પરપોટામાં ગોબો

‘અધીર અમદાવાદી’ એ એમનો સ્ટેટસ મેસેજ કંઇક આવો રાખ્યો હતો:

હા, ખલીલ એવું ક્શું કરીએ સૌ ચોંકી ઉઠે,

થઇ શકે તો ચાલ પરપોટામાં ગોબો પાડીએ.

તો એના પ્રત્યુત્તરમાં મેં કંઇક આવું લખ્યું:

અમને પણ આમ એક દિવસ સૌ ને ચોંકાવવાનાં અભરખા થયા’તા,
પૂછશો મા એ દિવસે કેવા ડખા થયા’તા,
હથોડી લઇને નીકળ્યા તો હતા પરપોટામાં ગોબો પાડવા;
છટકી ને પડી હથોડી પગ પર, ને લોહીલુહાણ પગરખા થયા હતા.

– સાક્ષર

તા.ક. – હું નાનો હતો ત્યારે ટ્યુશનના સર મને કહેતા હતા કે, ‘ તને સામું બોલતા સારું આવડે છે નહિ?’