गिरा हुआ बच्चा

બાળક રડ્યું.

“જો કીડી મરી ગઈ”

બાળક હસ્યું.

-સાક્ષર

તા.ક. –  શીર્ષકને દ્વિઅર્થી બનાવવા માટે હિન્દીમાં રાખ્યું છે 🙂

ઉત્તરાયણ હાઈકા

બે લચ્છીઓ,
એક પીલ્લું બનતા
પડેલી ગુંચ.

ઝંડુ છે ભઈ,
પતંગ પકડે બી
અને ફાડે બી.

એન્ટેના -> હાથી?
કાં તો પતંગ ઝાલે,
કાં તો ફીરકી.

સારી પતંગ,
કિન્ના ય પરફેક્ટ;
પવન નહિ.

સાંકળ “આઠ”,
“આઠસો” હોત તોય
દત્તિ પડત.

આ સાલ પણ
આખી ઉત્તરાયણ
ગૂંચો ઉકેલી.

– સાક્ષર

તા.ક. –
૧. આ વખતે બે લાઈનની વચ્ચે પણ લખવા નો પ્રયત્ન કર્યો છે, તમે વાંચવાનો પ્રયત્ન કરજો.
૨. મુકેલ ઈમેજમાં જે દેખાય છે એને દત્તિ જ કહેવાય કે બીજું કંઈ એવો પ્રશ્ન થયો હતો ? ગુજરાતીલેક્સિકોન સહમત થયું, પણ ગુગલમાં “દત્તિ” સર્ચ કર્યું તો ખાલી ૪ એન્ટ્રી મળી. (એ પણ રીલેટેડ નહિ)
3. ઉત્તરાયણ પર વધારે હાઈકા બનાવવા માટે પ્રેરવા બદલ બીરેન કાકાનો આભાર. 🙂

હેડકીઓ

બાપુ વિચારે,
આટલી હેડકીઓ!
આજે કેમ?

– સાક્ષર

તા.ક. – “પ્રાથમિક શાળામાં ત્યારે એવું સાંભળતા કે ગાંધીજી કહેતા ચોરી કરવી એ પાપ નથી, પકડાવું એ પાપ છે. જો કે અભ્યાસમાં હું પહેલેથી જ એટલો તેજ કે એમણે કહેલું છે કે નહી એ વિશે મને પાક્કી ખબર નથી!  {નહીતર કહેત કે રાષ્ટ્રપિતા પાસેથી (બીજું બધુ છોડીને) આવું જ શિખવાનું ?!}” – રજનીભાઈ અગ્રાવત

(તા.ક. સાથે બાપુને એક હેડકી આપડી તરફથી, જય હિન્દ, જય ભારત)

નવો રાવણ (હાઈકુ)

ગઈ સાલ તો
બાળ્યો’તો:  ને આ સાલ
નવો રાવણ!!!!!

-સાક્ષર

તા.ક. – દશેરા એટલે બુરાઈ પર અચ્છાઈનો વિજય અને રાવણને બુરાઈના પ્રતિક તરીકે બાળવામાં આવે છે. દશેરાના દિવસે આપણે બુરાઈનો નાશ(રાવણ-દહન) તો કરી દઈએ છે, પણ એક વર્ષ પછી પાછો બીજો રાવણ તૈયાર જ હોય છે દહન માટે…. જય શ્રી રામ 🙂