વાંચન, લેખન અને વજન: મારું ૨૦૧૪નું પ્રગતિ પત્રક

ગયા વર્ષની શરૂઆતમાં ત્રણ સંકલ્પ કર્યા હતા, અને આ પોસ્ટમાં જાહેર પણ કર્યા હતા. દરેક સંકલ્પનું શું પરિણામ આવ્યું એ નીચે મુજબ છે:


 • આ વર્ષમાં ઓછામાં ઓછા ૨૪ પુસ્તકો વાંચવા

લાઈબ્રેરીની મેમ્બરશીપ તો ૩ વરસ પહેલાથી લીધી હતી પણ આ વર્ષે બરાબર રીતે એનો વપરાશ કર્યો. ફિક્શન, નોન-ફિક્શન, ગુજરાતી, અંગ્રેજી બધા મળીને કુલ ૧૮ પુસ્તકો વાંચ્યા. એ પુસ્તકોની યાદી જોવા માટે આ લીંક પર ક્લિક કરો.

પરિણામ –  ૭૫ ટકા. (૧૮/૨૪)

૨૦૧૫નો સંકલ્પ – ૩૦ પુસ્તકો.

૨૦૧૫માં અત્યાર સુધી વાંચેલા પુસ્તકોની સંખ્યા – .


 • આ વર્ષમાં ઓછામાં ઓછી ૨૪ બ્લોગ પોસ્ટ લખવી.

બ્લોગ પોસ્ટ્સ લખવામાં વર્ષની શરૂઆત સારી રહી પછી એકદમ ફુસ. દિલ્લીમાં જે હાલત ભાજપની થઇ એવી હાલત આ સંકલ્પમાં મારી થઇ છે (સારું છે કોંગ્રેસ જેવી ન થઇ). કારમો પરાજય. આખા વર્ષમાં માત્ર ૭ બ્લોગ પોસ્ટ.  જો કે, વર્ષના અંતના ભાગમાં લખાણના થોડા નવા ક્ષેત્રોમાં ખેડાણ પણ કર્યું. શબ્દોનું સર્જનની વાર્તાસ્પર્ધામાં ભાગ લીધો, અક્ષરનાદની માઈક્રોફિકશન સ્પર્ધામાં ભાગ લીધો (એનું હજુ પરિણામ નથી આવ્યું એટલે સ્પર્ધાની શરત મુજબ વાર્તાઓ હજુ સુધી બ્લોગ પર પ્રકાશિત નથી કરી). એકંદરે, સંકલ્પને ધ્યાન રાખતા વર્ષ ખરાબ રહ્યું પણ નવું શીખવાના અનુભવો સારા રહ્યા.

પરિણામ – ૨૯ ટકા (૭/૨૪)

૨૦૧૫નો સંકલ્પ – ગયા વર્ષ કરતા વધારે પોસ્ટ લખવી

૨૦૧૫માં અત્યાર સુધી લખેલી બ્લોગ પોસ્ટની સંખ્યા – ૨ (આ ગણીને)


 • અઠવાડિયે ઓછામાં ઓછા ૨ દિવસ, ઓછામાં ઓછી ૨૦ મિનીટ માટે સંગીત શીખવું/પ્રેક્ટીસ કરવી. (ગિટાર, તબલા કંઈપણ)

આ સંકલ્પનું પરિણામ કાઢવા માટે જોઈએ એવી માહિતીમેં ભેગી નથી કરી. એટલે  હું જે કહું એની પર જ તમારે વિશ્વાસ કરવો પડશે. દર અઠવાડિયે 20 મિનીટ એટલી તો પ્રેક્ટીસ નથી થઇ પણ સરેરાશે એટલી થઇ ગઈ હશે. ઓક્ટોબર-નવેમ્બરમાં અઠવાડિયામાં ૨ કલાકથી પણ વધુ પ્રેક્ટીસ થતી હતી. મારી કંપનીમાં અને Portland Hindi Sangam માં દિવાળીના પ્રોગ્રામ માટે એક મ્યુઝીક બેન્ડ સાથે bongo  વગાડ્યા હતા અને ગીટાર શીખવાનું પણ વર્ષ દરમ્યાન ચાલુ હતું.

બોંગો કેટલું શીખ્યો એનું પરિમાણ:

ગિટાર કેટલું આવડ્યું છે એનું પરિમાણ બતાવતો એક વિડીયો આવતા અઠવાડિયે પોસ્ટ કરીશ.

પરિણામ – પાસ (પુરતો data ન હોવાને કારણે ટકા નથી કાઢ્યા 🙂 )

૨૦૧૫નો સંકલ્પ – એક નવું વાજિંત્ર શીખવું.


તા.ક. 

 • વજન

સંગીત માટે સંકલ્પ હતો પણ પુરતો data ન હતો. વજન માટે સંકલ્પ ન હતો (વજન ઘટાડવાના થોડા પ્રયાસો હતા) પણ પુરતો data છે. 2014 નાં વર્ષમાં દર અઠવાડિયે વજન માપી અને રેકોર્ડ કર્યું હતું અને એનો ગ્રાફ નીચે મુજબ છે.

WeighGraph

ગ્રાફ પરથી એક જ્ઞાન એ મળ્યું કે નીચેની દિશામાં ગતિ કરતો વજનનો ગ્રાફ ઇન્ડિયા ગયા પછી ઉર્ધ્વ દિશામાં ગતિ કરવા લાગ્યો અને ક્રિકેટ રમવાનું બંધ કર્યા પછી એ ઉર્ધ્વ ગતિનો ઢાળ વધારે steep થઇ ગયો (steepને ગુજરાતીમાં શું કહેવાય?)

(Y- અક્ષ પર વજનના આંકડાઓ જાણી જોઈને છુપાડ્યા છે)

adnanQuote

Next Post: ગિટાર પર કોઈ ગીત.

Advertisements

10 thoughts on “વાંચન, લેખન અને વજન: મારું ૨૦૧૪નું પ્રગતિ પત્રક

 1. ” જ્હોન , જાની અને જનાર્દન ” જેવી તમારી “વાંચન , લેખન અને વજન”ની પોસ્ટ’માં મજા આવી 🙂 અને શરૂઆત’માં જ સુકરાત’નું કથન ! [ સત્ય’નો જય હોં ]

  પુસ્તકો’નું લીસ્ટ વાંચીને અમારું વિશ’લીસ્ટ ફૂલ્યું ફાલ્યું [ પણ તમે કહ્યું નહિ કે તમને સૌથી વધુ કઈ બુક ગમી ? ]

  બ્લોગ’પોસ્ટ આપવા’ના મામલામાં તમને એટી’કેટી આપવામાં આવે છે [ અને કૃપા’ગુણ આપીને આગલા વર્ષમાં ચડાવવા’માં આવે છે ! ]

  તમારું બોંગો સાંભળીને અમારી પણ ટેબલ પર હાથ અજમાવતા રહેવાની ઈચ્છા જીવંત રહી [ ક્યારેક આમ ટેબલ ઢીબતા ઢીબતા જ અમે પણ બોંગો સુધી પહોચીશું 😉 ]

  અને છેલ્લે , વજન’ની વાત અદનાન’નાં મેટાફોર સાથે મુકાતા પોસ્ટ ખરેખર વજન’દાર બની રહી 😉

  1. પુસ્તકોના લીસ્ટ સાથે રેટિંગ પણ આપ્યા છે, એ મુજબ જે ત્રણ પુસ્તકોને 5 stars આપ્યા છે એ છે:
   ૧. Getting Things Done: The Art of Stress-Free Productivity by Allen David
   2. How to Win Friends and Influence People by Dale Carnegie
   3. The Rules of Dreaming by Bruce Hartman

   કૃપાગુણ આપી ઉપર ચડાવવા બદલ આભાર. આવતા વર્ષે પાસીંગ માર્ક ચોક્કસ લાવીશ 🙂

   અમે પણ નિયમિતપણે ટેબલ ઢીબીએ છે :)All the best to you to reach up to Bongo.

 2. “૨૦૧૫નો સંકલ્પ – ગયા વર્ષ કરતા વધારે પોસ્ટ લખવી” 😀 આ સંકલ્પ મારે પણ લેવા જેવો છે..! મસ્ત આઈડિયા. 😛
  બોંગો સાંભળવાની મજા આવી!! નેક્સ્ટ ઈન્સ્ટ્રુમેન્ટ માટે ‘ઓલ ધ બેસ્ટ’! 🙂

 3. આ વર્ષે તમારા વજનનો આલેખ મધ્યબિંદુ જાળવી રાખે તેવી શુભેચ્છાઓ 🙂 બાકી બધાં આલેખ ઉર્ધ્વગતિ કરે તેવી પણ શુભેચ્છાઓ!

  PS: અમે તો અમારું ગિટાર ક્યારનુંય વેચી કાઢ્યું!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s