ કોણ આવ્યું?”
(દેડકા એ કહ્યું)’ધોધમારભાઈ આવે તો જ આપડે નીકળીએ, આ તો છાંટા એ બારણું ખખડાવ્યું.’

ઘાસના સ્ટેજ પર અને વીજળીના પ્રકાશમાં નાચી ઉઠ્યો ત્યાં મોર,
ઓડિયન્સ થયેલા વૃક્ષો બોલી ઉઠ્યા: Once More, મોર, Once More.

– સાક્ષર

મીસીજ/મિસેજ – Mrs નું ગુજરાતી  (વાક્યપ્રયોગ – આ છે’ન અમારા મિસેજ છે)  😉

તા.ક. – પહેલા વરસાદમાં બીજું કોઈ પલળે કે ન પલળે સુકવેલા કપડા અને અગાસી પર ગાદલા જરૂર પલળે છે :p

આ પહેલા આ વિષય પર:

૧. …વરસાદ ભિડુ તુ ક્યારે વરસે રે?

૨. વરસાદની પહેલાનો બાફ

વરસાદ ભિડુ તુઁ ક્યારે વરસે રે?

ગુજરાતી હાસ્ય લેખન કોમ્યુનિટીનાં કચરા કવિ સંમેલનમાં વરસાદ વિષયે મારી રચના…

તારા વગર અહિઁ લોકો તરસે રે,
વરસાદ ભિડુ તુ ક્યારે વરસે રે?

બહુ જોઇ બોસ અમે તારી વાટ,
અગાસીથી લાવી દીધા નીચે અમે ખાટ,
આવવાનુઁ મુરત તારુ કયા વર્ષે રે?
…વરસાદ ભિડુ તુ ક્યારે વરસે રે?

બાળકોએ તૈયાર કરી દીધી હોડી,
ચાતકની આંખો થઇ રાહ જોઇ પહોળી,
એની અરજી તું ક્યારે કાને ધરશે રે?
…વરસાદ ભિડુ તુ ક્યારે વરસે રે?

ખેડુતની મહેનતને ફળ તો આપ,
હાથે કરી શા માટે વહોરે છે પાપ,
આમ ને આમ કેટલા ખેડુ મરશે રે?
…વરસાદ ભિડુ તુ ક્યારે વરસે રે?

-સાક્ષર ઠક્કર

IN MEMORY OF SUCH FARMERS
—> Crop failure: farmer commits suicide in Gujarat
http://www.hindu.com/2006/07/01/stories/2006070104681500.htm

વરસાદ પહેલાનો બાફ

અત્યારે વરસાદની મોસમ છે તો જરાક એની પર ૪ લાઇનો લખી દીધી, જો કે વરસાદ વિશે નથી લખી વરસાદ વિશે તો બધા જ કવિતાઓ લખે છે… આ તો છે વરસાદની પહેલાનાં બાફ વિશે…
થોડી થોડી વારે તમે અમને અડતાં હતાં,
“દાઝી ગઇ” એમ કહીને પાછા બળતાં હતાં,
એ તો તમે સુંદર પરપોટા સમજી બેઠા’તા અમને,
અમે તો વરસાદ પહેલાંનાં બાફથી ઉકળતાં હતાં.

– સાક્ષર