કમળો

તારા શાંત નેત્ર-સમુદ્રમાં ઘૂમી રહ્યા છે , એ વમળો તો નથી ને?
તારી આંખો તારા પીળા ડ્રેસ સાથે મેચ થાય છે એ વાત સારી છે,
પણ કાલે ડોક્ટરને બતાવી આવજે, જો જે, તને કમળો તો નથી ને?

તા.ક. –

This post is dedicated to my fiancée Manali who is suffering from Jaundice, I hope she is feeling better.

સાક્ષર કે સલમાન ખાન?

સોબત કરતાં પુસ્તકની બે બાજુનું માન:
વાંચો તો બનો “સાક્ષર” , ને ઉંચકો તો સલમાન-ખાન.

– દળદાર પુસ્તકો ડમ્બેલ તરીકે વાપરી સલમાન ખાન બનવાનો પ્રયાસ કરતો નામનો “સાક્ષર”
“હું SAKSHAR સાક્ષર થાઉં તો ઘણુ ;)”

(પ્રેરણાસ્ત્રોત – સોબત કરતાં શ્વાનની…)

બઘવાઇ જવાય એવી એક વાત થઇ છે

બઘવાઇ જવાય એવી એક વાત થઇ છે,
અરીસામાં કોઇ બીજા સાથે મુલાકાત થઇ છે;
ધીરે ધીરે આખો ધોળિયો થઇ જઇશ,
હમણા તો વાળથી શરુઆત થઇ છે.

(સવારે ઉઠીને અરીસામાં કાળા વાળની અંદર સફેદ વાળ જોતા આવેલો વિચાર)

– સાક્ષર

*******************************************************

(ADDED after comment by Nare Mistry)

  • I came here(USA) to do my Masters in Computer Science. So, since I came here, my friends in INDIA tease me like “તુ USA જઇને ધોળિયો થઇ જવાનો છે”…so this is like reply to that…
  • “How can you say of other person? its your image only! ”
    ગઇકાલે સવારે અરીસામાં જોયુ તો જે માણસ જોયો તો એના માથામાં સફેદ વાળ નહોતા…અને આજે જેને જોઉ છુ એના માથામાં સફેદ વાળ છે… એ રીતે “other person”…

આળસ

આ સમર જોબ ચાલુ થઇ ત્યારથી થોડા નવાં કામ આવી ગયાં, કોલેજમાં ટી-શર્ટને જીન્સ પહેરતાં’તા એટલે ઇસ્ત્રીની કોઇ ઝંઝટ જ નહિ, અને હવે જોબ માટે ફોર્મલ પહેરવાં પડે છે એટલે દર વીકએન્ડમાં ઇસ્ત્રી કરવાની ઝંઝટ અને આ પાછું ઇંડીયા તો છે નહિ કે ઇસ્ત્રીવાળા કાકા આવી ને કપડાં લઇ જાય અને બીજા દિવસે પાછા આપી જાય, એ બે ક્ષણો વચ્ચેની ક્ષણોમાં શું થાય છે એ હમણાં જાણવા મળ્યું જ્યારે ઇસ્ત્રી કરવા બેઠો, એમ તો પહેલાં બે ત્રણ વાર કરી હતી જાતે પણ એકાદ શર્ટ આવી રીતે અઠવાડીયાનાં કપડા પહેલી વાર લઇને બેઠો’તો અને બધા કહે છે એમ જેમ જેમ આગળ વધો જવાબદારી વધતી જાય એનું સામાન્ય ઉદાહરણ મને આ કિસ્સામાંથી જ મળી ગયું, ઇસ્ત્રી કરવાની જવાબદારી વધી ગઇ. હવે ઇસ્ત્રી કરવામાં થોડા અડધી બાંયના શર્ટ હતાં ને થોડા આખી બાંયનાં, તો મારા આળસુ સ્વભાવને લીધે મેં એક સામાન્ય અવલોકન કર્યું અને એ પ્રમાણે બીજા અઠવાડીયાથી શર્ટ પહેરવાનાં ચાલું કર્યાં. અને એના પરથી મને મારા પર એક શેર સુઝ્યો,

“આમ તો હું લાગું છું શાંત પાણી, પણ અંદરથી હું ગહેરું છું,
ઇસ્ત્રી કરવાંમાં પણ આળસુ છું, એટલે અડધી બાંયના શર્ટ પહેરું છું”
-સાક્ષર, જૂન ૧૦, ૨૦૦૮.

અહીં આળસની જ વાત કરું છું તો બીજો પણ એક કિસ્સો યાદ આવી ગયો, મારો એક મિત્ર રવિ પારેખ, એ પણ મારા જેવો આળસું અને આળસુ લોકો આળસ ખરાબ છે એવું તો ક્યારેય કબૂલે નહિ, તો એ હમેશા કહેતો કે, “કમ્પ્યુટર એન્જીનીયર હંમેશા આળસુ હોવા જોઇએ.” અને એનું કારણ એનાં જણાવ્યા પ્રમાણે એ હતું કે જો આપણે આળસુ હોઇશું તો જ ક્રીએટીવ વિચારો આવશે જેનાથી લોકો ને સરળતા પડે અને એમ પણ કમ્પ્યુટરનું કામ લોકોનું કામ ઓછું કરવાનું જ છે એટલે આપણે જેટલા વધારે આળસુ એટલું સારું. 😉 કોઇ કવિએ પણ આળસ વિશે આવું કંઇક કહ્યું છે, મેં ક્યાંક સાંભળ્યું’તું, કોઇને કવિનું નામ ખબર હોય તો પ્લીઝ જણાવજો..

“હું પણ કશું માંગુ નહિ, એ પણ કશુ આપે નહિ,
મારા જ જેવો આળસુ પરવરદિગાર છે.”

 

એક શેર

એક મિત્ર નેહલે એનાં ઓરકુટ પર આ લાઇન રાખી’તી કે,
“પૈસા હાથનો મેલ છે ને મારા હાથ ચોખ્ખા છે!!!”

તો એના પરથી આ શેર લખી નાંખ્યો,

“પૈસાનો તું રંજ ન કર ભાગ્ય તારાં નોખા છે,
પૈસા હાથનો મેલ છે ને ભલે હાથ તારા ચોખા છે.”

-સાક્ષર, તા. ૯ જુન, ૨૦૦૮