
મૂળ રચના – પાંખો આપો તો અમે આવીએ -વિનોદ જોશી
પ્રેરણા – અધીર અમદાવાદી
—
આપી આપીને તમે પીંછું આપો સજન !
ઝાડું આપો તો અમે વાળીએ…
ધુળે તો માળિયાની પત્તર ફાડી છે,
જાણે માળિયામાં આવેલી સેન્ડી;
ઝાટકેલી ધૂળ પહેલા નાકમાં જશે;
ને પછી ફેંફસામાં જશે એ હેંડી.
આપી આપી ને તમે પાટલો આપો સજન !
સીડી આપો તો ચડું માળિયે…
ડોલનું પાણી ચોકલેટી બન્યું છે,
મેલા પોતા બોળી બોળી;
એવા ખૂણાઓમાં કચરો ભરાયો છે,
જ્યાં પહોચી શકે બસ ગરોળી.
પોતાથી બગડી છે બધી દીવાલો સજન!
ચૂનો આપો તો અજવાળીએ.
આપી આપીને તમે પીંછું આપો સજન !
ઝાડું આપો તો અમે વાળીએ…
– સાક્ષર
—
તા.ક. –
પ્રેરણા
આ વખતે બે પોસ્ટ વખતે ઘણો લાંબો બ્રેક પડી ગયો, આની આગળની કવિતા પણ અધીર અમદાવાદીની પ્રેરણાથી જ લખી હતી અને આ પણ. જ્યાં સુધી અધીર અમદાવાદીની પ્રેરણાનો સ્ટોક ખતમ નહિ થાય ત્યાં સુધી લીધા કરીશું. બાકી કાર્તિકભાઈ ની પ્રેરણા લઇ ને એવું વિચાર્યું છે કે દર અઠવાડિયે એક અપડેટની પોસ્ટ કરવી, જેના લીધી બીજા કોઈને મજા આવે કે નહિ ભવિષ્યમાં મને તો મજા આવશે જ એ બધી પોસ્ટ જોઈને. શરૂઆતમાં એ જ આશયથી રોજબરોજ કેટેગરી બનાવી હતી, હવે વાપરીશું. જીવનમાં થતી રસપ્રદ ઘટનાઓ થી અપડેટની પોસ્ટ બનાવવાની પ્રેરણા મળ્યા કરશે
અથવા તો અપડેટની પોસ્ટના કારણે જીવન માં રસપ્રદ ઘટનાઓ કરવાની પ્રેરણા મળ્યા કરશે 🙂
Back with bang! Keep it up!!
મસ્ત છે. (જો કે કાલે ફેસબુકમાં જોઇ લીધી હતી.)
અપડેટની પોસ્ટમાં અમે ચોક્કસ રસ લઇશું. આપના જીવનમાં નીરંતર રસપ્રદ ઘટનાઓ બનતી એવી શુભેચ્છાઓ.
આવી રચના, તો જાતે ધુ-કચરા કરીએ તો જ અંતરમાંથી ઉગી નીકળે . . . જેમ કે દીવાલમાંથી ફૂટી નીકળતો પીપળો 😉
અહી સર્વે લોકોને { સેન્ડી થી લઇ ગરોળી સુધી } તમે જે આદર આપ્યો છે ; તે જોઈ આંખોમાં ધૂળધૂળિયા આવી ગયા 😀
વાહ કવિ! બહુ લાંબા સમય પછી આવ્યા, પણ મજબૂત રચના લાવ્યા!
મસ્ત રચના , મજા આવી ગઈ
bhaari !! 😀 .. maja aavi
આપી આપી ને તમે પાટલો આપો સજન !
સીડી આપો તો ચડું માળિયે
ha..ha..ha.. enjoyed with all its contemporary references:-)
ક્યા બાત હૈ સાક્ષરભાઈ! શું પ્રાસ વાપર્યા છે યાર, મજા પડી ગઈ. વાળીએ, માળિયે ને અજવાળીએ, સેંડી સાથે હેંડી (થોડું પિષ્ટપેષણ કરીએ તો ૧) સૅન્ડી એમ લખવું ૨) અનુસ્વાર એકમાં તીવ્ર અને બીજામાં કોમળ છે છતાં પણ ચાલે) અને બોળી સાથે ગરોળી…. વાહ વાહ!! ગજબ રચના!
તમને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ…..
તમને પણ દિવાળીની શુભકામનાઓ હેમંતભાઈ અને પિષ્ટપેષણ બદલ આભાર, આમ જ શીખવાડતા રહેજો, અમે શીખતા રહીશું… 🙂
મઝાની રચના.