સભર રીલોડેડ

ગયા વખતે ઇન્ડિયા ગયો હતો ત્યારે મારા નાના(?) ભાઈ સભર માટે એક કવિતા લખી હતી.
એ વખતે સભર મોટી સાઈઝમાં ઉપલબ્ધ હતો અત્યારે એ સાઈઝનો ઉપયોગ કેવી રીતે કરે છે એની કવિતા.

(છંદ- ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા ગાગાગા)

બે-ત્રણ ગુંબા મારીને એ દાંતો આડા પાડે છે,
ગાલોમાંએ એવી રીતે મોટા ખાડા પાડે છે.

ઘોડા જેવો છે એ તોયે ઘોડા માટે માન નથી ,
ઘોડાને ટંગડી મારીને ઘોડાગાડા પાડે છે.

કરોળિયા પણ બઘવાયા’તા જ્યારે એણે શ્વાસ લીધો,
કોણે અમને ખેંચ્યા બાપુ, આ કોણ જાળા પાડે છે?

જંગલમાં એ જાતો ત્યારે વાનરને મારી લાફો
કાનો મરડી પૂછે કે, “કેમ મારા ચાળા પાડે છે?”

– સાક્ષર

———————————
તા.ક. –
———————————

પગ વચમાં લાવી દીધો અમે ય કેવા ચક્રમ નીકળ્યા;
યોર્કર અમને ફાવે નહિ , અને એ પણ પાછા અક્રમ નીકળ્યા.

Advertisements

6 thoughts on “સભર રીલોડેડ

  1. તમારા વિષે (તમારા) વડવાઓને આદિકાળથી કહેતા સાંભળ્યા છે કે એકના હાથ ચાલે છે ને બીજાની જીભ ચાલે છે. સાક્ષર, તારી જીભને બદલે હાથ આ રીતે ચાલે, અને એ પછી સભરના તારી પર હાથ ચાલે, તો પછી યાર, તમારી વચ્ચે યોજાનારી સમાધાન મીટીંગમાં હું હાજર નહીં રહું. (કેમ કે, સભર અમારાથી ભૌગોલિક રીતે વધુ નજીક છે.)

  2. @કાર્તિકભાઈ, બીરેનકાકા,

    હું કવિતા બની ગઈ હોય તો પણ અહી આવી ને જ પોસ્ટ કરું છું, ભૌગોલિક રીતે થોડો દુર જઈને એટલે દાંત પડવાની ચિંતા નહિ… :p

    1. એ જો લખી ને જવાબ આપવામાં માનતો હોત તો આવી કવિતા એની પર લખવાની જરૂર જ ના પડત ને !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s