આમ ભલે મારું નામ સાક્ષર હોય પણ કવિતાના છંદની બાબતમાં હું નિરક્ષર છું. એ બાબતમાં સાક્ષર એવા શ્રી પંચમ શુક્લએ મારી એક કવિતા “ખારું કશું ન હોય“નું છંદોબદ્ધ ગઝલાંતર નીચે પ્રમાણે કર્યું છે:
ખારું કશું ન હોય તો ખાઈ બતાવ તું,
ખારું જ બધું હોય તો બીજું બનાવ તું.
અજવાળું ઓરડે નથી, શું બિલ ન’તુ ભર્યું?
કેન્ડલની લાઈટમાં જમીશું, અહીં જ આવ તું!
છો પહેરવાને ના કશું, ઓઢ્યુંય કંઈ ન હો,
માર્કેટ તિબેટી ઐં-જ-છે, પૈસા મોકલાવ તું.
ઠોલાએ ઉભો રાખ્યો ત્યારે ટેક્સ્ટ એ મળ્યો,
“ઠોલો ઊભો છે ચોકડીએ સ્લો ચલાવ તું”
– પંચમ શુક્લ
તા.ક. – થોડા દિવસ પહેલા ફરી એક વખત રેડિયો મિર્ચી પર બીજી એક કવિતા “જાડી કન્યાની ડોલી ઉંચકતા” આવી હતી…જે તમે નીચેના પ્લેયરમાં સાંભળી શકો છો. (રેકોર્ડીંગ માટે રક્ષિતભાઈ પંડિતનો આભાર)
Hi Sakshar, its really great that ur kavita came in Radio Mirchi…
This is a real ‘Value Addition’, isn’t it?
abhinandan bhai !! saras saras …
વાહ! સાક્ષરજી + પંચમજી
ભાઈ સાક્ષર, રચનાની નીચે તમારું નામ જ લખો (કૌંસમાં ગઝલાંતરણની ક્રેડિટ મૂકી શકાય – જો કે એ જરાય જરૂરી નથી. મેં તો ખાલી ક્રોસવર્ડ ભરવા જેવી રમત કરી જ ગણાય.)
ચોક્કસ સંદર્ભ જાણ્યા વગર, કોપિ-પેસ્ટ વાળા આ રચના મારા નામે ફરતી કરી દેશે.