નવરો પડું તો વિચારું


(“વક્ત મિલા તો સોચેંગે” નો રોજની બોલચાલની ભાષામાં અનુવાદ)

તું કેમ સારી લાગે છે, નવરો પડું તો વિચારું;
તારામાં શું ભાળ્યું છે, નવરો પડું તો વિચારું.

આખું શહેર ઓળખાણનો ઢંઢેરો તો પીટે છે પણ,
સાચે કોના છેડા અડે છે, નવરો પડું તો વિચારું.

મેં મેસેજ મોકલ્યો એને, “કંઈક મળવાનું સેટિંગ પાડો”;
એનો રીપ્લાય આયો છે, નવરી પડું તો વિચારું.

“કાં તો મનફાવે એમ કરો, કાં તો પબ્લિક કહે એમ”
વાત તો એની મુદ્દાની! નવરો પડું તો વિચારું.

તા.ક. – ઉર્દુમાં કંઈ બી બોલો હારું લાગે.

Advertisements

8 thoughts on “નવરો પડું તો વિચારું

 1. સવારે શિશુની જેમ દોડી જાય છે તડકોને સાંજે ડાહ્યો થઈને ઘેર આવી જાય છે તડકોજરા મૂંઝાઈને જો બંધ બારીઓ ઉઘાડું છુંતમારું નામ લઈને અંદર આવી જાય છે તડકોબહુ શરમાળ છે થઈ જાય છે એ ચાંદની જેવોજો રાતે સહેજ અંધારામાં લપસી જાય છે તડકોઘણાં એવાંય ઘર છે જ્યાં જરૂરત પણ નથી તોયેબહુ નફ્ફટ બનીને રોજ પહોંચી જાય છે તડકોરખડતો જીવ તો છે પણ-સ્વભાવે બહુ સ્વમાની છેઅમુક ઘરના તો ઉંબરામાંથી ભાગી જાય છે તડકોહજારો વર્ષ વિત્યાં તોય શિષ્ટાચાર ના શીખ્યોકોઈ બોલાવે, ના બોલાવે આવી જાય છે તડકોજગતની ભીની ઝૂલ્ફોનાં રહસ્યો એ જ જાણે છેવીતી છે રાત કઈ રીતે એ વર્તી જાય છે તડકોકોઈ રોનકભર્યાં ખંડેરમાં જઈ “સૈફ” જોઈ આવોબહુ જો થાક લાગે તો બેસી જાય છે તડકો.

 2. વાહ, વાહ. લાંબા સમયે આવ્યા, પણ રાબેતા મુજબની મસ્તી સાથે. આ જોઈને એમ લાગે છે કે ગુજરાતી કર્યા પછી હવે એનું ચરોતરી, હુરટી, મેહોણા બોલીનું વર્ઝન પણ કરવું જોઈએ.

 3. કેમ સારી લાગી ગઝલ ? નવરો પડું તો વિચારું
  કેવી થઈ શબ્દોની ફસલ ? નવરો પડુ તો વિચારું

 4. ખુબ સરસ.. આપના આ વિચાર માટે ધન્ય વાદ ..સાથે આવી સુંદર અને માહિતી સભર ગુજરાતી વેબ સાઈટ બદલ http://www.jeevanshailee.com (ગુજરાતી વિચાર સંગ્રહ) તરફથી સૌ વાચકોને ધન્યવાદ. હું વેબ સાઇટ બનાવનારના આ પ્રયાસો ને બિરદાવું છું અને હમેશા આપ આ કાર્ય માં આગળ વધો એવી મારી અંતહ કારણ ની શુભેચ્છાઓ . ખુબ ખુબ ધન્ય વાદ..

 5. ક્યા સુધી બહાના દેશુ….
  બહાનાબાજી !

  દિવસ-રાત દોડતી દુનિયા મા
  લખવા માટે માટે પણ સમય નથી

  ઉર્દુમાં ભલે સારું લાગે ,તું ગુજરાતીમાં સમજી જા તો સારું

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s