10– મરજીયાત હેલ્મેટ (#100ગઝલપ્રોજેક્ટ)

આ અહીં પહોંચ્યાં પછી આટલું સમજાય છે,
આ બધું કરવામાં મારી વાટ લાગી જાય છે.

થાય છે તારી અહીં ચાંદથી સરખામણી,
સાંભળ્યું છે ચાંદ પર તું ઘણી વખણાય છે.

બોલવા ને પાળવા માં ફરક બસ એટલો,
જીભની મસ્તીમાં આખી પત્તર રગડાય છે.

આમતો ક્યારેય હેલ્મેટ નહોતું ફરજીયાત,
બસ કર્યું જાહેર, તેથી જ સરકાર વગોવાય છે.

સાક્ષર

તા.ક. – 100 ના ટાર્ગેટમાં 10 પર પહોંચ્યા પછી પહેલો વિચાર જે આવેલો એના પર છે આ ગઝલની પહેલી પંક્તિ, કવિ શ્રી રાજેન્દ્ર શુક્લની ગઝલ પરથી પ્રેરિત છે આ ગઝલ. એમની પ્રથમ પંક્તિ હતી,


“આ અહીં પહોંચ્યાં પછી આટલું સમજાય છે,
કોઈ કાંઈ કરતુ નથી આ બધું તો થાય છે”


પણ આ 10 ગઝલ લખ્યા પછી હવે ખબર પડે છે કે કેટલા 10 એ સો થાય છે. પણ હું પોતાને સાંત્વન આપ્યા કરું છું કે એક દિવસ પહોંચી જઈશું 100 પર વાંધો નહિ 🙂

4 thoughts on “10– મરજીયાત હેલ્મેટ (#100ગઝલપ્રોજેક્ટ)

  1. સરસ.

    વાટ તો લાગે પણ એમ ક્યાં અટકાય છે. ભવિષ્યમાં આ મુસાફરીને યાદ કરશો ત્યારે તેનો આનંદ જણાશે અને આપની આ મુસાફરી સુંદર ખજાનો બની જશે.

    સાક્ષરભાઈ તમે આગળ વધો, અમે તમારાં પાછળ છીએ. 👍🏼


    ના, કોઈ આંદોલન નથી કરવું. #અગ્રિમચોખવટ 🙏

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s