હું શિક્ષિત છુ પણ…

જન્મ જે દી થયો મારો,
ઘરમાં હતો તહેવાર;
આંખમાં હર્ષના આંસુ સાથે પિતાએ,
ધડ્યા ભાવીના વિચાર;

હું ના ભણ્યોતો શું થયું ?
મારા દિકરાને હું ભણાવિશ;
દાક્તર – ઈજનેરની ડિગ્રી સાથે,
મોટો સાહેબ બનાવીશ;

પેટે પાટા બાંધ્યા,
જરુરીયાતોમાં કરી કસર;
છતાંય મારા ભણતર પર,
ના આવવા દિધી અસર;

જિમ્મેદારી હું સમજ્યો,
કરી મહેનત અનરાધાર;
અવ્વ્લ મારક સાથે,
મેં લિધિ ડિગ્રી ચાર;

હવે આવ્યો વારો,
નોકરી ધંધાનો;
જીંદગી આખીના મહેનત – નાણાં નો,
વળતર લેવાનો;

દર દર હું ભટક્યો,
હાથમાં ડિગ્રીના કાગળીયા લઈ ચાર;
જવાબ મળ્યો બધું છે તારામાં,
નથી તો ખાલી ઉંચી ઓળખાણ;

આમજ સમય વિતતો રહ્યો,
બિજા વહી ગયા વર્ષ ચાર;
પરિસ્થિતીમાં કોઇ ફરક નહીં,
ખાલી થતા રહ્યા વિશ્વાસ ને સંમાન પર વાર;

ઈંન્ટર્યું માં આજ બેઠો હું ફરી એક વાર,
સુટ વાળા સાહેબે પુછ્યું,
“ચાર વર્ષ શેમાં બગાડ્યા દિકરા,
દેખાત તો તું મને સમજદાર”.

ભાવનાઓ રોકવાનો પ્રયત્ન કર્યો,
પણ રોકી ના શક્યો હું આજ;
આંખના ખુણેથી અશ્રુબિંદુએ જવાબ દિધો,
” શું વાત કરો છો સાહેબ ? તેમાં તો મેં લીધી પાંચમી ડિગ્રી,
નામ જેનુ શિક્શીત બેરોજગાર”.

Manan Mehta

મન્નુભાઇની મોટર ચાલી પમ પમ પમ

 Mannubhai ni gadi

મારા ખાસ મિત્ર અને છેલ્લા ૫ વર્ષથી મારો રુમપાર્ટનર મનને નવી ગાડી લીધી અને અમારા જીવનના થોડા સંઘર્ષો સમાપ્ત થઇ ગયાં. જેમ કે પહેલાં અમે ગ્રોસરી બે અઠવાડિયે એક વાર લેવાં જતા હતાં અને અમે ૪ એ રુમમેટ્સ બસમાં બધુ ઉચકીને આવતાં’તા. શોપિંગ પણ બસનાં ટાઇમ પ્રમાણે કરવું પડતું’તું. રાતે ૮ વાગ્યાની ઘરેથી વોલમાર્ટની બસ,જે ત્યાં ૮.૨૦ એ પહોંચાડે અને ત્યાંથી ૯.૨૦ની પાછા આવવાની બસ, એટલે ૧ કલાકમાં બધુ ફટાફટ પતાવવાનું અને પછી ટ્રોલી લઇ ને બસસ્ટેન્ડ પર પહોંચવાનું, અમુકવાર જો બસ મીસ થાય તો માર્કેટપ્લેસથી જ બસ મળે તો આવા કેસમાં ટ્રોલી લઇને ૧ કિલોમીટર જેવું ચાલેલા પણ છે, રોડની વચ્ચેથી ટ્રોલી લઇને અમે ૪ જણ જતાં હોય, એ દ્રશ્ય હવે રોચેસ્ટરનાં લોકો ને જોવા નહિ મળે.

રોચેસ્ટરમા હજુ સુધી કોલેજ, ઘર અને વોલમાર્ટ સિવાય કંઇ જોયું જ નહોતું, તો થોડું રોચેસ્ટર જોવાનું આ ગાડી ને લીધ શક્ય બન્યું અને શનિવારે હાઇલેન્ડ પાર્ક અને રવિવારે લેક ઓન્ટારિઓ જઇ આવ્યા મજા આવી અને પાછો સોમવાર આવી ગયો, હવે એક વીક પાછી એ જ લાઇફ, એક જ દિવસના શીડ્યુલને કોપી કરી ને પાંચ વખત પેસ્ટ કરતાં હોય એવું લાગે. બટ ધેટ્સ હાઉ ઇટ ગોસ!!!