ભાઈબંધના દાવ

તો થયું એવું કે, મારા એક મિત્ર રોનલ કનોજીયાએ એમના ‘એ’ માટે કંઈક આવું લખ્યું,

“જીવનરૂપી દરિયામાં નજીવું વ્યક્તિત્વ(હું) ધરાવું છું,

પ્રાણપંખેરું ઉડી જશે પણ વિચારોની લાશ(હું) તરાવું છું,

કાલે કદાચ ના મળું એટલે જ

દિલમાં તમારા ચિત્ર મારું દોરાવું છું”

– રોનલ કનોજીયા

તો મેં વિચાર્યું કે એમના ‘એ’ જો આવું વાંચે તો એમનો પ્રતીભાવ શું હોય. તો જોઈએ એમના ‘એ’નાં જ શબ્દોમાં.

એક તરફ કહે છે સખી છુ હું એમની ને એ છે મારા મિત્ર;
કાલે એ નાં મળે એટલે આજે બેસાડી દીધી દોરવા ચિત્ર.

કોઈ દા’ડો માણસ તો દોર્યો ન’તો; દોર્યા’તા ડુંગરા ને ઝાડ;
રોનલને દોરવાનો આવ્યો જ્યારે તો પહેલા હૈયે પડી ગઈ ફાળ.

૯ વાગે દોરવાનું ચાલુ કર્યું તું મેં, ને હમણાં તો ૨ વાગ્યા;
૨-૪ જે લીટાળા કર્યા’તા મેં એ એના વાળ જેવા લાગ્યા.

આંખો જ્યાં દોરવાની આવી ને ત્યાતો આંખે પરસેવા છૂટ્યા,
ડૂચા વાળી વાળી કાગળના થાકી, અને કાગળ પણ હવે તો ખૂટ્યા.

પછી થયું એક ચિત્ર-શિક્ષક રાખું તો જ મારું થાય ભલું,
જક્કાસ એક ચિત્ર બનાવીને રાખું પછી જ રોનાલ ને મલુ.

શિક્ષકેય આવીને, હાથ પકડીને મારો, ચિત્ર દોરતા શીખવાડ્યું;
ચિત્ર દોરીને હુતો દીવે ગઈ જોવા તો કાગળ આખુંએ મેં બાળ્યું.

પણ દીવાના પ્રકાશે શિક્ષકને જોઈ મારા મનમાં કંઈ કંઈ થાય;
ચિત્રો દોરાવવાનું કે’તો’તો ને રોનલ હવે એ તેલ લેવા જાય.

– રોનલની ભૂતપૂર્વ પ્રેમિકા(કવિતા ખતમ થવા સુધીમાં ભૂતપૂર્વ થઇ જાય છે)

તા.ક. – આ કવિતા ૨૬મી જુલાઈએ લખી’તી અને એક મિત્રને સંભળાવી તો  એણે પૂછ્યું, “આ કવિતા ‘ગુરૂપુર્ણીમા સ્પેશિયલ’ છે?” :p

રોનલ માટે નોંધ – Sorry man. 😦

Advertisements

6 thoughts on “ભાઈબંધના દાવ

 1. હા હા હા…..મને પણ કવિતા ગમી સાક્ષર…..
  અને પાછું શીર્ષક પણ જબરું અપ્પ્યું છેને….
  “ભાઈબંધ ના દાવ”….
  પણ સારું થયું આ કવિતા માં મારી પ્રેમિકા ભૂતપૂર્વ બની ગઈ….
  કેમકે હવે તું ફરીથી કોઈ પ્રેમિકા વિષે કવિતા બનાવી જ નઈ શકે ને મારા માટે…..
  કઈક નવું વિચારવું પડશે તારે….હહાહ્હા…..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s