Belated વાસી વેલેન્ટાઈન ડેનું ગીત (સારું થયું prequel)

(રાગ – દિલ બેપરવાહ)

(“વાસી વેલેન્ટાઈન ડે” શબ્દ પ્રયોગ માટે લઘરવઘર અમદાવાદીનો આભાર)

મોડે મોડે સુધી વાતો કરી,

મોટા મોટા બીલો પણ ભર્યા…

ખૂણા ખૂણાની સીટો લઇ,

થિયેટરોમાં પિક્ચર જોયા…

બાગો ફર્યા ને,

મોલોમાં શોપિંગ કર્યા… (૨)

એક દી મેં હિંમત કરીને,

ફૂલો ને વીંટી લઇને,

એને પૂછ્યુંમેં I love you,

do you love me?

તો એણે કહ્યું ના… (૨)

ટુકડા ટુકડા થઈ ગયા,

દિલના ભુક્કા થઇ ગયા…

વીણી વીણીને થાકી ગયો,

માંડ માંડ ભેગા થયા…

દિલ જોડાયું તો

ધડ્ક્યું નહિ ૨ ઘડી,

ત્રીજી ઘડીએ પડ્યું

એ ખુબ જ રડી.

દિલના મેં આંસુ લુછીને,

એક દી મેં હિંમત કરીને,

શાદી ડોટ કોમમાં જઈને,

નવી પ્રોફાઈલ ખોલી……

 તો સારું થયું લા… (૩)

-સાક્ષર

તા.ક. – અંગ્રેજી શબ્દોના ગુજરાતી બહુવચનોની ક્ષમાયાચના સહ…

Advertisements

Sad Songનાં સુરો

June 24, 2008નાં પોસ્ટ કરેલી જુન ૨૦૦૬નાં અરસામાં બનાવેલી આ સુરતી કવિતાની એક પંક્તિ,

sad song લખવાને ગાવાનું તાં હુધી તો ઠીક ઉ’તુ.
પન જ્યારે બી એનું દિલ ટૂટી જાય, તો કેહે કે આજે ખાવાનું ની મલે.

માં કહ્યું છે એ પ્રમાણે મારો એક મિત્ર રવિ પારેખ(ઉર્ફ Smashy) એવું માનતો હતો(એવું હું માનું છું કદાચ એ નાં પણ માનતો હોય 😉 ) કે હિન્દી ફિલ્મોમાં જેમ કોઈ પણ situation માટે ગીત હોય છે એમ real lifeમાં પણ હોય, અને દરેક ફિલ્મમાં જેમ દરેક situation માટે નવા ગીત બનતા હોય છે એમ રવિ(અહીં ‘આપણો હીરો’ વાંચવું)પણ ગીતો બનાવતો. બનાવાવાની એની પ્રક્રિયામાં ગીતના બોલ, સંગીત અને ગાયિકી બધું જ બનાવતો અને એના સોની એરિક્સન ફોનમાં રેકોર્ડ કરીને રાખતો. કોઈને એણે આવું કહેલું નહિ, પણ ૧૦ વિદ્યાર્થીઓ એક ઘરમાં રહેતા હોય ત્યારે ઘણું બધું છુપાવવું મુશ્કેલ હોય છે. એક દિવસ એનો ફોન મચેડતાં મચેડતાં મારા હાથમાં આ ગીત આવી ગયેલું.

એ ગીત આજે પાંચેક વર્ષ પછી ફરીથી યાદ આવી ગયું. પછી તો શું જોઈએ, થોડો ટાઈમ, થોડા ઓડિયો એડીટીંગ-રેકોર્ડીંગ સોફ્ટવેર, યુ-ટ્યુબ અને વર્ડપ્રેસ…

– સાક્ષર (ઉર્ફ બબુ)

તા.ક. – ટીંગ ટીંગ ટીંગ…ટીંગ ટીંગ ટીંગ ટીંગ ટીંગ ટીંગ… ટીંગ ટીંગ ટીંગ…

કવિતામાં ઘૂસણખોરી

तन्हाई का आलम हे,
यु तनहा छोड़ के ना जाया करो,
पिरोये थे कुछ सपने हमने,
यु उनको ना बिखराया करो,
गम-ऐ-बाज़ार की एन गलियों में,
यु मेरे गमो को ना बेचा करो,
आहटो से तेरी बने हे सिलसिले आहट के,
यु आहटो को तुम ना सुलगाया करो,
यु तन्हा छोड़ के ना जाया करो,
-श्लोका

——————

આ કવિતામેં અમારા જન્મથી હિન્દીભાષી એવા સામેવાળા માસીને સંભળાવી, તો એમણે થોડી લાઈનો એમાં ઉમેરી આપી અને નીચેની કવિતા બની.

तन्हाई का आलम हे,
यु तनहा छोड़ के ना जाया करो,
અકેલે હી પોણી પીતે હો,
જરા તરસ્યે કો ભી પાયા કરો.
पिरोये थे कुछ सपने हमने,
यु उनको ना बिखराया करो,
અબ કૌન વીણેગા ઉન સપનો કો,
જરા જવાબ બતાયા કરો?
गम-ऐ-बाज़ार की एन गलियों में,
यु मेरे गमो को ना बेचा करो,
ફુટી કૌડી ભી નહિ આયેગી,
ભલેને ગમ્મે એટલા બઘવાયા કરો.
आहटो से तेरी बने हे सिलसिले आहट के,
यु आहटो को तुम ना सुलगाया करो,
આગ લગ જાયેગી તો ક્યા તુમ ઓલવને આઓગે,
જરા ફાયર એમ્બ્યુલન્સ બુલાયા કરો.
यु तन्हा छोड़ के ना जाया करो.

– સામેવાળા માસી

——————

તા.ક. – કોઈ એ મને પૂછ્યું, “તને સળી કરવાથી શું ફાયદો થાય છે?” તો મેં “બ્લુ  અમ્બ્રેલા”નો આ ડાયલોગ બતાવ્યો.

જુનું તો થયું રે ડબલુ જુનુ તો થયું – YOUTUBE VERSION

એમ તો આ પહેલા પણ આ ગીત આ બ્લોગ પર પોસ્ટ કર્યુ હતુ (લિંક – જુનું તો થયું રે ડબલુ જુનુ તો થયું ), પણ એ વખતે ઓડિયો જે સાઇટ પર અપલોડ કર્યો હતો અત્યારે એ સાઇટવાળાની દુકાનને તાળા વાગી ગયા છે એટલે ફરીથી એ ઓડિયોનો ઉપયોગ કરી યુ-ટ્યુબ પર ગીતના શબ્દો સાથે(હા…અમારી એ ગેરસમજ હોઇ શકે કે કોઇને શબ્દો જોઇને ગાવુ હશે 😉 ) મુકેલ છે.

(નોંધ – Listen at your own risk)

લઠ્ઠા-ગીત

અઢી અક્ષરનો લઠ્ઠો, ને ચાર અક્ષરના અમે; (નાગરીક=4 અક્ષર)
ખોટ પડી ડોઢ અક્ષરની, તો ડોઢા થજો તમે!

ત્રણ અક્ષરની પોલીસો, આ ત્રણ અક્ષરની બ્રાઈબ,
બે અક્ષરનો ઠોલો માંગે સાત અક્ષરની પ્રાઈજ (ખાઈ-પીને જલસા=7 અક્ષર)

ચાર અક્ષરના ડારૂડીયા ઝૂલતા ખુલ્લેઆમ ફરે
ખોટ પડી ડોઢ અક્ષરની, તો ડોઢા થાજો તમે!

ચાર અક્ષરની નશાબંધીમાં વેચાય હજુય પોટલીયો
પાંચ અક્ષરના કમીશનરની ખેંચાઈ ગઈ ચોટલીયો

ત્રણ અક્ષરનું લીવર કહો ને, મીથાઈલ કેટલો ખમે ?
ખોટ પડી ડોઢ અક્ષરની, તો ડોઢા થાજો તમે!

પાંચ અક્ષરનો અશોકભટ, બે અક્ષરનો શાહ
અઢી અક્ષરનો લઠ્ઠો બનાવે અઢી અક્ષરનો શ્વાન!

ડોઢ અક્ષરનો તાળો જો મળે, તો સઘળા મરે,
ખોટ પડી ડોઢ અક્ષરની, તો ડોઢા થજો તમે.

– તેજસ ભાવસાર

નોંધ – વચ્ચે ઘસાયી ગયેલી કેસેટ જેવી ઇફેક્ટ જાણી જોઇને આપવામાં નથી આવી…એ ખામીયુક્ત કોમ્પ્યુટરનુ પરિણામ છે…
રેકોર્ડિંગમાં વચ્ચે ફોન આવતા રેકોર્ડિંગ અટકી ગયેલ તેની નોંધ લેવી…રિંગ આવવા વાળા ભાગને કાપવામાં આવેલ નથી(જો કે ફોન પરની વાતચીત ને કાપવામાં આવેલ છે)…અને એ પંક્તિ ફોન પત્યા બાદ ફરીથી ગાયેલ છે…

શું તમને લાગે છે તમે નાચી શકો છો? (So You Think You Can Dance)

એક અમેરિકન રિયાલીટી શો  “so you think you can dance” માં થોડા દિવસ પહેલા બે પ્રતિયોગીઓ ને  બોલિવુડ નાં કોઇ પણ ગીત પર ન્રુત્ય કરવાનું હતું… અને એ લોકો એ “ઓમ શાન્તિ ઓમ” નું “ધુમ તાના ” ગીત પસંદ કર્યું.
એમનો પ્રયાસ, પ્રેક્ષકો અને નિર્ણાયકોનો પ્રતિસાદ જુઓ આ નીચેના વિડીઓમાં