કવિ બનવું છે?

તો નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખો:

૧. કમ્પલસરી વાપરવા પડે એવા શબ્દો: મૃગજળ, ઝરણું, આભ, ઝાકળ, ઝળહળવું વગેરે… (મૃગજળ અતિ અગત્યનો શબ્દ છે)

૨. ‘પ્રેમ’ અને ‘મૃત્યુ’ વિષયો પર ઢગલાબંધ કવિતા લખવી.

૩. સેન્ટી કવિતાનો ટી.આર.પી. સાદી કવિતા કરતા વધારે હોય છે…એટલે કે પ્રેમ ની કવિતામાં વિરહ ઉમેરવું.

૪. સહેલા શબ્દો કદિ ન વાપરવા જેમ કે બારણું શબ્દ વાપરવાની જરૂર હોય ત્યાં ‘દ્વાર’ કહેવું, પગ ની જગ્યા એ ‘ચરણ’ વગેરે વગેરે…

૫. ઉપમાઓ આપવી અનિવાર્ય છે… લહેરો જેવા વાળ અને સમુદ્ર જેવી આંખો ને એવું બધું…

૬. થોડાક છંદ શીખી લેવા… જો કે ના શીખો તો અઘરા શબ્દો વાળી કવિતાઓ લખી પોતે ‘અછાંદસ સ્પેશીયાલીસ્ટ’ છો એવી રીતે પોતાના વખાણ કરાવવા.

૭. પોતાનું એક તખલ્લુસ રાખવું જે મારી મચેડીને છેલ્લી પંક્તિમાં લાવી દેવું… એક શબ્દનું કોઈ પણ નામ હોય તો ચાલે…. પણ જેટલું અઘરું રાખો એટલું છેલ્લી પંક્તિ માટે એક નવો અઘરો શબ્દ શોધવાની મહેનત ઓછી.

(બસ આનાથી વધારે વિચારો નથી આવતા… આવતા હોત તો કવિ હોત)

——

તો આ સાંભળીને કવિશ્રી અધીર અમદાવાદી એ આ બધા મુદ્દાઓ આવરી લઇને ઉદાહરણ કવિતા બનાવી.

મને મારા જ પડછાયા આકરા લાગે છે. (શરુઆતમાં એક અધરી વાત કહી દો )
શશિ આભમાં સળગતા કાકડા લાગે છે.

કે ત્યાં લગી આવી અટકી ગયા પગરવ
એકલતાના દ્વાર સમીપ બાંકડા લાગે છે.
(અઘરા શબ્દો :દ્વાર, પગરવ, સમીપ)

મધુર રસ સભર અસર અંતર તરબતર (અલંકાર)
હોઠ જલેબી, હાથ તારા ફાફડા લાગે છે. (ઉપમા)

ગાલગા ને ગાગાલગા એ ઘોળીને પી ગયા (તખલ્લુસ ઘુસાડો !)
‘અધીર’ સાચા કવિ થવાના તાયફા લાગે છે.

– અધીર અમદાવાદી

—–

તા.ક. –

ઈચ્છાઓ, તદબીરો, વિચારો, સંકલ્પો અને ઈરાદા આપી દઉં,
તમારી આ કવિતા પર જન્મો-જન્મના વાદા આપી દઉં,
તમારી આ કવિતા એટલી તો ગમી છે ‘અધીર’;
દાદ તો શું તમારી કવિતા માટે દાદા આપી દઉં.

– સાક્ષર

(પ્રાસ સાચવવા માટે લોકો દાદાને પણ નથી છોડતા)

17 thoughts on “કવિ બનવું છે?

 1. સરિતા જેમ ઉદધિમાં સમાઇ જાય છે, તેમ હે સાક્ષર! કવિતાની આ રેસીપી ચિંતનની રેસીપીમાં સમાઇ જાય એવી છે. ચિંતનમાં હજી થોડા કીટકો (પતંગિયાં, ઇયળ વગેરે)નાં નામ ‘આઇસીંગ ઓન ધ કેક’ની જેમ ઉમેરી શકાય.

 2. આમાંના કોઈ પણ ત્રણ ચાલે:

  ન સમજાય તેવું લખવું
  ન ગવાય તેવું લખવું
  સાહિત્યમાં ડિગ્રી રાખવી અને બને તો ગુજરાતીના પ્રોફ઼ેસર થવું
  સાહિત્યકારોને (સાહિત્ય પર ફરી વળેલી કારોને) મિત્રો રાખવા
  અમદાવાદમાં રહેવું/પાઠ્યપુસ્તકમંડળમાં સગાં રાખવાં
  પુરુષ સાહિત્યકારોએ સ્ત્રી ભાવોમાં લખવું/સ્ત્રી સાહિત્યકારોએ સ્ત્રીવાદમાં લખવું

 3. મુદ્દાઓ, ઉદાહરણ કવિતા અને પ્રતિભાવો (પ્રમથભાઈનો ખાસ) વાંચી સહસ્ર કવિતાઓ વાંચવાનું સુખ પ્રાપ્ત થયું.

  ભાઈ સાક્ષર, સાથે સાથે આ સાથે આ વાંચવાનું ના ભુલાય એ જોજે.
  http://layastaro.com/?p=5141

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s