એક શુક્રવારની દિનચર્યા

૨ એસાઈનમેંટ, ૧ પ્રોજેક્ટ સબમીશન અને એક એક્ઝામ છે સોમવારે;
ત્રણ જ દિવસમાં આટલું બધું કેવી રીતે થશે અને થશે ક્યારે?

આમ વિચારીમેં પ્રોજેક્ટ કરવા લેપટોપ કર્યું ચાલુ;
પણ મનમાં વિચાર ચાલ્યા,”દર વખતે આવું કેમ થાય સાલું?”

શું મને ટાઈમ મેનેજમેંટ કરતા નથી આવડતું?
કે હું બસ મજા જ કરી ખાઉં છું કામ રાખી ને પડતું?

આવા વિચારોના સમાધાન રૂપે ગુગલમાં “ટાઈમ મેનેજમેન્ટ આર્ટીકલ્સ” સર્ચ્યા,
પછી ટાઈમ મેનેજમેન્ટ પર ૧૨ આર્ટીકલ વાંચવામાં બે અઢી કલાક ખર્ચ્યા.

ટાઈમ મેનેજમેન્ટનું બધું જ જ્ઞાન મેળવી પાછો પ્રોજેક્ટ તરફ વળ્યો;
એટલામાં ટાઈમપાસ કરવા મગજ ને બીજો વિચાર મળ્યો.

ફેસબુક પર જઈને લખ્યું “Very busy day ahead”
પછી થયું સ્ટ્રેસ ઓછો કરવા એકાદ-બે ગેમ રમી નાખું હેંડ.

ગેમમાં બીજા બે કલાક નીકળી ગયા ખબર પણ ના પડી,
પછી એક્ઝામનું ટેન્શન આવ્યું ત્યારે ચોપડી પકડી .

એક પેજ વાંચ્યું ને થયું કે એસાઈનમેંટ માટે એક્સ્ટેન્શન માંગી લઉં,
પ્રોજેક્ટ પહેલા પતાવી દઉં અને પછી પૂરું એક્ઝામ પર ધ્યાન દઉં.

એક્સ્ટેન્શન માટે પ્રોફેસરને ઇમેલ કર્યો અને વિચાર્યું પ્રોફેસર શું કહેશે?
એમ તો strict છે પણ જોઈએ એક્ઝામ છે એટલે કદાચ ચાલવી લેશે.

પ્રોફેસરના જવાબની રાહ જોતા બેઠા રહેવા કરતા,
મને થયું મંદિર જઈ આવું તો મળે થોડી સફળતા.

મંદિર જઈ, દર્શન કરી, પ્રસાદ લેતા વિચાર્યું જમવાનું શું કરશું?
જમવાનું બનાવવામાં ટાઈમ બગાડવા કરતા, બહાર જમી લઉં કશું.

ડીનર કરીને ઘેનવાળી હાલતમાં ઘરે જઈ ફરી પાછુ પકડ્યું ચોપડું,
આ બાજુ “You will not get extension” ના ઇમેલથી પ્રોફેસરે સંભળાવ્યું રોકડું.

ઊંઘમાં વાંચવા કરતા થયું નાનું ઝોકું લઇ ફ્રેશ થઇ જાઉં લાવ,
નાનું ઝોકું થોડું વધારે મોટું થઇ ગયું, ને મારા થઇ ગયા દાવ.

૨ એસાઈનમેંટ, ૧ પ્રોજેક્ટ સબમીશન અને એક એક્ઝામ છે સોમવારે;
બે જ દિવસમાં આટલું બધું કેવી રીતે થશે અને થશે ક્યારે?

– સાક્ષર

તા.ક. –
Procrastination (લાસરિયાપણું) વિષેની આ કવિતા આવું જ્યારે થયું ત્યારે લખવાની ઈચ્છા હતી, (આજથી દોઢ વર્ષ પહેલા). પહેલી બે લીટી લખેલી હતી અને ડ્રાફ્ટમાં પડી હતી, બાકીની આજે પૂરી કરી. કારણ – લાસરિયાપણું.
Procrastination ના સમાધાન માટે કોઈ પ્રેરણાત્મક ચોપડી, આર્ટીકલ કે લેકચરની જરૂર નથી, તેનું સમાધાન આ ત્રણ શબ્દોમાં રહેલું છે: Nike નું સ્લોગન: “Just Do It”
(નોંધ – આ પોસ્ટ Nike દ્વારા sponsored નથી :p )

Advertisements

10 thoughts on “એક શુક્રવારની દિનચર્યા

 1. ભાઈ, શનિવાર ની સવાર છે અહિયા વડોદરામાં. શીદ ને કોરાણે મુકાયેલા કામ યાદ અપાવે છે અને ચચરતા પર મીઠું ભભરાવે છે…….

  આ અનુભવ તો આપણને બધાને જ થાય છે. પણ સાક્ષર જેવા થોડા શબ્દોના ખેલાડીઓ એમાં પણ હાસ્ય શોધીને આપણને હસાવી જાય છે.

  ખુબ સરસ. મજા પડી ગઈ.

 2. આ લાસરિયાપણું મેં હમણાં જ અનુભવેલું, એક મહિના પહેલા, મારી એક્ષામ વખતે.
  એટલે, ઊંઘમાં વાંચવા કરતા થયું નાનું ઝોકું લઇ ફ્રેશ થઇ જાઉં લાવ,
  નાનું ઝોકું થોડું વધારે મોટું થઇ ગયું, ને મારા થઇ ગયા દાવ.

  આ કડી તો બહુ જ જોરદાર બનાવી છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s