હવે પહેલો વરસાદ – Parody કવિતા

વડોદરાનો વરસાદ

(પ્રેરણા: હવે પહેલો વરસાદ – ભગવતીકુમાર શર્મા અને આ ફેસબુક પોસ્ટ)

હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહિ;
હવે ડાકોર ના ગોટા અને દાળવડા મોટા અને ભજીયા નો સ્વાદ એવું કાંઈ નહિ… હવે પહેલો વરસાદ…

કોઈ દોરીના ટુકડા પર ભીના ભીના લૂગડાં લટકાવે નહિ,
મને ઉની ઉની રોટલી સાથે કારેલાંનું શાક પણ ભાવે નહિ,
કોઈ પાવરકટમાં, કોઈ અંધારપટમાં, આપે માચીસને દાદ, એવું કાંઈ નહિ.
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ, એવું કાંઈ નહીં….

બધી બારીઓ બંધ, નથી માટીની ગંધ, ના’વે ફુદા ટ્યુબલાઈટ સાથે ભમવા,
મળે કાગળ તો હોડી બનાવી ય લઉં પણ ક્યાં જાઉં હોડી લઇ રમવા!!
હવે દેડકાનું ડ્રાંઉ અને ચાતકનું wow, અને મગર ને શ્વાન, એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ, એવું કાંઈ નહીં…

– સાક્ષર

તા.ક. – અમેરિકામાં વરસાદ પડે છે ત્યારે શું નથી થતું એની કવિતા…


આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ!
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.

રમેશ પારેખ

9 thoughts on “હવે પહેલો વરસાદ – Parody કવિતા

  1. ..વરસાદી સિઝનમાં અમદાવાદ આંટો મારી લેવાનો એકવાર સાહેબ.

    પાવરકટની મજા તો નહી મળે, પણ પાણી ભરાયેલા રસ્તાઓ અને રસ્તામાં પડેલા ભુવાઓને મળવાનો લ્હાવો ચોક્કસ મળશે.. વેલકમ ટુ અમદાવાદ! 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s