સામેવાળા માસી

જેમના કારનામાંઓથી આખી સોસાયટી ત્રાસી છે,
એ ધર્મ-ધુરંધર પરમ પૂજ્ય મારા સામેવાળા માસી છે.

સવારથી સાંજ સુધી પંચાત ચાલે છે એમની,
સોસાયટીના બધા ઘર ફરે છે, અખંડ પ્રવાસી છે.
…એ ધર્મ-ધુરંધર પરમ પૂજ્ય મારા સામેવાળા માસી છે.

અડધો કચરો આગળવાળાને ત્યાં અને અડધો કચરો પાછળ,
પણ એમની પોતાની સૌથી ચકચકિત અગાસી છે.
…એ ધર્મ-ધુરંધર પરમ પૂજ્ય મારા સામેવાળા માસી છે.

કમ્પાઉન્ડમાં બોલ પડતા-વેંત જ જપ્ત કરી દે એ,
એમનાં કરતૂતોથી અમારી આખી ક્રિકેટ-ટીમ ત્રાસી છે.
…એ ધર્મ-ધુરંધર પરમ પૂજ્ય મારા સામેવાળા માસી છે.

“મોંઘા હૈ, થોડા વાજબી બોલો” “પોન્ચમેં દો, વરના હેંડો”;
હિન્દી તો એમ બોલે જાણે જન્મથી હિન્દીભાષી છે.
…એ ધર્મ-ધુરંધર પરમ પૂજ્ય મારા સામેવાળા માસી છે.

– સાક્ષર

તા.ક. – “ભૈ’શાબ આમને બૌ પંચ્યાત”

30 thoughts on “સામેવાળા માસી

  1. આ બધી લાક્ષણિકતાઓ એક જ માસીમાં તો નથી(એટલે હું જેટલા માસીઓને ઓળખું છુ એમાંથી) … આ તો બધી અલગ અલગ લાક્ષણિકતાઓ લઇને એક કાલ્પનિક માસી બનાવ્યા છે એમની પર લખ્યું છે… 😉

 1. સાક્ષરભાઈ આપની આ કવિતા “સામેવાળા માસી” ની લિંક મારા એક મિત્ર દ્વારા મળી ખુબ આનંદ થી વાંચી તમારી બધી રચના.. ખુબ ખુબ મજા પડી.. અને તમારી દરેક તા.ક. તો વઘારેલા ભાતમાં લવીંગ જેવુ કામ કરે છે

 2. ગઝલ સાથે ગીતની શૈલીનો સરસ ને સફળ પ્રયોગ ! તા.ક. મૂકવાનો તમારો રિવાજ બહુ ગમ્યો.

  વિનયભાઈ માટે ‘સાક્ષાત્ હ્યુમન ગુગલ’ કહીનેય તમે શબ્દને સાર્થક કર્યો !

 3. It was nice to talk last evening….You wrote a Hasya Kavita…. Great vision of people like ” માસી ” હાસ્ય દરબાર પર કૉપી-પેસ્ટ થઈ છે! and link is there too.
  Thanks again.

  ‘સવારથી સાંજ સુધી પંચાત ચાલે છે એમની,

  સોસાયટીના બધા ઘર ફરે છે, અખંડ પ્રવાસી છે.

  અડધો કચરો આગળવાળાને ત્યાં અને અડધો કચરો પાછળ,

  પણ એમની પોતાની સૌથી ચકચકિત અગાસી છે.’

  Let Gujarati Kavita be known… you can listen on Radio too……

  .

 4. આમ તો આખી રચના જ મજાની છે પણ આપણા ગુજરાતી લોગો કા હિન્દી તો તમે કેટલા સરસ પકડેલા હય સાક્ષરભાઈ, માનના પડેગા!

  “મોંઘા હૈ, થોડા વાજબી બોલો” “પોન્ચમેં દો, વરના હેંડો”; …વાહ વાહ, વાહ વાહ!

 5. સરસ રચના સાક્ષરભાઇ…અમારી સોસાયટીમા પણ આવા જ એક માસી છે.હવે એમને કહુ છુ કે મારા જેવા ત્રાસી ગયેલા એક મિત્રએ કંટાળી આ રચના નેટ પર મુકી છે…

  -સોહમ રાવલ(www.soham.wordpress.com)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s