મારો પહેલો શબ્દ…

મમ્મી.

સવારે શાકભાજી-વાળા પાસેથી શાકભાજી લેવાની હોય, એજ વખતે બહાર રમતા નાના બાળકનું ધ્યાન રાખવાનું હોય કે એ મોઢામાં માટી તો નથી નાખતો ને, એટલામાં બીજો મોટો બાળક નવી નવી સાયકલ શીખતો હોય અને ઢીંચણ છોલીને આવ્યો હોય ત્યારે પપ્પા નાં ટીફીન માટે મુકેલી દાળનો વઘાર બળી નાં જાય એનું ધ્યાન રાખતા રાખતા એને ડેટોલ લગાવી આપવાની, પપ્પા જોબ માટે નીકળી ગયા હોય પણ અડધે થી કશુંક ભૂલીને પાછા આવતા હોય (પપ્પા, આ તો એમ જ લખ્યું છે, કોઈક જ વખત ભૂલો છો, રોજ ની વાત નથી કરતો 😉 , તમે તા.ક. વાંચજો) ત્યારે એ જ વસ્તુ લઇ ને બહાર ઉભી હોય, મમ્મી. અને આ તો દિવસની શરુઆત છે, આના પછી બીજા સત્તરસોને સાત કામ*.

* જ્યારે પણ હું બોર્નવીટા કે એવું કંઈક ઢોળું ત્યારે મારી મમ્મી હમેશા કહે, ” એક તો સત્તરસોને સાત કામ લઇને બેઠા હોય અને એમાં તું એક વધારી આપે છે”

(કાવ્ય બંધારણ- “કીડી સમી ક્ષણોની.. – રાજેન્દ્ર શુક્લ” પરથી પ્રેરિત)

બહુ દિવસે દેખાયો! શાકભાજીમાં લાવ શું છે?
બટાકા કેટલાના કિલો? રીંગણના ભાવ શું છે?

ના પાડી’તી ને તને, ધૂળમાં નહિ રમવાનું,
માટી ભરેલી છે ને, મોં ખોલ, બતાવ શું છે?

સાચ્ચું બોલ જોઈએ, સાયકલ લઇને પડ્યો?
આ ઘૂંટણિયે પડ્યો છે એ લાલ ઘાવ શું છે?

કાલે રૂમાલ રહી ગયો તો, આજે પાકીટ રહી ગયું,
એક એક વસ્તુ માટેની, આ આવ-જાવ શું છે?

-સાક્ષર

તા.ક. – મમ્મી માટે બહુ બધું લખ્યું, તો પપ્પા માટે પણ કંઈક લખી દઉં… (અમારે તો બંનેને ન્યાય આપવો પડે ને…નહિ તો એક ને ખોટું લાગે 😉 )
બાપા એટલે બાપા, બાકી બધા પસ્તીના છાપા.

Related Posts: (NOT automatically generated 🙂 )
1. माँ मैं आ रहा हूँ !!!
2. બોર્ન્વિટા – બે અવલોકન

Advertisements

13 thoughts on “મારો પહેલો શબ્દ…

  1. તમારો બ્લોગ વાંચીને તમને અભિનંદન આપનારા મારા જેવા દરેક જાણ યાસે-અનાયાસે પોતાની માતા પ્રત્યેનો વ્હાલ દર્શાવી દે છે…….!!

  2. બહુ સરસ! ‘એક કામ વધાર્યું’ એ દરેક મમ્મીઓની કોમન ફરીયાદ હોય છે. મારી મમ્મીની પણ હતી, અને મારા બાળકોની મમ્મીની પણ હોય છે!

  3. Ma mate ek avlokan ‘ma badak ne 9 mahina pet ma rakhi ne jive che ane tene pan jivade che…bapa, 9 mahina to thik 9 kalak ke 9 minute ane pet ma to shakya nathi pan, pet upar pan nathi rakhi sakta’
    P.S. koie khotu lagadvu nahi ane lage to ghare jaine jami levu. 😀

  4. હળવી અને મઝાની છતાં અર્થસભર રચના.

    આ પ્રકારની હથોટી જોતાં.. ભવિષ્યમાં પ્રતિકાવ્યોનું એક પુસ્તક મળે એવા અરમાન અસ્થાને નહિ ગણાય.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s