વાર્તામાં વળાંક: 343 લોકો, ૪ જાજરા

Occupied

          એટલે ૮૫ લોકો વચ્ચે ૧ જાજરૂ. લાઈનમાં ૭ માં નંબર એ ઉભા રહીને આવા બધા ગણિત ગણતો હતો. એકાદ-બે વધારે જાજરૂ નાખવામાં એરલાઈન્સનુ શું જતું હશે? જો કે સાલું એરલાઈન્સના હિસાબે વિચારીએ તો  ૧ જાજરૂ એ એમની ત્રણ સીટ જાય, ૨ એ ૬ સીટ. મારૂ ગણિત હજુ ચાલુ જ હતું. એટલામાં “Occupied” ની sign બદલાઈ ને “Vacant” થઇ ગઈ અને પહેલા નંબરે ઉભેલા બા જે ઝડપથી સીટ થી લાઈન સુધી આવ્યા હતા, એના થી પાંચ ગણી ઝડપે અંદર ગયા. Pressure માણસ પાસે શું શું કરાવે છે, નહિ! જો કે હજુ પણ આગળની પાંચ વિકેટ પડે પછી મારો નંબર હતો અને કોને ખબર કોણ કેટલી બેટિંગ કરે છે!

          મારી નજર બીજા નંબરના ભાઈ તરફ ગઈ. એ ભાઈ ચોપડી ખોલીને ઉભા તો હતા પણ એમનું પૂરેપૂરું ધ્યાન બારણા પર હતું. “દિલ કો બહેલાને કે લિયે યે ખયાલ અચ્છા હૈ”. ત્રીજા નંબરના બહેન પર મને ખરેખર દયા આવતી હતી, એ નાનકડા બાળકને ઊંચકીને ઉભા હતા. મોટા લોકો તો તો પણ ઇન્દ્રિયો પર કાબુ મેળવી જાણે, પેલા નાના બાળકનું શું? જો કે નાના બાળક પર સહેજ પણ દયા નહોતી આવતી. એને તો લાઈન શું ને જાજરૂ શું? પોતાની મરજી ના માલિક, એની ઉડાણને કોણ રોકી શકવાનું.

          ફ્લાઈટમાં જવા પહેલા અમદાવાદમાં જે બધું ખાધું/ખવડાવ્યું હતું, એક એક કોળીયો યાદ આવતો હતો. એના પછી પાછુ મુંબઈ આવીને સેન્ડવીચ ખાધી અને પછી Mumbai-Amsterdam વાળી ફ્લાઈટમાં જે આપ્યું, બધું જ ખાધું. નાસ્તામાં આવેલા ઈડલી સંભાર, પછી ભાત ને પનીરનું શાક. આપણને એમ કે આખી ટીકીટ વસુલ કરી લઇએ. ફ્લાઈટવાળાઓએ પણ થોડુક સમજીને ખવડાવવું જોઈએ. ખવડાવી લીધું તો પણ કંઈ નહિ, એના પછી એ લોકો સાથે બધાને ઊંઘાડી દે અને સાથે જ ઉઠાડે(lights off અને lights on), એટલે બધા ઉઠે એટલે પછી આવી લાઈન લાગે.

          મારા આ બધા વિચારો દરમિયાન લાઈન હવે બે જ લોકોની થઇ ગઈ. હું બીજો. બસ હવે બે જાજરા અને બે જણ, થોડુક ઇન્સાફી જેવું લાગતું હતું. બે બારણા સાથે ખુલી જાય તો મજા પડી જાય. પણ એક બારણું ખુલ્યું. હવે હું પહેલો હતો અને એટલે જ સમય કાઢવો વધારે મુશ્કેલ હતો. અર્જુનને જેમ પક્ષીની આંખ દેખાતી હતી તેમ મને બસ બારણા પરની પેલી sign. આંખનો પલકારો માર્યા વગર સળંગ આંખો ખુલ્લી રાખવાનો મારો રેકોર્ડ પણ મેં કદાચ તોડી દીધો હશે.(આગળનો રેકોર્ડ પણ આવી જ કોઈ ફ્લાઈટનો હતો). કહેવાય છે ને દુ:ખ પછી સુખ આવે, એમ એક બારણા પર “occupied” પછી “vacant” આવ્યું. મારા ભાગ્યના અને એ જાજરુના બારણાં ખુલી ગયાં.

          મનમાં હાશ બોલીને હું અંદર જવા જતો જ હતો અને announcement સંભળાયું:

         “Ladies and gentlemen, we’re currently experiencing light turbulence. The captain has turned on the Fasten-Seat-Belt sign for precautionary measures. Please do fasten them if you haven’t so already. Thank you for your understanding.”

          અને ત્યાં એક “air-host ભાઈ”એ આવીને “Sir, please take your seat!” કહી મને seat તરફ પાછો ધકેલ્યો. હવે એને હું મારા પેટમાં થતા heavy turbulence વિષે કેવી રીતે સમજાવું.

          હશે… મનોજ ખંડેરિયાએ સાચું જ કહ્યું છે,

જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યા

પહોંચતાં જ કોઈ પાછું વાળે એમ પણ બને.

          (Amsterdam થી Seattle જતી વખતે, KLM Airlines Airbus A330-200)

– સાક્ષર

બોધ  – લાંબી વિમાનયાત્રામાં જતા પહેલા જમતી વખતે યાદ રાખવું, 343 લોકો વચ્ચે માત્ર ૪ જાજરા હોય છે.

તા.ક. – Dedicated to word: “જાજરૂ”, before it gets flushed by Toilet.

Advertisements

27 thoughts on “વાર્તામાં વળાંક: 343 લોકો, ૪ જાજરા

 1. લાઈનમાં ત્રણ ચાર જણા સાથે ઉભા હોઈએ તો ઠીક . . . નહિતર છેલ્લે એકલા એકલા ઉભા હોઈએ ત્યારે કેવું લાગે ! . . બધા આપણી સામે જ જોતા હોય 😉 . . . આને કદાચ , જાજરૂ ઈફેક્ટ કહી શકાય 😀 . . . અને , ત્યારે જ કદાચ ખુલ્લા ખેતરોની યાદ સાંભરે રે લોલ 🙂

  ઘણા દિવસે દેખાયા . . . 🙂

  1. આમાં જો કે હું એકલો તો ક્યારેય ન હોતો ઉભો… હું પહેલો હતો ત્યારે પણ પાછળ તો લાઈન હતી જ… 🙂

 2. હા હા. પ્લેનમાં તો ક્યારેય મેં મુલાકાત લીધી નથી પણ આવો અનુભવ એરપોર્ટ પર થયેલો છે. લોકોને ટૂંકી મુસાફરીમાં પણ ઝાપટતાં જોઇને મને પ્રેશર આવી જાય છે 🙂

 3. જા જરૂર !!

  મને તો આ આખા લખાણમાં સાક્ષરની શબ્દશક્તિનો પરિચય થયો ! વાતને સચોટ ને વિષયાનુરૂપ શબ્દો–વાક્યો દ્વારા રજૂ કરવાની શક્તિ…

  એકદમ તાદૃષ્ય વર્ણન !

 4. અદ્ભૂત વર્ણન સાક્ષર !! મજા પડી… 😀

  ને જુ.કાકાની વાત સાથે હું સંપૂર્ણ રીતે સહમત છું…

  હવે લાગે છે કે એક સાચે જ સક્ષમ અને “સાક્ષર” (કટાક્ષ/હાસ્ય ??) લેખકની રાહ જોવામાં કંઈ ખોટું નથી… !! 🙂

 5. અને મારા અનુભવની વાત કરું તો ટ્રેનમાં થયેલ (કુ)અનુભવના પ્રતાપે બેંગકોક – સિડનીની ૧૫ કલાકની ફ્લાઈટ વખતે ખરેખર દીમાગકી બત્તી એવી તો ચાલું થઈ ગયેલી કે આવી અગ્નિપરીક્ષાથી બચવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયેલું !!

  ટ્રેનમાં કમ સે કમ કોઈ “હોસ્ટેસિયો” તો આવી અગ્નિપરીક્ષામાં ઘી હોમવા ન જ આવે !!

 6. અત્યાર સુધી આ સમસ્યા મુંબઈની ચાલીઓમાં હતી એમ સાંભળેલું. ત્યાં ઉપર હવામાં પણ આ જ મુશ્કેલી છે એ તમારા લખાણથી ખબર પડી. કાર્લ માર્ક્સ આ વાંચીને રાજી થયો હોત.

 7. હા હા હા… જો કે એ સમયનું પ્રેશર ઉપર વપરાયેલા શબ્દોના ‘વજન’માં પણ જણાય છે! પછી આગળની મુસાફરી કેવી રહી હતી તે પુછીને આજે ફરી દુઃખી નથી કરવા.

  બાકી તો જોરદાર અનુભવ અને ઉપયોગી બોધ! ધ્યાનમાં રાખીશું..

 8. મઝાનું સાક્ષર.
  વ્યથા, આંકડા, કાવ્યકણિકા, અને હળવું છતાં ગંભીર રૂપ. આ બધાનો સચોટ સુમેળ આ લેખને રસાળ બનાવે છે.

 9. વાર્તામાં દબાણ…. ઓહ સૉરી, વાર્તામાં વળાંક વાંચવામાં મજા પડી ગઈ સાક્ષરભાઈ! ઇસપની કથામાં અંતે બોધ આવતો એમ તમારી આ ઈસબ(ગોલ) પ્રકારની કથામાં અંતે આપેલ બોધ યાદ રાખવા જેવો તો ખરો જ!

 10. સુપર લાઈક સાક્ષર બાપ્પુ સુપ્પર્લાઈક…કાલે સવારે બારણાં પાસે પહોંચતા જ પાછુ હસવું આવશે.. 🙂

 11. really funny story! majja aavi gai vaach vaani…read it while travelling by train and could not help smiling all the way!!!train ma aajubaaju loko joi rahyaa hataa ke ‘aa bhai kem ekla ekla marak marak hasi rahyaa chhe..?’!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s