કવિતાનું ગઝલાંતર અને રેડિયો મિર્ચી પર કવિતા

આમ ભલે મારું નામ સાક્ષર હોય પણ કવિતાના છંદની બાબતમાં હું નિરક્ષર છું. એ બાબતમાં સાક્ષર એવા શ્રી પંચમ શુક્લએ મારી એક કવિતા “ખારું કશું ન હોય“નું છંદોબદ્ધ ગઝલાંતર નીચે પ્રમાણે કર્યું છે:

ખારું કશું ન હોય તો ખાઈ બતાવ તું,
ખારું જ બધું હોય તો બીજું બનાવ તું.

અજવાળું ઓરડે નથી, શું બિલ ન’તુ ભર્યું?
કેન્ડલની લાઈટમાં જમીશું, અહીં જ આવ તું!

છો પહેરવાને ના કશું, ઓઢ્યુંય કંઈ ન હો,
માર્કેટ તિબેટી ઐં-જ-છે,  પૈસા મોકલાવ તું.

ઠોલાએ ઉભો રાખ્યો ત્યારે ટેક્સ્ટ એ મળ્યો,
“ઠોલો ઊભો છે ચોકડીએ સ્લો ચલાવ તું”

– પંચમ શુક્લ

તા.ક. – થોડા દિવસ પહેલા ફરી એક વખત રેડિયો મિર્ચી પર બીજી એક કવિતા “જાડી કન્યાની ડોલી ઉંચકતા” આવી હતી…જે તમે નીચેના પ્લેયરમાં સાંભળી શકો છો. (રેકોર્ડીંગ માટે રક્ષિતભાઈ પંડિતનો આભાર)