રોકડા માર્ક્સ

નકશો

(પેપર આપતી વખતે)

રોકડા માર્કની આશા સાથે નક્શાના પ્રશ્ન પર આવ્યો,
પર્વત, નદી અને ખેતીના પ્રશ્નો જોઈને હું બઘવાયો.

પરચુરણ થઇ ગઈ ત્યાં જ રોકડામાર્કની આશા મારી,
રાજ્યો, રાજધાનીઓ અને શહેરોની જ કરી’તી મેં તૈયારી.

સામાન્યજ્ઞાનથી મોટા ભાગનું તો પડશે જ ખરું;
એમ વિચારી ને કર્યું મેં મારું નકશા-કામ શરુ.

ગુરુશિખરની લીટી ઉત્તરભારતમાં ક્યાંક ખેંચી;
ન આવડતી નદીઓ આખા ભારતમાં સરખી રીતે વહેંચી.

ઘઉંનો પાક બતાવવાની એક દાંડી દક્ષિણમાં રાખી,
અને એક દાંડી પશાકાકાના ખેતર બાજુ નાખી.

(10 દિવસ પછી, પેપર લેતી વખતે)

દસમાં થી રોકડા એક માર્ક સાથે મેં પેપરને જર્જરિત દશામાં જોયું;
નકશા પર નોંધ હતી, “નકશામાં જોયું તે ન કશામાં જોયું”

-સાક્ષર

તા.ક. – પશાકાકા એ એક માર્ક અપાવડાવ્યો.

(updated the map with POK included, Thanks to Badhir Amdavadi to pointing that out)

11 thoughts on “રોકડા માર્ક્સ

  1. હવે સમ્ઝાયું કે તમે પોચા સાધનો એટલે કે સોફ્ટ વેર બાજુ કેમ પહોચી ગયા ને અમેરિકા એ કેમ તમને ખેંચી લીધા 🙂 મારી ય આજ દશા હતી ભૂ-ગોળ માં, ભૂ અને ગોળ માં મોજ આવે પણ જેવું ભેગું થયું કે ……….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s