દૂધપાક ગઝલ

(છંદ – લગાગા લગાગા લગાગા લગાગા)

બધી બાજુઓમાં બધે ના ભગાડો;
મને જો રમાડો, બરાબર રમાડો.

નથી ફાવતા આ ગગડતાં ગગડતાં;
ટપ્પી એક પાડો, દડાને ઉછાળો.

નથી કોઈ વાનર, જનાવર નથી હું;
બધી ભીંત પરથી મને ના કુદાડો.

તમે કાચ ફોડી અને દોટ મુકો,
પછી માસીઓની, હું ખાઉં છુ ગાળો.

ચલો ઓપનીંગમાં હું આવી ગયો છું;
ઉખાડી શકો જો કશું તો ઉખાડો.

– સાક્ષર

તા.ક. –
– દરેક રમતમાં નવશિખીયા માટે ગુજરાતીમાં શબ્દ છે: “દૂધપાક”. ક્રિકેટમાં આવા દૂધપાકોને છેલ્લે બેટિંગ મળે છે, બોલ લેવા માટે ખુબ ભગાવવામાં આવે છે વગેરે વગેરે. ગુજરાતી સાહિત્યકારો અને ગઝલકારોએ હમેશા દુધપાકો અંગે દુર્લક્ષ સેવ્યું છે. તેના લીધે દૂધપાક સમાજની વધતી જતી રોષની લાગણીને ડામવાની દિશામાં એક પ્રયાસ.
– આ મારી લખેલી પહેલી ગઝલ છે અને આવી અનેક આવશે એવી આશા સાથે નવી કેટેગરી ગઝલ બનાવી છે.
– ક્યાંક છંદ તૂટ્યા હોય તો મને ગઝલક્ષેત્રનો દૂધપાક ગણી ચલાવી લેવું.

Advertisements

18 thoughts on “દૂધપાક ગઝલ

 1. ટાઈટલ વાંચી ને એમ લાગ્યું કે આજે તમે પાક કળા પર જ્ઞાન આપશો!

  પણ તમે તો સાચે કે “પાક” કાળા પર જ્ઞાન આપ્યું. દૂધપાક બનવું પણ એક કળા નઈ ?

 2. આમ તો તમે લખવાનો પ્રયાસ સરસ કર્યો છે..પણ છેલ્લા શેર ની પહેલી પંક્તિ માં “ચાલો =ગાગા થશે” આમતો મને પણ છંદ વિષે એટલો ખ્યાલ નથી પણ આ જગ્યાએ મને તમારી ભૂલ દેખાઈ એટલે મેં તમને કહ્યું .બાકી આમજ લખતા રહો….એવી દિલ થી શુભેચ્છાઓ

  1. તમારી વાત સાચી છે…ધ્યાન દોરવા બદલ આભાર… “ચલો” નું “ચાલો” થઇ ગયુ છે… સુધારી દીધું છે..

 3. સાક્ષર, (ફારસી- ઊર્દૂ- હિન્દી- ગુજરાતી કે અન્ય જે ભાષામાં ગઝલ લખાતી હોય એવી) ગઝલના આજ સુધીના ઈતિહાસમાં આ વિષયનું ખેડાણ કરનારા તમે પહેલવહેલા છો. અભિનંદન!
  મિરઝા ગાલીબ આજે હયાત હોત તો કેટલા રાજી થાત!
  એક ફરમાઈશ કરવાની ગુસ્તાખી કરું છું. હવે આ જ પરંપરામાં ક્યારેક ‘આજીવન દૂધપાક’ પર બી એકાદ ગઝલ થવા દેજો.

 4. સાક્ષર, છંદને ખૂબ નજાકતથી અને સાચવીને રમાડ્યો છે.

  ટેકનિકલી ‘ટપ્પી’માં જોડાક્ષરના થડકાને લીધે ‘ટપપી’ એમ ‘ગાગા’ થાય પણ બોલવામાં ‘ટપી’ જેવો ઉચ્ચાર કરી એને નિભાવી શકાય.

  છંદ બાબતે, ‘દૂધપાક’ નહીં કસેલી રબડીનો જ સ્વાદ આવ્યો. પહેલા પ્રયાસે છંદની આવી સરસ જાળવણી માટે ખોબો ભરીને અભિનંદન.

  બાળગીત જેવી હળવાશ અને ટિખળને લીધે ‘બઝલ’ (બાળકની ગઝલ) જેવો માહોલ ઊભો થાય છે. છંદોબદ્ધ ગઝલો, હઝલો, વઝ્લો (વ્યંગ-ગઝલ) અને બઝલો ની રાહ જોઈશું.

  ‘વલી ગુજરાતી’ ખરેખર ખુશ થતા હશે કે ગઝલ છેક ક્યાં સુધી અને કેવા રૂપે મહાલી રહી છે.

  1. ટેકનીકલ સમજ આપવા બદલ આભાર. આવું ઘણું તમારી પાસેથી હજુ શીખવાનું છે 🙂

 5. ‘દુધપાક’નો આ પ્રયોગ મારા માટે દુધપાકનો કોળીયો હતો.
  હજૂ ગઇ કાલે જ ગઝલના ક્ષય પર એક લેખ વાંચ્યો અને આજે આ ગઝલ વાંચવા મળી. એટલે સાવ હતોત્સાહ થવા જેવું તો નહીં જ, જોકે ગઝલ લખનારા ઓછા થઇ ગયા હોય,જે કંઇ લખાતી હોય તેમાંથી લોકપ્રિય ઓછી થતી હોય,ગઝલને લોકભોગ્ય કરવા માટેનાં વાહક માધ્યમો ઘટી ગયાં હોય [જેમ કે ગઝલ ગાયન એ ક્ષીણ થતી કળા ગણાય છે]તેવું ઘણું હોઇ શકે.હું ન તો આ વિષયનો તજજ્ઞ છું કે ન તો આ બાબતનો બહુ જાણકાર. માણ્યાંનો ગુલાલ કરતાં જરૂર આવડે, એટલે બે ઘટનાઓ વચ્ચે કોઇ કડી હોઇ શકે કે કેમ તેવો સવાલ ઉદભ્વ્યો તે અહીં સાદર રજૂ કર્યો.

  1. આપે જણાવ્યું એમ ગઝલના ક્ષય વિષે તો મને બહુ જાણકારી નથી, પણ “અમે અ.બ.ક.” , અમે અમારાથી બનતું કરીશું.

 6. ચાલો છેવટે સાક્ષરો એ મારા જેવા દૂધપાકતરફ ધ્યાન આપ્યું ખરું!
  નાનપણમાં ભરેલી ફિલ્ડીંગથી હજુ પગ દુખે છે!
  અમને ‘હઝલ’ ગમી!

  1. લોકો કહે છે ને કે દર્દમાં થી કવિતા ઉદ્ભવે છે, અમે પણ જે ફિલ્ડીંગ ભરી છે એના પગ ના દુખાવાના દર્દમાં થી જ આ ગઝલ ઉદ્ભવી છે. તમે બી દૂધપાક અમે બી દૂધપાક.

  1. Thank you. 🙂 એમ તો તમે તમારી એક પોસ્ટમાં એમ કહ્યું હતું કે, “ગઝલ એ એક શિષ્ટ કાવ્યપ્રકાર છે એમાં આવા ઉલાળા-બખાળા ના કરાય.” તો પણ મેં અહીં ઉખાડો-ઉછાળો-ગાળો એવું બધું કર્યું છે તો ચલાવી લેજો 😉

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s