આવ્યા છો તો હખણા થઇ ને રહો…

બે પ્રકારના બાળકો હોય છે: ડાહ્યા અને તોફાની બારકસ. ૯૩% બાળકો તોફાની બારકસ હોય છે અને ગુજરાતી સાહિત્યમાં અત્યારે જે હાલરડાઓ ઉપલબ્ધ છે એ બાકીના ૭% બાળકો માટે જ હોય છે. મોટા વર્ગને અન્યાય થઇ રહ્યો છે, એ અન્યાયની વિરોધમાં આ પ્રથમ પગલું છે…

(પહેલી પંક્તિ અને પ્રેરણા માટે આભાર – બધિર અમદાવાદી; બાકીની પંક્તિઓ માટે આભાર – લોકગીત)

તમે મારા દેવના દીધેલ છો,
તમે મારા દિવેલ પીધેલ છો!
આવ્યા છો તો હખણા થઇ ને રહો…

મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ ;
મા’દેવજી તમે જ કો’ આ મારી કયા જનમની ભૂલ !

તમે મારું ખોટું નાણું છો, કેમ કરી તમને વખાણું ક્હો?
આવ્યા છો તો હખણા થઇ ને રહો…

હડમાન જાઉં ઉતાવળી ને જઇ ચડાવું તેલ,
હડમાનજી પરસન થાઓ ને બંધ કરાવો આના ખેલ.

તમે ખાટલે પડેલી ખોટ છો,તમે એક મોટ્ટી નોટ છો.
આવ્યા છો તો હખણા થઇ ને રહો…

– સાક્ષર

તા.ક. – હું અને મારો ભાઈ, બંનેમાંથી એક માટે “અમર થઇને રહો” અને બીજા માટે “હખણા થઇ ને રહો…” લાગુ પડે છે.

નોંધ – ટેગને જોઈને કોઈ નિર્ણય ન લેવો.

15 thoughts on “આવ્યા છો તો હખણા થઇ ને રહો…

  1. રાજકારણમાં લઘુમતીનું તુષ્ટિકરણ કરવામાં આવે છે એવું જાણેલું, પણ આ વાંચીને પહેલી વાર ખ્યાલ આવ્યો કે સમાજકારણમાં ય આવું જ ચાલતું આવ્યું છે. સારું થયું કે તમે બહુમતીના અન્યાય સામે કદમ ઉઠાવ્યું. બાય ધ વે, તમારા અને સભરમાંથી કોના માટે ‘અમર’ અને કોના માટે ‘સખણા’ એની સ્પષ્ટતા કરવા વિનંતિ. શું છે કે કોઈ કશું ધારી લે ને તમને અન્યાય થઇ ન જાય!

  2. હડમાનજી પરસન થાઓ ને બંધ કરાવો આના ખેલ….
    આમને બિચારા ને ક્યાં આ જંજાળ માં નાખો છો?
    જો કે સોવ તો એ જ કરી શકે કારણ કે ૯૩% ના આરાધ્ય દેવ એજ હોય છે કે હોય એવું લાગે છે!

  3. હા હા હા …
    બૌ જ જોરદાર…

    પણ કુવા માં હોય એ જ હવાળા માં આવે ને? મારી હીર બૌ તોફાન કરે ત્યારે મને એમ જ થાય કે – કયા જનમ નો બદલો લેવા આવી છે? ને મારા પપ્પા કાયમ કહેતા – જેને કોઈ ના પહોંચે એને એનું પેટ પહોંચે !

    છતાં તોફાની બારકસ સંતાનો હોવાની પણ એક એરી મઝા છે!

Leave a comment