શું તમને લાગે છે તમે નાચી શકો છો? (So You Think You Can Dance)

એક અમેરિકન રિયાલીટી શો  “so you think you can dance” માં થોડા દિવસ પહેલા બે પ્રતિયોગીઓ ને  બોલિવુડ નાં કોઇ પણ ગીત પર ન્રુત્ય કરવાનું હતું… અને એ લોકો એ “ઓમ શાન્તિ ઓમ” નું “ધુમ તાના ” ગીત પસંદ કર્યું.
એમનો પ્રયાસ, પ્રેક્ષકો અને નિર્ણાયકોનો પ્રતિસાદ જુઓ આ નીચેના વિડીઓમાં

શાહબુદ્દીન રાઠોડ

ગ્રેટ ઇન્ડીયન લાફ્ટર ચેલેન્જની ૪ સિઝન આવી ગઇ. દર વખતે એ લોકો કંઇક નવું લાવવાનો પ્રયત્ન કરે છે, લોકો ને હસાવવાનાં ભાગરુપે. એની સામે આ છે શાહબુદ્દીન રાઠોડ, મેં એમની ૫ કેસેટ સો વખત સાંભળી હશે અને દર વખતે હું વધુને વધુ હસું છું, આખા પરિવાર સાથે માણી શકાય અને જ્ઞાન સાથે ગમ્મત પીરસનાર મહાનુભવ એટલે આપણા શાહબુદ્દીન રાઠોડ. પ્રસ્તુત છે એમનાં અમદાવાદમાં થયેલા એક લાઇવ પ્રોગ્રામનાં થોડા વિડીઓ.

Shabuddin Rathod Live in Abad Part 1 of 6
Shabuddin Rathod Live in Abad Part 2 of 6

Shabuddin Rathod Live in Abad Part 3 of 6

Shabuddin Rathod Live in Abad Part 4 of 6

Shabuddin Rathod Live in Abad Part 5 of 6

Shabuddin Rathod Live in Abad Part 5 of 6

જીના ઇસીકા નામ હૈં

પહેલાં થોડા સોન્ગસ જાતે ગાઇને રેકોર્ડ કર્યાં,બાકી જે જગજીતસિંહવાળું ગીત છે એમાં ખાલી લિપ સિન્ક કર્યું અને પછી એક સાઇટ મળી ગીતનેટ.કોમ જેના પર કારાઓકે મળી રહેતાં હતાં, એટલે પહેલીવાર કારાઓકે સાથે પ્રયોગ કર્યો અને પ્રયોગ જ કરવાં બેઠા’તાં તો બધાં પ્રયોગ કરી લીધાં, પહેલાં કારાઓકે વર્સન ને રેકોર્ડ કર્યું, પછી એને હેડફોનથી સાંભળીને મારો અવાજ ખાલી રેકોર્ડ કર્યો આ બંને રેકોર્ડીંગ માટે વિન્ડોઝનું સાઉન્ડ રેકોર્ડર વાપર્યું, પછી ઓડેસીટી નામનાં સોફ્ટવેરથી આ અવાજ અને સંગીત બંને ભેગા કર્યાં અને એ ફાઇલ સેવ કરી અને વગાડી અને મારો વેબકેમ લઇ ને ખાલી હોઠની મુવમેન્ટ કરી અને વિડીઓ અને ઓડિઓને વિન્ડોઝ મૂવી મેકરથી ભેગા કર્યાં એના પરિણામે આ વિડીઓ બન્યો, અને મારા વિડીઓસમાં બીજા ક્રમાંકે હીટ્સ ધરાવતો વિડીઓ. આ બધું કર્યા પછી થોડો આત્મવિસ્વાસ પણ આવી ગયો કે જો માસ્ટર્સ પુરું થાય ત્યારે કમ્પ્યુટર સાયન્સનું માર્કેટ ડાઉન હશે તો આપણે ઓડીઓ ને વિડીઓ એડીટીંગ માં ઝંપલાવી દઇશું. 😉

શહેરની આ દોડમાં દોડી ને કરવું શું છે?

લગે રહો મુન્નાભાઇમાં વિધ્યા બાલનનો સૌથી પહેલો ડાયલોગ અને આજના જીવન માટે એકદમ સચોટ ડાયલોગ, મેં ગુજરાતી માં અનુવાદ કરવાનો ટ્રાય કર્યો છે અને ગુજરાતી અને હિન્દીની સમાનતાને કારણે એકદમ પ્રાસ સાથે અનુવાદ થઇ ગયો છે અને મેં રેકોર્ડ કરી ને યુ-ટયુબ પર અપલોડ કર્યો અને પરિણામ મારા બધા વિડિઓમાં સૌથી વધારે વ્યુસવાળો વિડીઓ. મને એનો ગર્વ છે પણ એની ક્રેડિટ જાય છે આ સંવાદ લખવાવાળાને.

મહેન્દ્ર માટે…

આ છે મહેન્દ્ર… એની સાથે રોચેસ્ટર આવી ને પહેલી મુલાકાત થઇ, એકદમ ઇન્ટેલિજન્ટ બંદો… ઇન્ડિયામાં ૨ વર્ષનો લેહમન બ્રધર્સમાં એક્સપિરિયન્સ અને અહીંયા અત્યાર સુધી બધા સબજેક્ટમાં “એ” ગ્રેડ, ગ્રેટ કુક, મસ્તી કરવામાં ચેમ્પિયન… ટુંકમાં કહુ તો “હર ફન મૈાલા” (ઓલરાઉન્ડર)… અને આર.આઇ.ટીમાંથી માઇક્રોસોફ્ટમાં કો-ઓપ મેળવનાર પ્રથમ વિધ્યાર્થી… આજે અહીંથી ત્રણ મહિના માટે સિએટલ જવા માટે નીકળે છે, એ નિમિત્તે એના ફેવરેટ જગજિતસિંહ નું મેં અને એણે સાથે લિપ સિન્ક કરી ને ગાયેલું એક સોન્ગ અને ખુબ શુભકામનાઓ…

તુનક તુનક ધુન અને પિયા ગએ બોસ્ટોન

તુનક તુનક ધુન અને પિયા ગએ બોસ્ટોન

બોસ્ટોનને ખાલી ટેલિફોન સાથે પ્રાસમાં બેસાડવા માટે રાખ્યું છે, બોસ્ટનની જગ્યાએ.

ઓગસ્ટ એન્ડ ચાલતો હતો અને નવું લેપટોપ લીધું’તું વેબકેમવાળું તો, વીડીઓ રેકોર્ડ કરવાનો બહુ શોખ હતો, અને સંગીતનાં શોખીન તો નાનપણ થી છે જ, એટલે પાટીયું પકડી ને રુમમેટ્સ ને ભેગા કરી ને રેકોર્ડ કરી નાંખ્યા, અને ડીસેમ્બરનાં વેકેશનમાં આવા બધા વીડીઓનો ઢગલો થઇ જવાથી થોડા કાઢી નાંખ્યા અને થોડા આ બે યુ-ટયુબ પર નાંખ્યા, અને ત્યારથી યુ-ટ્યુબ પર વીડીઓ નાંખવાનો સિલસીલો ચાલું છે, એ વખતે યુ-ટયુબ માં એકાઉન્ટ પણ નહોતુ, એટલે પિલ્લાઇભાઇ નાં એકાઉન્ટમાં રાખ્યા તા.