લેપટોપને શબ્દાંજલિ…

T = Current Time
(Time given is approximate time)

Time: T minus 5 days

૩ દિવસથી લેપટોપ અડધા કલાકથી વધારે નથી ચાલતું, ગરમ થઇ ને બંધ થઇ જાય છે . આજે તો એનું ઓપરેશન કરવું જ પડશે, અને જાણે મારા મનની વાત સાંભળી ગયો હોય એમ મ્હાત્રે(મારો રૂમમેટ) , “अरे कुछ तो फेन का ज़ोल होगा | खोल के देखते हैं |मैंने इंडियामें २-३ फ्रेंड्स के लेपटोप खोले थे |”
અને આમ બેસી ગયા લેપટોપ ખોલીને અને “fanના ઝોલ” ને દુર કરવા, એને સાફ કર્યો. આખી પ્રક્રિયામાં ૫૦ એક સ્ક્રુ ખોલ્યા’તા, લેપટોપ પર સ્ક્રુ ફીટ તો કરી દીધા, પણ ૩ સ્ક્રુ વધ્યા.

મેં અને મ્હાત્રે એ ભગવાનનું નામ લઇ ને લેપટોપ ચાલુ કર્યું અને પ્રયોગ સફળ. લેપટોપ ચાલુ. અમારી આ ખુશી લોગીન સ્ક્રીન આવી ત્યાં સુધી જ રહી, ખબર પડી કે માઉસ અને કી-બોર્ડ નથી ચાલતા. પાછુ ખોલી અને બીજું કંઈ બગાડવું એના કરતા એક્ષ્ટર્નલ માઉસ અને કી-બોર્ડ લઇ આવવાનું વિચાર્યું અને માઉસ અને કી-બોર્ડ આવતાની સાથે જ મારું લેપટોપ ફરી પાછુ હેવી-વેઈટ થઇ ગયું. ( હવે મારે માઉસ અને કી-બોર્ડ લઇ ને બધું ફરવું પડશે)

Time: T minus 1 year


પહેલા તો ૫ મીનીટ પણ ચાલતું હતું. હવે તો જેવો પ્લગ નીકાળું એવું લેપટોપ બંધ થઇ જાય છે. મને થયું થાય હવે, ૨ વર્ષ થયા રોજ ૨૪ કલાક ચાલે છે હવે તો બેટરી ઉડી જ જાય ને, અને મારું લેપટોપ ટી.વી. બની ગયું, સારી ભાષામાં કહું તો(ટી.વી. – ઇડીયટ બોક્સ, યુ નો) ડેસ્કટોપ બની ગયું. બેટરી લેપટોપમાં હતી પણ કોઈ કામની નહિ, પાવર પ્લગ નીકાળો એટલે લેપટોપ બંધ.
એમ તો પાછા આપણે છોડીએ નહિ, ગુજરાતી રહ્યા ને! ગુગલ કર્યું, એક ફોરમમાં જાણવા મળ્યું કે બેટરી ઉડી ગઈ હોય પછી પણ થોડો ચાર્જ એમાં હોય છે, અને એ મેળવવા માટે બેટરીને ફ્રીઝરમાં ૨ દિવસ મુકવી પડે, એટલે થયું ટ્રાય કરી જોઈએ, નહિ થાય તો એમેય ક્યાં અત્યારે ચાલે છે! એટલે પનીર અને બરફની ટ્રે ની વચ્ચે લેપટોપની બેટરી મૂકી.

Time: T minus 1 year plus 2 days


બેટરીનો શીતનિંદ્રામાંથી આવવાનો સમય થઇ ગયો હતો, અને એક ચમત્કારની આશા સાથે બેટરી લેપટોપમાં નાખી અને લેપટોપ ચાલુ કરી પ્લગ કાઢ્યો અને લેપટોપ બંધ.
બેટરી Dispose કરી દીધી. કંઈ નહિ ચાલો લેપટોપ લાઈટ-વેઈટ થઇ ગયું.

Time: T minus 4 days

“ભલે એક કી-બોર્ડ ને માઉસ સાથે લઇને ફરવું પડે, પણ લેપટોપ બરાબર ચાલે તો છે ને! એ જ મોટી વસ્તુ છે. ચાલો આજથી દર અડધો કલાકે લેપટોપ બંધ થઇ જશે એની ચિંતા કરવી મટી.” આમ વિચારી ગઈકાલ રાતનાં કામયાબ ઓપરેશન પછી આજે પહેલીવાર લેપટોપ ચાલુ કર્યું.

અને…

કમાલ થઇ ગયો….સળંગ ૧૨ કલાક અટક્યા વગર લેપટોપ ચાલ્યું. આજની ઊંઘ રોજ કરતા સારી આવવાની હતી. જો કે કાલની ઊંઘ આજની જેવી જ રહેવાની છે એવી ક્યાં કોઈ ખાતરી હતી.

Time: T minus 3 years, Venue: Best Buy, Rochester, NY

“Sony Vaio જો તો કેટલામાં છે?”

“૮૫૦.”

“અરે પણ જવા દે આપડા કામનું નથી Budgetની બહાર છે”

“આ ૫૫૦માં છે. ગેટ-વે કરી ને કોઈ છે”

“જવા દે યાર નામ પણ નથી સાંભળ્યું”

આમ એક પછી એક cancel કરતા કરતા અમારું ૭ જણનું ટોળું તોશીબા પર અટક્યું,

કિંમત – $૭૫૦ , 2 GB RAM , 120GB HDD , AMD Turion 2.0GHz, Integrated Webcam અને free Printer. J

સાતે જણ  એક સરખા લેપટોપ લઇને Best Buyની બહાર નીકળ્યા.

ઘરે જઈને જલ્દીથી લેપટોપનું ખોખું ખોલીશુંના excitementમાં ખોખું લઇને બસમાં બેઠા, અને આખા રસ્તામાં ખોખા પર રહેલી બધી વિગતો વાંચી લીધી. ક્યાંય expiry date નહોતી લખી.

Time: T minus 3 days

ગઈકાલ રાતની સરસ ઊંઘ પછી બેફીકર થઇ લેપટોપનું પાવર બટન દબાવી તે બુટ થાય ત્યાં સુધી બ્રશ કરવા બાથરૂમમાં ગયો. પાછો આવીને જોયું તો લેપટોપ બંધ.

ફરી પાવર બટન દબાવ્યું. ૨ સેકંડ ચાલ્યું. પાછુ બંધ.

ફરી ચાલુ કર્યું, ૩-૪ સેકન્ડ પછી બંધ.

ભલે ખોખા પર લખી નહોતી, પણ બોસ, expiry date આવી ગઈ છે.

Time: T

લેપટોપમાં પ્રોબ્લેમ શું છે ખબર પડી ગઈ છે. ગરમ થાય છે તો બંધ થઇ જાય છે, અને ઠંડું હોય છે ત્યારે ચાલુ નથી થતું. સાંજે ઓફીસથી ઘરે જઉ ત્યાં સુધીમાં ઠંડું થઇ ગયું હોય છે, અને પુરમાં ક્યાંક સ્કુટર ફસાઈ ગયું હોય અને કીક મારી ને ચાલુ કરવાનો પ્રયત્ન કરીએ એ રીતે ૨ કલાકે ચાલુ થાય છે. પહેલા ૨ સેકંડ, પછી ૪ સેકંડ, પછી પહેલી સ્ક્રીન સુધી, પછી લોગીન સ્ક્રીન સુધી, પછી કોઈ એપ્લીકેશન ખોલો ત્યાં સુધી એમ કરી ને ૧.૩૦ એક કલાકે સારી રીતે ચાલુ થાય છે અને ૧૫ મીનીટમાં ગરમ થઇને બંધ થઇ જાય છે, પછી તરત ચાલુ નથી થતું, થોડું ઠંડું કરવા દઈ ને ચાલુ કરવું પડે, અને ફરીથી એ જ પ્રોબ્લેમ.

હવે, તોશી’બા’ ઘરડા થઇ ગયા છે. L

તા.ક. ૧ – શ્રી લઘરવઘર અમદાવાદી એ કહ્યું છે કે , “બહુ લખવું નહિ, લોકો એ વાંચવાનું પણ હોય છે” એમના આ નિયમનો આજે ભંગ કરી ને ઘણું બધું લખી દીધું છે, પણ જેની સાથે મારા દિવસનો સૌથી વધારે સમય પસાર કરતો હોઉં એ લેપટોપ માટે આટલું તો નહિ તુલ્ય છે.

તા.ક. ૨ – થોડા દિવસ પહેલા જ ખબર પડી કે દુનિયાનું પહેલુ Mass-Market Laptop Computer તોશીબાનું હતું અને ૨૫ વર્ષ પછી એ હજુ પણ ચાલે છે. (“સૌથી ઘરડા તોશી’બા’ “)

લીંક – http://thenextweb.com/shareables/2010/10/26/worlds-first-laptop-25-years-old-and-running/

ટૂંકમાં, મને લેપટોપ વાપરતા બરાબર નથી આવડતું.

Advertisements

35 thoughts on “લેપટોપને શબ્દાંજલિ…

 1. ભાઈ શ્રી સાક્ષર
  તમારી ભાષા વ્યક્ત કરવા નિ શૈલી તથા એ તરફ નો નજરીયો અ તુલનીય છે. આપે લેપટોપ ને જે રીતે એક વાર્તા માં ઢાળ્યું તે ખુબજ ગમ્યું

  મારા વતી આપ ને ખુબ ખુબ અભિનંદન

 2. ભાઇશ્રી પ્રશાંત,

  તમને ગમ્યું એ વાત આનંદદાયક છે પણ “ભાષા વ્યક્ત કરવાની શૈલી અને નજરિયા” ના વખાણ કરીને અમને ઝાડ પર ન ચડાવવા, ભવિષ્યમાં તમને જ અઘરું પડશે… હેહે…

  1. sakshar you can write wonderful post ..because you can enjoy every moment of life..good, bad or worst!! you always see them with different perspective…great thing to learn from you.

 3. 🙂 આપણે તો ભાઈ ડેસ્કટોપ જિંદાબાદ! 😉 પેલા ત્રણ સ્ક્રુ શેના બચી ગયા હત એ ખબર પડી ખરી છેવટે ?? 😉

 4. ત્રણ સ્ક્રૂ વધ્યા એ બાબતમાં મને ય “આવા સમય”ની બે વાત યાદ આવી.

  1 – હું ટીવી કંપનીમાં જોબ કરતો ત્યારે અમે એવું (મજાકમાં) એવું કહેતા કે ટીવી રીપેરીંગ કે એસેમ્બલ કરતા જેટલા વાયર વધે એને “ગ્રાઉન્ડ” કરી દેવાના 😉

  2 – સુપર ફોન ઇન્ટરકોમના ડિલરને ત્યાં જોબ કરતો ત્યારે એક બંદો એવો હતો કે જે જ્યાં પણ ઇન્ટરકોમ સરવીસીંગ માટે જાય એટલે નવા નવા ફોનના 4માંથી 2સ્ક્રૂ કાઢી લે…. એનો (કુ)તર્ક એવો હતો કે સામ સામે બે સ્ક્રૂથી ફોન તો ચાલુ જ રહેવાનો છે, અને AMCમાં આપણે દરમહિને ફોન સર્વીસ કરવાના હોય એટલે આપણી અડધી મગજમારી કમ થઈ જાય ને?!

  1. hahaha …

   @2,
   એના પરથી મને પણ એક વાત યાદ આવી:
   હું વિદ્યાનગર ભણતો હતો ત્યારે એક ડેસ્કટોપ હતું મારી પાસે. મુવીઝની લેવડ દેવડ કરવા અમે લોકો એક-બીજાની હાર્ડડીસ્ક લઇ ને સીપીયુ માં જોડતા હતા. તો દર વખતે સીપીયુ ના બધા સ્ક્રુ ખોલવા ન પડે એટલે ૬માં થી ૨ કાઢી ને રાખતા હતા. બાકી ના ચાર થી કામ ચાલી જતું. પછી એ બે જે કાઢીને રાખતા હતા એ ખોવાઈ ગયા ક્યાંક. પણ પછી ૪ પણ વધારે લાગતા હતા, એટલે તમે કીધું એમ સામ સામે ૨ રાખતા અને ૨ કાઢી ને રાખ્યા’તા. એ પણ પાછા ખોવાઈ ગયા. આમ કરતા કરતા છેલ્લે સ્ક્રુ વગર જ ખાલી સીપીયુ નુ ખોખું ચડાવેલું રાખતા.

   1. Sakshar,

    Even I was studying in Vidyanagar and we used to do the same thing…. Hard Disk always used to hang outside the CPU and anyone can come and plug in another hard disk… I think whatever you learn in hostel life, u never learn all those tricks (even in college)…..

    btw if you don’t mind, which college u were in? BVM?

 5. Shakshar, tari post vanchata mane ’82 no jamano yaad avi gayo. Ek colleague nu time piece (alarm) nahotu chaltu to me kahyu mane avde che, apde kholie….kholyu, kerosene ma clean karyu ane fit karyu……..thoda chakkar cadhya….hahaha..pan, manas mazano hato mane kahe, badha chakkar andar nakhi de ane bandh kari de, eni mede set thae jashe….hahahahaha

   1. મારા લેપટોપ ની બેટરી પણ બગડી ગઈ છે અને ખોલવાનો વિચાર પણ આવતો હતો પણ તારી પોસ્ટ વાંચ્યા પછી થયું કે જેમ ચાલે છે તેમ ચાલવા દો.

 6. તમારા લેપ્ટોપનો ખરખરો અહીં તમારા બ્લોગના આંગણે જ કરી લઉ છું. એક સાચ્ચા ગુજરાતી તરીકે ડોલર બચાવવા જે મહેનત કરી એ પણ પ્રેરણાદાયી છે. 🙂

  પણ હવે લેપ્ટોપની આત્માને શાંતિ આપીને નવું લેપ્ટોપ ખરીદી લો એટલે તમારા આત્માને પણ શાંતિ મળે. 🙂 આજે ધનતેરસના શુભ દિવસે ખરીદીમાં લેપ્ટોપ ખરીદી લો.

  1. આ પોસ્ટ લખી ત્યારે જ ઓર્ડર કર્યું’તું અને આજે ધનતેરસના દિવસે જ આવી પણ ગયું ઘરે…
   અને આ નવા લેપટોપ પરથી પહેલી કોમેન્ટ… 🙂

   1. લેપ્ટોપને ચાંદલો કરી, ચોખા ચોડી, ફૂલહાર કરી, સમસ્ત બ્રહ્માંડમાં વિચરતા સમસ્ત દેવી દેવતાઓને યાદ કરીને લેપ્ટોપની સ્વિચ ઓન કરવી જોઇતી હતી અને ધનપૂજનના બદલે લેપ્ટોપ પૂજન કરવું જોઇતું હતું. 🙂

    એક આડ વાત એ પણ કરી લઉં કે ગમે તેટલું મોંઘું કે સારી કંપનીનું લેપ્ટોપ લો, બેટરી એક વર્ષમાં સ્વર્ગસ્થ થઇ જ જાય છે. મારા ઘરના લેપ્ટોપના પણ આ જ હાલ છે. પ્લગ નિકળ્યો નથી કે લેપ્ટોપ બંધ. પણ અત્યારે જેટલો સમય ખેંચાય એટલો સમય આ તકલીફ સાથે ખેંચું છું. આખરે રહ્યા તો ગુજ્જુને 🙂

  2. મારા મેકબુકની બેટ્રી ૨.૫ વર્ષ પછીયે ૧.૩૦ થી ૨ કલાક ચાલતી હતી. દુર્ભાગ્યે બેટ્રી ફૂલી ગઈને મારે નવી બેટ્રી લેવી પડી 😀

 7. @વિરાજ,

  બેટરી બગડ્યા પછી તો મેં ૧ વર્ષ પછી ખોલ્યું… એટલે હમણાં ખોલવાની તો ભૂલ જ ન કરતો દોસ્ત…

 8. “લેપ્ટોપને ચાંદલો કરી, ચોખા ચોડી, ફૂલહાર કરી,…”

  આવું બધું કરત અને કંઈક લેપટોપની અંદર જાત અને બંધ પડી જાય અને પાછુ ખોલવાનું થાત, તો ફરી એક મોટી બ્લોગ પોસ્ટ લખવી પડત…. એના કરતા direct ચાલુ કરી દીધું…. એક કોમેન્ટમાં પતી ગયું… 🙂

 9. ભાઇ સાક્ષર,
  જેમ પ્રશાંત ભાઇએ કહ્યું તેમ તમારી રજુઆતની રીત અતિ સુંદર છે અને તમે આ લેખને એક વાસ્તવિક જીવનનાં અનુભવ સાથે એક હાસ્યલેખમાં પરિવર્તિત કરી દીધો તે બદલ આભાર.

   1. અરર. ડેલમાં ક્યાં પડ્યા, યાર?

    તોશિબા હજીય સારા લેપટોપ બનાવે છે..

   2. Lol…ame 2 motro e 3 varsh pahel ‘Dell’ lidha hata. mara mitra na LT ni battery dev thae gae ane mara LT ni haji chale che….lucky I am.

 10. @કાર્તિકભાઈ,

  ૨-૩ મિત્રોનો ડેલ સાથે સારો અનુભવ રહ્યો છે…એટલે ડેલમાં પડ્યા…

 11. લાંબી કે ટુકી, પણ સ્ટોરી જબરદસ્ત રહી. laptop નું શું થયું એ અંત આવતા આવતા ભૂલી ગયો. પણ આશા છે કે તમારું કામકાજ અટકે નહિ.
  ખુબ મસ્ત (કરુણ હોય તોય મસ્ત) પોસ્ટ.
  જય

 12. Lol your T minus 5 reminds me of something. We have some serious push-bike geeks at work. One of them bought a rules book for bikers and one of the rules was: right number of bikes to own = n+1 where n is current number of bikes owned. Correcting this my boss enlightened me with another formula: right number of bikes to own = w-1 where w is the number at which your wife will divorce you. 😀

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s