વાર્તામાં વળાંક: રીંછ અને બે મિત્રો

બે મિત્રો- જંગલમ ફરવા જવુ- સામેથી રિછ્નુ સામા મડવુ-એક મિત્રનુ બિજાને મુકિને ઝાડ પર ચડિ જવુ-બિજાનુ સ્વાસ રોકિને જમિન પર સુઇ જવુ- રિછ તેને સુન્ગી ને જતુ રહે છે-બિજા મિત્રનુ પુછવુ રિછે શુ કહ્યુ? -બોધ

બે મિત્રો હતા, છગન અને મગન.કંઇ કામ હતુ નહિ તો જંગલમાં ફરવા નીકળ્યા’તા. તો ચાલતા ચાલતા રસ્તામાં એ લોકો જુએ છે કે એક રિંછ રસ્તામાં પડ્યો’તો. તો પહેલા તો બંને ગભરાઇ ગયા. પણ પછી છગને હિંમત કરીને ધીમા પગે એની નજીક ગયો. જોયું તો રીંછ પડેલો જ હતો..એના ધબકારા ચેક કરવા માટે છાતી પર હાથ મુક્યો, તો રીંછે તરત જ હાથ પકડી લીધો અને એ જોઇને મગન ત્યાંથી ઝાડ પર ચડી ગયો. છગનને લઇ ને રીંછ ગુફામાં જતો રહ્યો. થોડી વાર સુધી મગન ઝાડ પર બેઠો રહ્યો પછી ગુફામાં થી લોહી નીકળતું જોઇ એ દુખી થઇ ને ઘરે જતો રહ્યો. અને છગનનો પાન નો ગલ્લો લઇ લીધો અને પોતે ચલાવવા માંડ્યો. હવે એક દિવસ મગન પાનનાં ગલ્લે બેઠો હતો ત્યારે છગન આવ્યો અને એની ફેંટ પકડી ને બહાર કાઢ્યો અને કીધુ, “આવ ગદ્દાર, તને મજા ચખાડુ છુ”… એમ કહીને એને મારવાનો ચાલુ કર્યો… અચાનક છગનનાં મગજમાં કેમિકલ લોચો થયો અને એને ગાંધી બાપુ દેખાયા…તો ગાંધી બાપુ એ કીધુ કે બેટા મારવું સહેલું છે, માફ કરવું અઘરું છે….અને મગન નાં મગજમાં કેમીકલ લોચો થયો અને એને પણ ગાંધી બાપુ દેખાયા…તો એને ગાંધી બાપુ એ કીધુ કે માફી માગ, માફી માગવી અઘરી છે લાફા મારવા કરતાં… તો આમ મગને માફી માગી અને છગને માફ કરી દીધો અને બંને પછી દોસ્ત બની ને રહ્યા. ખાધુ પીધુ ને મોજ કરી.

બોધ – રામાયણનો વાલી વધ વાળો એપીસોડ જોયા બાદ તરત લગે રહો મુન્નાભાઇ જોતા જોતા રીંછ વાળી વાર્તા લખવી નહિ.