કવિતામાં ઘુસણખોરી – રેડિયો પર

(Thanks Tushar Acharya for the audio clip)

(કવિતાની લીંક)

તા.ક. – જે દિવસે આ કવિતા પોસ્ટ કરી એ દિવસે ‘હિન્દી દિવસ’ હતો, અને એ વાત કવિતા પોસ્ટ કરી એના પછી મને ખબર પડી હતી.

કવિતામાં ઘૂસણખોરી

तन्हाई का आलम हे,
यु तनहा छोड़ के ना जाया करो,
पिरोये थे कुछ सपने हमने,
यु उनको ना बिखराया करो,
गम-ऐ-बाज़ार की एन गलियों में,
यु मेरे गमो को ना बेचा करो,
आहटो से तेरी बने हे सिलसिले आहट के,
यु आहटो को तुम ना सुलगाया करो,
यु तन्हा छोड़ के ना जाया करो,
-श्लोका

——————

આ કવિતામેં અમારા જન્મથી હિન્દીભાષી એવા સામેવાળા માસીને સંભળાવી, તો એમણે થોડી લાઈનો એમાં ઉમેરી આપી અને નીચેની કવિતા બની.

तन्हाई का आलम हे,
यु तनहा छोड़ के ना जाया करो,
અકેલે હી પોણી પીતે હો,
જરા તરસ્યે કો ભી પાયા કરો.
पिरोये थे कुछ सपने हमने,
यु उनको ना बिखराया करो,
અબ કૌન વીણેગા ઉન સપનો કો,
જરા જવાબ બતાયા કરો?
गम-ऐ-बाज़ार की एन गलियों में,
यु मेरे गमो को ना बेचा करो,
ફુટી કૌડી ભી નહિ આયેગી,
ભલેને ગમ્મે એટલા બઘવાયા કરો.
आहटो से तेरी बने हे सिलसिले आहट के,
यु आहटो को तुम ना सुलगाया करो,
આગ લગ જાયેગી તો ક્યા તુમ ઓલવને આઓગે,
જરા ફાયર એમ્બ્યુલન્સ બુલાયા કરો.
यु तन्हा छोड़ के ना जाया करो.

– સામેવાળા માસી

——————

તા.ક. – કોઈ એ મને પૂછ્યું, “તને સળી કરવાથી શું ફાયદો થાય છે?” તો મેં “બ્લુ  અમ્બ્રેલા”નો આ ડાયલોગ બતાવ્યો.

સામેવાળા માસી

જેમના કારનામાંઓથી આખી સોસાયટી ત્રાસી છે,
એ ધર્મ-ધુરંધર પરમ પૂજ્ય મારા સામેવાળા માસી છે.

સવારથી સાંજ સુધી પંચાત ચાલે છે એમની,
સોસાયટીના બધા ઘર ફરે છે, અખંડ પ્રવાસી છે.
…એ ધર્મ-ધુરંધર પરમ પૂજ્ય મારા સામેવાળા માસી છે.

અડધો કચરો આગળવાળાને ત્યાં અને અડધો કચરો પાછળ,
પણ એમની પોતાની સૌથી ચકચકિત અગાસી છે.
…એ ધર્મ-ધુરંધર પરમ પૂજ્ય મારા સામેવાળા માસી છે.

કમ્પાઉન્ડમાં બોલ પડતા-વેંત જ જપ્ત કરી દે એ,
એમનાં કરતૂતોથી અમારી આખી ક્રિકેટ-ટીમ ત્રાસી છે.
…એ ધર્મ-ધુરંધર પરમ પૂજ્ય મારા સામેવાળા માસી છે.

“મોંઘા હૈ, થોડા વાજબી બોલો” “પોન્ચમેં દો, વરના હેંડો”;
હિન્દી તો એમ બોલે જાણે જન્મથી હિન્દીભાષી છે.
…એ ધર્મ-ધુરંધર પરમ પૂજ્ય મારા સામેવાળા માસી છે.

– સાક્ષર

તા.ક. – “ભૈ’શાબ આમને બૌ પંચ્યાત”