જુનું તો થયું રે ડબલુ જુનુ તો થયું – YOUTUBE VERSION

એમ તો આ પહેલા પણ આ ગીત આ બ્લોગ પર પોસ્ટ કર્યુ હતુ (લિંક – જુનું તો થયું રે ડબલુ જુનુ તો થયું ), પણ એ વખતે ઓડિયો જે સાઇટ પર અપલોડ કર્યો હતો અત્યારે એ સાઇટવાળાની દુકાનને તાળા વાગી ગયા છે એટલે ફરીથી એ ઓડિયોનો ઉપયોગ કરી યુ-ટ્યુબ પર ગીતના શબ્દો સાથે(હા…અમારી એ ગેરસમજ હોઇ શકે કે કોઇને શબ્દો જોઇને ગાવુ હશે 😉 ) મુકેલ છે.

(નોંધ – Listen at your own risk)

જુનું તો થયું રે ડબલુ જુનુ તો થયું

કવિ શ્રી તેજસ ભાવસારનું નવલુ નજરાણુ….

મોબાઈલ ફોનનું ડબલું (રાગઃ જુનું તો થયું રે દેવળ)

જુનું તો થયું રે ડબલુ જુનુ તો થયું,
મારું સીમકાર્ડ નવું ને ડબલું જુનું તો થયું

પંદર મિનિટ તો કિગાર્ડ ખોલવાની લાગી
બગડીયુ કિપેડ માયલુ ના મેમરી રહી
મારું સીમકાર્ડ નવું ને ડબલું જુનું તો થયું

ઘસાઈ ગયેલી એની બોડી તો બદલાવી,
ઉડી ગઈ બેટરી ચાર્જર પડી તો રહ્યું
મારું સીમકાર્ડ નવું ને ડબલું જુનું તો થયું

સર્વિસ પ્રોવાઈડર કહે સર્વિસના ગુણ,
પણ ડબલુ મોબાઈલનું ચાલુ ના થયું
મારું સીમકાર્ડ નવું ને ડબલું જુનું તો થયું… 

-તેજસ ભાવસાર

જેને મારા સુર સાથે સહન કરવુ હોય તો નીચેની લિંક પર ક્લિક કરોઃ

સહન કરો… મોબાઇલ ફોનનું ડબલુ