માનનીય શિયાળાને…

ઓ વહી રહેલી ઠંડી હવા, મને શરદી કેમ કરે?
હોસ્પિટલ બની રહેલા ઘરમાં, વધારે દર્દી કેમ કરે?

એક્સપ્રેસની જેમ ચાલતી ગાડી મારી લોકલ થઇ ગઈ છે,
એક દિવસ જે હતી ઝગમગતી નગરી, આજે લોથલ થઇ ગઈ છે;
શરીરની ટ્રેનમાં કફ ને ખાંસીની ભીડ તો છે જ,
શરદીને પણ અંદર ઘુસાડીને, આટલી ગર્દી કેમ કરે?
…ઓ વહી રહેલી ઠંડી હવા, મને શરદી કેમ કરે?

ફાયર એલાર્મ બંધ કરી ને પણ ઘરમાં તાપણું બાળ્યું છે,
ચાદર જેટલા પણ પગ લાંબા નથી થતા, ટુંટ્યુ વાળ્યું છે;
જ્યારે તાપમાં તપતા હતા ત્યારે તો આવી નહિ,
ને અત્યારે આટલી બધી ચરબી કેમ કરે?
…ઓ વહી રહેલી ઠંડી હવા, મને શરદી કેમ કરે?

તા.ક. –
(અત્યારના વાતાવરણ માટે)
ભગવાન (દબંગ સ્ટાઈલમાં) – “હમ ઐસા atmosphere કર દેંગે, કે તુમ કનફ્યુજ હો જાઓગે કે સ્વેટર પેહને યા રેઇનકોટ!”
(ટ્વીટર પરથી)

આની પહેલા શિયાળા પર:

૭માં ધોરણનો શિયાળો…

15 thoughts on “માનનીય શિયાળાને…

 1. ખુબ સરસ સાક્ષરભાઈ,

  કોટ ટોપીના રક્ષણ નીચે તને લલકારી’તી મેં,
  મફલર સ્વેટર પહેરી પહેરી તુજને પડકારી’તી મેં..
  સામી છાતીએ બોલાવી ત્યારે આવવું હતુંને?
  હવે “પીઠ પાછળ ઘા” જેવી નામરદી કેમ કરે?

  1. સારું થયું ખ્યાલ આવી ગયો…બાકી અમને તો તમારો બ્લોગ વાંચતી વખતે ખ્યાલ નથી રહેતો ને પછી લેપટોપ બગડી જાય છે…અને પછી આની પહેલા લખી એવી પોસ્ટ લખવી પડે છે…

 2. સરસ સાકી, તારી આ કૃતિ… 🙂 એટલે કે કાવ્ય મારી અર્ધાંગીની એની કોલેજ માં બુલેટીન બોર્ડ પર મુકે છે.. અરે ચોક્ક્ર્સ તારા નામ સાથેજ ને…..

  આભાર…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s