7- કામવાળી બાઈને (#100ગઝલપ્રોજેક્ટ)

જો પડ્યું મરચું વધારે, શું કરું પસ્તાઈને,
કોણ સંભારે મને, વિચારું હેડકી ખાઈને.

“લો સફળ થાઓ”ની એકે નકલ વેચાઈ નહિ,
ગાંડીઓ આપે સલાહો આજકાલ તો ડાહીને.

“આટલી ઓછી રજા!”ની કેમ કરે ફરિયાદ તું ?
છે રજા પણ “વર્ક ફ્રોમ હોમ”*, કામવાળી બાઈને.

દિલના જોડાણ તો મળતા નથી આસાનીથી,
શું કરૂ રાખીને હું આ હાઈસ્પીડ વાઇફાઇને.

સાક્ષર

* IT Field માં જે કામ કરતા હોય એમનું મોટાભાગનું કામ લેપટોપ પરથી જ થતું હોય એટલે જ્યારે જરૂર હોય ત્યારે “વર્ક ફ્રોમ હોમ” કરવાની છૂટ મળે, જ્યારે ઘરનું કોઈ કામ હોય કે ઘરે કોઈ બીમાર હોય.

તા.ક. – અમારે કોઈ કામવાળી બાઈ માટે સોફ્ટ કોર્નર નથી. અમારા ઘરે કોઈ કામવાળી બાઈ નથી. 🙂

5 thoughts on “7- કામવાળી બાઈને (#100ગઝલપ્રોજેક્ટ)

  1. મનનું દર્દ ભરેલું છે આ રચનામાં..


    ઓફટ્રેક: જો કોઇ સોફ્ટ કોર્નર નથી, તો કામવાળી બાઇ માટે આટલી કુમળી લાગણી કેમ?? 😀
    #સળી


    નિરવભાઇની જીજ્ઞાસા હવે અમોને પણ ઉપજી છે.

  2. મને પણ જિજ્ઞાસા થઇ. ગુજરાતી લેક્સિકોન પ્રમાણે જવાબ છે….

    સાંભરવું – સ્મરણમાં આવવું, યાદ આવવું, યાદ હોવું
    સંભારવું – યાદ કરવું, સ્મરવું

    અહીં હેડકી ખાનાર ને કોણ યાદ કરતુ હશે(સંભારતું) એવું વિચારે છે એટલે “સાંભરતું” બરાબર શબ્દપ્રયોગ ન કહી શકાય, બદલી નાખીશું…

    જિજ્ઞાસા-ભાર નિરવભાઈ 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s