બાબો આયો

SamarthBlogPic

કેકો બેકો કાપો, કે બાબો આયો.
હું થઇ ગ્યો છું બાપો, કે બાબો આયો.

ગોળ ગોળ ઘુમીને ઉંચો કુદકો મારી,
આપો તાળી આપો, કે બાબો આયો.

સ્થિર રહીને થાક્યો, કોઈ આવીને ઢંઢોળે;
રાહ જુએ છે ઝાંપો, કે બાબો આયો.

તાજા ખબર ગણો કે તાજા કલમ ગણો,
છાપાઓમાં છાપો, કે બાબો આયો.

ડુંડ તો વધે જ છે, હવે છાતી ય ફૂલી છે,
માપવી હોય તો માપો, કે બાબો આયો.

– સાક્ષર

તા.ક. – ૯/૯/૨૦૧૫ ના દિવસે સવારે ૯ વાગે અમારે ત્યાં બાબો(“સમર્થ”) આયો છે  , ભગવદગોમંડળમાં “બાબો” શબ્દની વ્યાખ્યા રસપ્રદ છે, એના ચાર અર્થ છે: જુઓ.

Advertisements

11 thoughts on “બાબો આયો

 1. વેલકમ બાળારાજા . . . ખુબ ભાલો , બાબુ મોશાય [ બાબા અને બાપા એમ બંને’ના જન્મ બદલ 🙂 ]

  સમર્થ ઘણું સુંદર નામ છે . [ જયારે સમર્થ મોટો થઈને આ ‘ સ્વાગત કમ સ્વગત ‘ રચના વાંચશે ત્યારે પણ તેને મજા આવી જશે , કે જેવી અમને વાંચીને મજા આવી ગઈ ! ]

  1. Thank you Niravbhai 🙂
   મોટો થઇને વાંચતો થાય એટલે એને બધી કવિતાઓ વંચાવીશ…એટલો તો ત્રાસ આપવો જ પડશે. 🙂

 2. સાક્ષર્ને ત્યાં સમથજ આવેને અભિનંદન- બાપા બન્યાનાં… જવાબદારી વધશે.. નવી વાર્તાઓ લખાશે..સમર્થ્ની મમ્મીને પણ વધાઇ.. બંને ની તબિયત સારી હશે

  1. Thank you sir! નવા અનુભવો ચોક્કસ નવી સર્જનાત્મકતા લાવશે અને નવી કવિતાઓ નવી વાર્તાઓ લખાશે 🙂
   બંને ની તબિયત એકદમ સરસ છે 🙂

 3. બાબાને ત્યાં બાબો આવ્યો માટે ખુબ અભિનંદન
  પેલું હિન્દી ગીત સાંભળ્યું હશે
  સાલા મેતો સાબ બન ગયા
  હવે એજ જગ્યા એ
  સાલા મેતો બાપ બન ગયા
  બાપ બનકે કેસે તન ગયા
  એ સુટ મેરા દેખો એ બુટ મેરા દેખો
  જેસે ટુંકા ઓર તંગ હો ગયા
  મિત્રો મેં તો બાપ બન ગયા
  બાપ બનકે કેસે તન ગયા
  યે ઘર મેરા દેખો યે ઓફીસ મેરી દેખો
  જેસે મોડેલ મેરે નર્સિંગ હોમ કા
  વાહ સાક્ષરજી વાહ સાક્ષર જી
  ડાઈપર બોટલ આપ કે હાથમે
  કિતના સુંદર લાગે ,

  વાહ સાક્ષર જી
  વાહ સાક્ષર જી
  ડાઈપર બોટલ આપ કે હાથમે
  કિતના સુંદર લાગે ,
  બેટા આપકી ગોદમેં ઔર ભી અચ્છા લાગે
  હા હા..અરે ઔર ભી અચ્છા લાગે

  ક્યાં જાનો તુમ નવ મહીનેમે
  ક્યાં ક્યાં તીર ન ઢેલા
  ક્યાં ક્યાં તીર ન ઢેલા
  સાક્ષર સે બાપ બનને તક
  હમને ક્યા ક્યા પાપડ બેલા
  ક્યા ક્યા પાપડ બેલા
  પ્યાર કા જાદુ સબ પે ચલ ગયા…..
  હા હા। ….
  સાલા મેતો બાપ બન ગયા
  બેબીસીટીગ ​કરકે મે​તો ખુદ બાબા બન ગયા ​
  સાલા મેતો બાપ બન ગયા
  બાપ બનકે કૈસા બન ગયા ……
  મેં કૈસા બન ગયા … ​

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s