શું કરવું હતું… શું થઇ ગયું…

(“ભોમિયા વિના મારે” – ઉમાશંકર જોષી પરથી પ્રેરિત)

શું કરવું હતું…

GPS વિના મારે ભમવા’તા Mountain,
Highwayની દરેક exit જોવી હતી;
જોવા’તા Museums અને જોવા’તા Fountain,
અને Fountainની Mechanism જોવી હતી.

ધાબા-એ-બુર્જ-ખલીફે* વગર લીફ્ટે ચડી,
દર minuteનાં ધબકારા ગણવા હતા;
world-record તૂટે એમ કાઢી હડી**,
પીઝાના રોટલા વણવા હતા.

શું થઇ ગયું…

વગર GPSએ તો એવો ભમ્યો કે,
exitતો એકપણ દેખાય નહિ;
Fountainની mechanismમાં એટલું સમજ્યો કે,
એની નીચે ઉભા રહેવાય નહિ.

જેમતેમ કરીને પહોંચ્યો પાંચમાં માળે,
અને મારી બધી હિમંત તૂટી ગઈ;
Pizza વિષે લખું તો કયા કાળે,
પેનની રીફીલ મારી ખૂટી ઈ.

-સાક્ષર

*ધાબા-એ-બુર્જ-ખલીફા – બુર્જ ખલીફા નામની(વિશ્વની સૌથી ઉંચી) ઈમારતનું ધાબુ

**હડી કાઢવી- દોડવું

તા.ક. –

ઉમાશંકરદાદા કહે છે એમ, ભોમિયા વિના ડુંગર ફરો કે GPS વગર mountains… છેલ્લે દાવ જ થાય છે…

 

Advertisements

13 thoughts on “શું કરવું હતું… શું થઇ ગયું…

 1. GPS માંય ૧૦-૧૫ મીટરની ચોકસાઈ આવે છે. એકાદ રાઈટ-લેફ્ટ ટર્ન ખોટો લાગી જાય તો.. GPS સાથે જ આપણે જીપ્સી બની જઈએ.

  બાય ધ વે, સરસ કવિતા 🙂

 2. as always mast .. but the sharpness and depth of observaton has improved everytime… keep writing… 🙂

  liked the way you dimmed the font color in the line “પેનની રીફીલ મારી ખૂટી ગઈ.”

   1. ઉપરની મારી કૉમેન્ટમાં ‘ખૂટી જાત’ને બદલે ‘ખૂટી જાય’ વાંચજો.

    કવિતાની નીચે તમારું નામ રીફીલ ખૂટી જાય તે પહેલા લખી લેવું જોઈતું’તું. પ્લેજરીયાઓઅને કૉપી-પેસ્ટીયાઓને બહાનું મળી જશે કે મૂળ રચનામાં લેખકનું નામ ક્યાં લખેલું છે? 😉

 3. સાક્ષર .. મૂળ કાવ્યની પસંદગી,રમૂજ, જાત સાથેનો વ્યંગ, તસવીર, શબ્દોની પસંદગી, શાહી ખૂટવાની અસર .. એક હળવી રચના માટેના તમામ હથિયારોનો યોગ્ય ઉપયોગ થયો છે.
  બાહ દોસ્ત. સહુને ખુશ કરી દીધા.
  તમે દર વખતે અનોખું લાવો છો એ વાત ફરીથી કહેવી પડે છે!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s