વાદળ, વીજળી ને એવું બધું…

ચાંદામામા એ વીજળીને કહ્યું, “બેટા, મારી એક વાત સાંભળશે?,
ક્યાંક બીજે જઈને અવાજ કરને, આ વાદળ જાગશે તો પછી રડશે.”

આ સાંભળી ચાતકના મોમાં પાણીના મોજા છૂટ્યા,
“મહિનાઓથી તરસ્યો હતો, હાશ! મારા રોજા તૂટ્યા.”

ધરતી પર વરસાદ પડતા જ દેડકાના મીસીજે કહ્યું, “જુઓ તો આ કોણ આવ્યું?”
(દેડકા એ કહ્યું)’ધોધમારભાઈ આવે તો જ આપડે નીકળીએ, આ તો છાંટા એ બારણું ખખડાવ્યું.’

ઘાસના સ્ટેજ પર અને વીજળીના પ્રકાશમાં નાચી ઉઠ્યો ત્યાં મોર,
ઓડિયન્સ થયેલા વૃક્ષો બોલી ઉઠ્યા: Once More, મોર, Once More.

– સાક્ષર

મીસીજ/મિસેજ – Mrs નું ગુજરાતી  (વાક્યપ્રયોગ – આ છે’ન અમારા મિસેજ છે)  😉

તા.ક. – પહેલા વરસાદમાં બીજું કોઈ પલળે કે ન પલળે સુકવેલા કપડા અને અગાસી પર ગાદલા જરૂર પલળે છે :p

આ પહેલા આ વિષય પર:

૧. …વરસાદ ભિડુ તુ ક્યારે વરસે રે?

૨. વરસાદની પહેલાનો બાફ

Advertisements

13 thoughts on “વાદળ, વીજળી ને એવું બધું…

  1. સાક્ષર, બહોત અચ્છે! નવાઇની વાત એ છે કે વરસાદ વિષે છે અને કવિતા છે, છ્તાંય રાધા, કાન, ગોકુળ, વૃંદાવન, મોરપીચ્છ, વગેરેનો ઉલ્લેખ નથી. આગે બઢો.

  2. Shakshar, dost aje fari aa rachna vanchavanu man thayu.
    Chelle je Ta.Ka. apyu che tema ghana chabarda thay che.
    Bahuvachan vaparvada shokhino ne khabar nathi raheti ke ‘aa chen te apda….’ mara ek sahkarmachari ne ek vakhat me kahyu ke bhai ‘tara purta rakhe to vandho che!!?’ 😀

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s