USAની તમન્નાનો અંજામ

(Photo Courtesy - Vinit Naik's Facebook Profile)
(“મેં ત્યજી તારી તમન્ના – ‘મરીઝ’ ”  પરથી પ્રેરિત)
મેં કરી તારી તમન્ના, એનો આ અંજામ છે;
પાગલ હું એકલો નથી, અહીં ગાંડાના ગામ છે.

કબાટમાં જગ્યા હતી નહિ એટલે મુક્યું છે બેસીન પર,
અંધારે જે લાગે કોલ્ડક્રીમ, ખરેખર ઝંડુ બામ છે.
…મેં કરી તારી તમન્ના, એનો આ અંજામ છે.

સ્લીપિંગ બેગમાં ઊંઘું છુ ને એમાં પણ છે bed-bugs;
આપ છતાં પણ એવું કહો છો કે મને આરામ છે!!!
…મેં કરી તારી તમન્ના, એનો આ અંજામ છે.

રોટલીના પ્રાઈસ ટેગ કહેતા ભણીને ન-કારો;
રાઈસને જ ખરીદો, અમારા તો મોંઘા દામ છે.
…મેં કરી તારી તમન્ના, એનો આ અંજામ છે.

વોલમાર્ટથી ગ્રોસરી લાવામાં કરો જલ્દી ‘સાક્ષર’;
આજના ડિનરમાં: બચેલી બ્રેડને થોડો જામ છે.
…મેં કરી તારી તમન્ના, એનો આ અંજામ છે.

– સાક્ષર

તા.ક. –

(મમ્મી- પપ્પા માટે) કટાક્ષ ઉત્પન્ન કરવા કાલ્પનિક દર્દ નાખેલ છે… ચિંતા કરવી નહિ…🙂

18 thoughts on “USAની તમન્નાનો અંજામ

      1. પણ, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ બોટલો ઉભરાતી. અમે તો આવુ સાંભળ્યું છે..😉 વાંધો નહી, તમને થોડી વાર લાગશે, પણ પાક્કા યુ.એસ.નાં એન.આર.આઈ. બનશો ત્યારે આવડી જશે!

  1. વોલમાર્ટથી ગ્રોસરી લાવામાં કરો જલ્દી ‘સાક્ષર’;
    આજના ડિનરમાં: બચેલી બ્રેડને થોડો જામ છે.

    I like Rye bread with Avocado dip.

  2. વાહ! સાક્ષર
    મેં કરી તારી તમન્ના, એનો આ અંજામ છે;
    પાગલ હું એકલો નથી, અહીં ગાંડાના ગામ છે.
    આ ગામમાં હું પણ એક છું બાકી ઘણાના નામ છે.

  3. વાહ! સાક્ષર,

    વોલમાર્ટથી ગ્રોસરી લાવામાં કરો જલ્દી ‘સાક્ષર’;
    આજના ડિનરમાં: બચેલી બ્રેડને થોડો જામ છે

    જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.
    It is not the time of late 60’s .Now, you can find Indian Grocery stores in your town…If you want we will feed you like your home here.

    Rajendra M. Trivedi, M. D.
    http://www.yogaeast.net
    http://www.bpaindia.org

    1. ના એટલી ખરાબ હાલત નથી… એટલે જ તા.ક.માં ખુલાસો કર્યો છે… તો પણ તમારી offerને ધ્યાનમાં રાખવામાં આવશે…😉

  4. Shakshar, congrats 4 de funny satire…I can c dat u hav given due weightage 2 de ‘g8t ‘Mareez’saheb..wow!
    P.S. Lol-jya vashe Guj. tya sadakad (hidden-open)dry state..hahhahaha

  5. ફ્લાયારના પાને પાના ઉથલાવી લીધા પછી
    સ્ટોરે સ્ટોરે મફતનું વીણવાના ઘણા કામ છે
    …મેં કરી તારી તમન્ના, એનો આ અંજામ છે.

    કેવી પટલાઇ ઠોકતા’તા શેરીના નાકે બેઠા
    આઘેથી કોપ જોઇને, થ્ય જાય ઘામ છે
    …મેં કરી તારી તમન્ના, એનો આ અંજામ છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s