પ્રાણીઓનો વેલેન્ટાઈન્સ ડે(અને આપડી સેન્ચ્યુરી)

ડાઘીયો કુતરો અરીસાના ટુકડામાં જોઈ ખાતરી કરે છે કે પાંથી ફાઈન છે;
કાશીમાની પાછળ શરમાઈને બેસેલી કુતરી ડાઘીયાની વેલેન્ટાઇન છે.

Date પર પહેલા કાગડો કાગડીને થોડી સતાવશે,
પછી કુંજામાં થી પાણી પીધાની પોતાની ટ્રીક બતાવશે.
એક બાજુ કાગડો બીજી બાજુ કાગડી ને કુંજામાં Red વાઈન છે.

ઉંટના અઢારેય વળાંકો પર આજે ઉંટડી પુરેપુરી ફિદા છે,
એકલુ ફરવા જતું’તું રીંછ આજે એના હાલ પણ જુદા છે;
મધપુડાના વન સુધી આંટો મારવા માટે રીંછણોની લાઈન છે.

પાસે ચરતી હતી એ ગાય પર બળદ મોહી બેઠો;
સાડી પહેરેલી બિલાડી જોઈને મગર દિલ ખોઈ બેઠો,
કોઈ શિકાર નથી થયો આજે, સિંહની ગુફાની બહાર “Do not disturb”ની sign છે.

-સાક્ષર

Sources:
કાગડા અને કુંજાની વાર્તા – પંચતંત્ર
ઉંટ – દલપતરામ
રીંછ એકલું ફરવા ચાલ્યું – રમણલાલ સોની
કાશી માની કુતરી – પન્નાલાલ પટેલ (Thanks – Rakshit Pandit)
પાસે ચરતી ગાય from રે પંખીડા – કલાપી
એક બિલાડી જાડી – ચં.ચી.મહેતા (Thanks – અશોક મોઢવાડીયા)

તા.ક. – આ બ્લોગની આ ૧૦૦મી પોસ્ટ છે.  આજુ-બાજુ બેટ નથી પડ્યું બાકી ઉપાડવાનું મન થાય છે… સેન્ચ્યુરી માર્યાની ખુશીમાં. 😉

26 thoughts on “પ્રાણીઓનો વેલેન્ટાઈન્સ ડે(અને આપડી સેન્ચ્યુરી)

 1. કોઈ શિકાર નથી થયો આજે, સિંહની ગુફાની બહાર “Do not disturb”ની sign છે.

  આજુ-બાજુ બેટ નથી પડ્યું બાકી ઉપાડવાનું મન થાય છે… સેન્ચ્યુરી માર્યાની ખુશીમાં. 😉

  Jordar Sakshar

 2. Saksharbhai,

  Bahu maja avi gayi vanchvani.. tamari j langauge ma…

  kabhi kabhi mein kam karte karte
  gujarati padhta aur chupke se has leta hun !!!!

  maja na avi…nahi ?

  tamara ghana blogs ane kavitao vanchi ane maja avi gayi dost…khas kari ne H1N1 wadi coz I am on H1… 🙂 ane bournvita pan….as I used to be a student few years ago…

  By the way..I am also in Rochester these days working with EK…and sometime like to meet you…as a friend ( dost friend etla mate lakhyu ke tame koi bhadto arth na lai lo)…

  Parag

 3. Mara Mitro,

  Hu Tushar & Sima Patel Mane thayu ke youtube per aat aat la gujarati vidoe chhe pan tenu sankalan nathi to me banavi http://www.gujaratitube.info jema darek vido mate ek alag catagaory banavel chhe . Mane aasa chhe ke maro aa gujarati mate no pratyash jaroor safal thase.

  Hu tamara suchanono ni rah jov chhu. to tame name tamara suchano contact@gujaratitube.info per mokli sako chho.

  Tamaro Mitr

  Tushar & Sima Patel

 4. “પાસે ચરતી હતી એ ગાય પર બળદ મોહી બેઠો;”

  બાળદ ગાય પર મોહી બેસે તે તો કઈ કામનું નહિ ભાઈ!
  કારણ ,બળદને તો બાળપણમાં જ ખસી થઇ ગયું તું!!!

  એમ કહો કે ‘પાસે ચરતી હતી એ ગાય પર આખલો મોહી બેઠો;’

Narendra Mistry ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s