લગ્ન નક્કી થયેલ છોકરાનું ગીત – સારું થયું

(રાગ – મસ્ત હુઆ, બરબાદ હુઆ – અસરાર અલી)

સારું થયું,

ઘણું સારું થયું,

મારું આ હૈયું, હવે તારું થયું…

સારું થયું,

ઘણું સારું થયું,

તારું આ હૈયું, હવે મારું થયું…

પપ્પાની ચિંતા સઘળી ટળી ગઈ,

મમ્મીને વહુ મળી ગઈ,

જન્માક્ષરોના ઢગલામાંથી

જબરી તું જડી ગઈ,

જન્માક્ષરોના ઢગલામાંથી,

જ્યારે તું જડી ગઈ,

તો પછી સારું થયું,

ઘણું સારું થયું,

મારું આ હૈયું, હવે તારું થયું…


ભાઈબંધોને મળીશ હું જ્યારે મારીશ મોટા ફાકા,

“પૈણીશ ક્યારે?” પૂછશે નહિ હવે મામા માસી કાકા,

પંડિતોને કહી દો સારા ચોઘડિયાઓ આપો,

હોલ બુક કરો, ડીજે રોકો, કંકોતરીઓ છાપો.

કેમકે પછી સારું થયું,

ઘણું સારું થયું,

મારું આ હૈયું, હવે તારું થયું…


લોકો કહે છે લગ્ન પછી થશે સુખનું પૂર્ણવિરામ,

આઝાદી છીનવાઈ જશે પોકારશો ત્રાહિમામ.

લોકોનું તો કામ છે એવું બધી જગાએ નડશે,

હું તો ખુશ છું મારી માટે જીવનસાથી મળશે.

તો પછી સારું થયું,

ઘણું સારું થયું,

સગપણ તારું મારું થયું…


– સાક્ષર ઠક્કર


તા.ક. – Dedicated to my two friends Varun and Aayush who recently got engaged🙂

 

6 thoughts on “લગ્ન નક્કી થયેલ છોકરાનું ગીત – સારું થયું

  1. vaah

    2016-09-16 2:55 GMT+05:30 હું સાક્ષર.. :

    > saksharthakkar posted: “https://www.youtube.com/watch?v=ptD-M8PxH8Q (રાગ
    > – મસ્ત હુઆ, બરબાદ હુઆ – અસરાર અલી) સારું થયું, ઘણું સારું થયું, મારું આ
    > હૈયું, હવે તારું થયું… સારું થયું, ઘણું સારું થયું, તારું આ હૈયું, હવે
    > મારું થયું… પપ્પાની ચિંતા સઘળી ટળી ગઈ, મમ્મીને વહુ મળી ગઈ, ”
    >

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s