એક વાર દ્રોણ, અર્જુન અને એકલવ્ય ગાડીમાં ફરવા ગયા હતા. અર્જુન ગાડી ચલાવતો હતો અને દ્રોણ બાજુમાં બેઠા હતા, અને એકલવ્ય પાછળની સીટ પર આડો પડીને ઊંઘતો હતો. દ્રોણ એકલવ્યનો આઈફોન લઇ ને Dartsની game રમતા હતા. દ્રોણ જ્યારે નિશાન લગાડવામાં વાર લગાડતા ત્યારે આઈફોન ઓટો લોક થઇ જતો હતો, એટલે અનલોક કરવા પાછળ બેઠેલા એકલવ્યને આપતા. એકલવ્ય પોતાનો અંગુઠો i-phone નાં fingerprint scanner પર મૂકીને ફોન અનલોક કરી આપતો.
આવું સાત આઠ વખત થયા પછી એકલવ્ય અકળાયો અને અંગુઠો કાપી દ્રોણને આપી દીધો અને કીધું, “એક કામ કરો ગુરુજી, આ અંગુઠો જ રાખી લો, પછી જેટલી વખત અનલોક કરવું હોય એટલું કર્યા કરો, પણ મને શાંતિથી ઊંઘવા દો”
બોધ – ઊંઘ મહત્વની છે, અંગુઠો નહિ.
Wah bhai Wah… Khatarnatk turning aa story ma apyo che ne!!!!! Pl. keep it up. May God bless you….
saras.
Nice Micro-story!Different perspective…good one Sakshar!
મસ્ત . અંગદાન’નો મહિમા વધારતી વાર્તા !!
દ્રોણે અંગુઠો માંગ્યો અને એકલવ્યે અંગુઠો બતાવી દીધો , એ પ્રકારે રીબુટ બની શકે 😉
🙂 .હવે એકલવ્ય ને સેલ્ફી લેવા નહિ મળે.
હાહા…સાચી વાત છે…
ધન્ય! ધન્ય! ‘થમ્બ રુલ’ની પ્રાપ્તિ થકી ધન્ય થયા છીએ.
excellent!!