ખારું કશું ન હોય તો…

(રાજેશ વ્યાસની ક્ષમા-યાચના સહ, પહેલી પંક્તિ માટે આભાર – અધીર અમદાવાદી)

ખારું કશું ન હોય તો ખાઈ બતાવ તું,
ખારું જ બધું હોય તો બીજું બનાવ તું.

અજવાળું નથી ઓરડે, બિલ ભર્યું ન’તુ,
કેન્ડલ લાઈટમાં જમીશું, બસ અહીં આવ તું.

પહેરવા કંઈ છે જ નહિ, ઓઢ્યું પણ કંઈ નથી,
તિબેટીયન માર્કેટ ખુલ્લું છે, પૈસા મોકલાવ તુ.

ઠોલાએ ઉભો રાખ્યો ત્યારે તારો એસ.એમ.એસ. જોયો,
“આગળની ચોકડીએ ઠોલો છે, બચી ને ચલાવ તુ.”

‘સાક્ષર’ હોવાનો ભ્રમ દાક્તરે આટલું કહી તોડ્યો,
“વાંચવું જો હોય તો ચશ્માં ના નંબર કઢાવ તુ”

– સાક્ષર

(ઠોલાવાળી પંક્તિ અધીર અમદાવાદીને સમર્પિત… 🙂 )

Advertisements

21 thoughts on “ખારું કશું ન હોય તો…

 1. ઠોલાએ ઉભો રાખ્યો ત્યારે તારો એસ.એમ.એસ. જોયો,
  આગળની ચોકડીએ ઠોલો છે, બચી ને ચલાવ તું

  વાહ! મજાની રચના.

 2. શ્રી સાક્ષરભાઈ,

  ‘સાક્ષર’ હોવાનો ભ્રમ દાક્તરે આટલું કહી તોડ્યો,
  “વાંચવું જો હોય તો ચશ્માં ના નંબર કઢાવ તુ

  મઝાની રચના. સાક્ષર ખરેખર સાક્ષર છે…વાહ…વાહ..

 3. સાક્ષર,
  એકએક્નું માથું ભાંગે તેવી પંક્તિઓ છે. મજા,મજા ને મજા આવી ગઈ.

 4. સાક્ષરભાઈ,

  મજા આવી ગઈ હઝલ વાચીંને, મજાક મજાકમા ઘણી સમજદાર વાતો કરી છે….

  Humor is a one way to represent serious thing… 🙂

  આ શેર મને ખુબ ગમ્યો…

  ‘સાક્ષર’ હોવાનો ભ્રમ દાક્તરે આટલું કહી તોડ્યો,
  “વાંચવું જો હોય તો ચશ્માં ના નંબર કઢાવ તુ

 5. સરસ કવિતા. મઝા પડ ગઇ. સાક્ષરભાઇ આપની કવિતાઓમાં પારદર્શિતાના દર્શન થાય છે.

 6. સાક્ષર, ઠોલા માટે ક્રેડીટ આપવાની રહી ગઈ બકા !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s