સભર એ રહ્યો

(રાગ- સફર – જબ હેરી મેટ સેજલ)

જેણે એની વાત ટાળી,

એને યાદ આવી નાની ,

તમોને ખબરછે?

કોણ એવું તો સબળ છે?

બતાવો?

આવડે ને તો બતાવો…

જે પણ એની સામે આયા

એણે એવા તો  ઘુમાયા

સહુ કોઈ નાઠા,

આ હું કોની ગાઉં ગાથા?

બતાવું

થોડી વારમાં બતાવું..

એ આમતો છે ડાહ્યો ને આદમી ભલો છે…

પણ આમપા છો ગડબડ એ કરતો રહ્યો છે…

મોટા હો કે નાના ના ભેદ્ભાવ રાખે

એ સૌ ને બૌ મારે
ગોબા પાડી નાખે

જનમ દિવસોનો ફરક ના પડ્યો…

સભર એ હતો ને સભર એ રહ્યો..

એ રહ્યો…

હદો સરહદોનો ફરકના પડ્યો

સભર એ હતો ને સભર એ રહ્યો..

એ રહ્યો…

તાલી, ટપલી, ચીમટી એને ના લુભાવે,

ધક્કા મુક્કાઓ થી એને સારું ફાવે,

લાવે અંધારા, એ આંખે લાવે અંધારા.

એ સવારે જ્યારે જ્યારે જાગે છે,

કુતરા બુતરા ગાયો બાયો ભાગે છે

બધા બિચારા, પશુ પંખીઓ બિચારા…

નગરની નજરમાં કબરએ રહ્યો…

સભર એ હતો ને સભર એ રહ્યો…

જનમ દિવસોનો ફરક ના પડ્યો…

સભર એ હતો ને સભર એ રહ્યો..

ગબ્બર બનવામાં સફળ એ રહ્યો…

સભર એ હતો ને સભર એ રહ્યો..

એ રહ્યો… એ રહ્યો…

-સાક્ષર

તા.ક. – લગભગ ૧.૫ વર્ષ પછી બ્લોગ પર પાછો આવ્યો અત્યાર સુધીનો બે પોસ્ટ્સ વચ્ચેનો સૌથી મોટો ગાળો. જો કોઈ હજુ પણ બ્લોગ વાંચતું હોય તો Thank you!!! 🙂

 

13 thoughts on “સભર એ રહ્યો

  1. હું વાંચું છું ! RSS FEED થકી FLYM એપ ની મદદથી હું બધા અપડેટ્સ મેળવું છું. વેલકમ બેક ! (આ પ્રતિભાવ આપવા સ્તો ખાસ એપ છોડીને અહીં સાઈટ પર આવ્યો છું.)

Leave a comment