કુતરાપૂંછનું ઓશીકું

(રાગ: મોરપીંછની રજાઈ ઓઢી – સુરેશ દલાલ)

કુતરાપૂંછનું ઓશીકું બનાવી તમે સુઓને શ્યામ,
અમને થાય પછી આરામ.

કુતરાનું નાનું કુરકુરિયુ
રાખો આજુ બાજુ,
તમારી સાથે પોઢાડો એને,
ના થાય આઘું પાછુ.
કોઈ ચોર જો આવશે તો
એ ગજવી મુકશે ગામ.
અમને થાય પછી આરામ.

અમે તમારા સપનામાં પણ
કુતરું મોકલી દઈશું,
હું, તમે અને કુતરું ત્રણેય
અસુર સંહારે જઈશું.
કુતરું ભરશે બચકું
અને અસુરો ત્રાહીમામ….
અમને થાય પછી આરામ.

– સાક્ષર

તા.ક. – આજે સવારે કટિંગ વિથ અધીર-બધીર અમદાવાદીનો એક આર્ટીકલ વાંચ્યો. એમાં લખ્યું હતું કે ,

જો મોર સુલભ થાય અને કુતરા દુર્લભ તો પછી મોરને બદલે કુતરા ઉપર કવિતા લખાશે, ટહુકાને બદલે ભસવા ઉપર શેર મંડાશે. પછી તો ફેસબુકના કવિઓની ‘આજ મેં તો મધરાતે સાંભળ્યું, ભાઉ ….’ જેવી રચનાઓ સાહિત્યમાં સ્થાન પામે તો નવાઈ નહિ લાગે. અહાહા …. આગળ જતાં કો’ક ‘મન શ્વાન બની ભસભસાટ કરે…’ પણ લખી શકે. જોકે મોરને મોરપીંછ હોય અને કવિતામાં મોરપીંછની રજાઈ બને, એમ કૂતરાનું કૂતરાપીંછ જેવું કશું નથી હોતું એટલી ખોટ ગઝલને જરૂર પડશે. હા, કોક કવિને પોમેરિયનમાં હિમાલયનો બરફ દેખાય તો વાત જુદી છે!

એ પરથી જ પ્રેરણા લઇ અને એમની કલ્પનાને આગળ વધારતા આ કવિતા લખી છે. (કુતરાપીંછ જેવું તો કશું નથી હોતું પણ કુતરાપૂંછ તો હોય છે 😉 )

“મન શ્વાન બની ભસભસાટ કરે…” ફરી કોઈ વખત.

16 thoughts on “કુતરાપૂંછનું ઓશીકું

  1. તમારી કલ્પના તો સૉલિડ છે બૉસ! (કલ્પના કોણ? -એવું ન પુછવું.)

    સાઇડટ્રેક: આ કોયલના ‘કુહુ’ની સામે બિલાડીનું ‘મ્યાઉ’ ની કલ્પના કેવી રહે?…. અચ્છા… ન ચાલે, એમ કે? ઠીક છે તો કલ્પનાને અટકાવી દઇએ.

    1. કુતરી જ કહેશે, અત્યારે કુતરી શબ્દ સારો નથી લાગતો, પણ જ્યારે કુતરા/કુતરી દુર્લભ હશે ત્યારે કુતરી શબ્દ સારો લાગશે અને મોરની શબ્દ ખરાબ લાગશે 🙂

  2. તમારા કાવ્ય માટેની પાછળ મુકેલી પ્રસ્તાવના જોરદાર છે !!

    “પછી તો ફેસબુકના કવિઓની ‘આજ મેં તો મધરાતે સાંભળ્યું, ભાઉ ….’ જેવી રચનાઓ સાહિત્યમાં સ્થાન પામે તો નવાઈ નહિ લાગે. અહાહા …. આગળ જતાં કો’ક ‘મન શ્વાન બની ભસભસાટ કરે…”

    વાહ ! સુંદર ને પાવરફુલ કલ્પના છે ! દર્શિત તમે જબરી શબ્દશક્તી ધરાવો છો…..પણ બહુ ઓછું લખો છો…યાદી જોતાં મહીને માંડ એકાદ !!

    શ્રી કલ્પેશનો સવાલ પણ મજાનો છે…..મોરનીની જગ્યાએ શ્વાનિ ચાલશે ?!!

    1. Thank you JugalKishor Dada! 🙂

      “…..પણ બહુ ઓછું લખો છો…યાદી જોતાં મહીને માંડ એકાદ !!”

      આ મને લાગે છે મારા માટે જ લખ્યું છે (કે પછી દર્શિતભાઈ માટે? )

      તમારી વાત સાચી છે, રેગ્યુલર નથી રહેવાતું, પ્રયત્નો ચાલુ છે. 🙂

Leave a comment