વાર્તામાં વળાંક: શિયાળ અને બગલો

એક બગલો — શિયાળ ને પોતાને ત્યા જમવા બોલાવુ —- ખિર કુજા મા ખાવા આપવિ શિયાળ નુ મોઢુ કુજા માઁ ના ઘુસવુ ભુખ્યા રેહવુ ——- બદલો લેવા બગલા ને પોતાને ઘેર જમવા આમત્રણ આપવુ ——–રકાબિમા ખિર ખાવા આપવિ બગલા નુ ભુખ્યા રેહવુ ——– શિયાળ નુ બગલા ને પણ ખઇ જવુ

ભાગ ૧ – એક બગલો હતો, એ ઇલેક્શન માં ઉભો હતો. વિશ્વાસનો મત જીતવા માટે એને માત્ર એક મત ખુટતો હતો. એટલે એ મત મેળવવાની લાલચે એણે એક શિયાળને પોતાના ઘરે જમવાનું આમંત્રણ આપ્યું. હવે શિયાળને એક ટાઇમનો ખાવા નો મેળ પડી ગયો એટલે એણે ખુશ થઇને પોતાનો વિશ્વાસનો મત બગલા માટે જાહેર કરી દિધો. પણ જ્યારે શિયાળ બગલાનાં ઘરે ખાવા આવ્યું ત્યારે બગલાએ શિયાળને કુંજામાં ખીર ભરીને આપી(પ્લિઝ એવુ ના પુછશો કે બગલાએ ખિર કેવી રીતે બનાવી, અમારે મુદ્દાઓને વળગી રહેવુ પડતુ હોય છે, મજબુરી છે)

ભાગ ૨ – શિયાળ ચતુર હતો એ બગલાની આ ખીર નહિ ખવડાવાની ભાવના ને સમજી ગયો પણ એણે એક ઉપાય કર્યો, પથ્થર લઇને કુંજામાં નાંખ્યા(કેમ કાગડા એકલા હોશિયાર હોય છે કાંઇ) એટલે ખીર કિનારી પર આવી અને એણે પીધું પણ પછી ઉતાવળમાં કુંજો પડી ગયો એટલે એને બધી ખીર પીવા ના મળી.

(શિયાળનો બદલો આવતા અંકે)

ભાગ ૩- હવે ઇલેક્શનમાં બગલો જીતી ગયો તો એને ધન્યવાદ આપવા માટે શિયાળ એ બગલા ને પોતાના ઘરે જમવા બોલાવ્યો અને રકાબીમાં ખીર આપી (શિયાળે ખીર કેવી રીતે બનાવ્યુ તે જાણવા માટે ભાગ -૧ જુઓ), હવે બગલાએ પણ રકાબી માં પથ્થર નાંખ્યા(નકલમાં અકલ વાપર્યા વગર) અને રકાબી તુટી ગઇ અને એને ખીર ખાવા ના મળી. હવે શિયાળ બગલાને ખાવા જતો હતો ત્યારે જ બગલાએ કીધુ કે અમે તમને રેલ્વે મંત્રાલય આપવાનાં છે અને તમે અમને મારવા માગો છો. આ સાંભળી શિયાળે બગલાને મારવાનું માંડી વાળ્યુ અને રેલ્વે મંત્રાલય લઇ લીધુ અને બધી દુશ્મની છોડી દીધી.

બોધ – ખુરશી મળતી હોય ત્યારે બદલાની ભાવના છોડી દેવી જોઇએ.

વાર્તામાં વળાંક – સિંહ અને શિયાળ

એક સિંહ —- જંગલ ના બધા પ્રાણીઓને મારી નાખતો તો —-જંગલ ના પ્રાણિઓએ આજીજી કરી —- અમે રોજ એક એક પ્રાણી તમારી ગુફા સામે આવી જઈશુ—તમે અમને ખાઈ લેજો—— શીયાળ નો વારો આવ્યો — એંણે સિંહ ને કીધૂ —-કુવા મા બીજો સિંહ છે— સિંહ નુ ગુસ્સે થવુ કુવા મા કુદકો મારવો—સિંહ નુ મુત્યુ

એક વખત એક સિંહ હતો તેનુ નામ મનમોહનસિંહ ( નામ બદલેલ છે 😉 ). એ જંગલનો રાજા તો હતો પણ જંગલનાં સભ્યો એનાથી બહુ જ બીતા હતાં, એ બધાનો શિકાર કરતો હતો. હવે બધા પ્રાણીઓ એ વિચાર્યુ કે આવી રીતે તો એક દિવસ બધાનો નાશ થઇ જશે, એટલે બધા એ ભેગા મળી ને વિચાર્યું કે આપણે મનમોહનસિંહને કહીએ કે અમે રોજ એક પ્રાણી આવીશું. પણ પછી બધા પ્રાણીઓમાંથી શિયાળ આ વાત કહેવા ગયું મનમોહનસિંહ પાસે, પણ મનમોહનસિંહે વાત સાંભળ્યા વગર જ એને મારી નાખ્યું, હવે એ શિયાળની વિધવા શિયાળણ એ નાનકડા શિયાળ પાસે આ વાત છુપાવી રાખી અને ખાલી એમ જ કહ્યું કે તારા પપ્પા એક્સીડન્ટમાં મરી ગયા હતા. મનમોહનસિંહ એનો ક્રુર ખેલ ચાલુ રાખ્યો તો. બધા પ્રાણી વિચારતા હતાં કે હવે શું કરીશું એને આપણો વિચાર કોણ કહેવા જશે. એ તો સાંભળ્યા વગર જ મારી નાખે છે, એક ઉંદર સભામાં હતું એણે કીધું કે આપણે સિંહના ગળામાં ઘંટ બાંધી દઇએ એટલે એ આવે એટલે ખબર પડિ જાય અને કોઇ એ કહેવા જવાની પણ જરુર નથિ સિંહને અને પેલા શિયાળની જેમ કોઇ મરે પણ નહિ. આ વાત સાંભળીને પેલા શિયાળનુ બચ્ચુ ભડક્યું અને ઘરે જઇને એની માને કીધું, “મા તે મારાથી આ વાત કેમ છુપાવી? મને કેમ કીધું કે તારા પપ્પા એક્સીડન્ટમાં મરી ગયા હતા”… અને એનામાં બદલાની આગ ભભૂકી ઉઠી… અને એ ગયું સિંહની ગુફામાં એને પક્ડી ને ઢસેડી ને બહાર લાવ્યું અને જંગલમાં એક કુવો હતો એમાં એને પોતાનું મોઢૂં છેલ્લી વાર બતાવી ને બોચી પકડી ને નાંખી દીધું. બધા પ્રાણીઓ ખુશ થઇ ગયા…

બોધ – બદલાની આગ થી કોઇ નથી બચી શક્તું કોઇ નહિ.